રાપર,
રાપર તાલુકાના આડેસરથી ભીમારસ (ભૂટકીયા) તરફ જતા રોડ પર ગત રાતે એક વાગ્યે ગમખ્વાર અકસ્માતમાં કાકા-ભત્રીજાનાં મોત નિપજ્યા છે. 32 વર્ષિય લક્ષ્મણભાઇ બાઉભાઈ મકવાણા રાજપૂત અને 26 વર્ષિય મહેન્દ્ર બાબુભાઇ મકવાણાનું ઘટનાસ્થળે મોત નીપજ્યું છે.
મહેન્દ્ર ઘણા સમયથી મુંબઈમાં સ્થાયી થયેલો છે. ગત રાતે મહેન્દ્ર અને તેના કાકા લક્ષ્મણભાઈ સાથે સ્વીફ્ટ ડિઝાયર કારમાં આદેસરથી તેમના વતન ભીમાસર તરફ જતા હતા. ત્યારે સામેથી રેતી ભરીને આવતા ડમ્પર સાથે તેમની કાર અથડાઈ હતી. દુર્ઘટનામાં કાકા-ભત્રીજાના સ્થળ પરજ મોત નિપજ્યા હતા. બનાવ અંગે આડેસર પીએસઆઈ જે. પી. ચૌધરીએ તપાસ હાથ ધરી છે.
રાપર તાલુકાનાં આડેસરથી ભીમાસર (ભૂટકીયા) તરફ જતા રોડ પર ગત રાતે એક વાગ્યે સર્જાયેલા માર્ગ અકસ્માતમાં કાકા-ભત્રીજાનાં મોત નિપજ્યા છે. મૃતકમાં લક્ષ્મણભાઇ બાઉભાઈ મકવાણા (રજપૂત) (ઉ. વ. ૩૨) અને મહેન્દ્રભાઈ બાબુભાઇ મકવાણા (ઉ. વ. ૨૬)નો સમાવેશ થાય છે. મહેન્દ્ર ઘણા સમયથી મુંબઈમાં સ્થાયી થયેલો છે.
ગત રાતે મહેન્દ્ર અને તેના કાકા લક્ષ્મણભાઈ સાથે સ્વીફ્ટ ડિઝાયર કારમાં આદેસરથી તેમના વતન ભીમાસર તરફ જતા હતા. ત્યારે સામેથી રેતી ભરીને આવતા ડમ્પર સાથે તેમની કાર અથડાઈ હતી. દુર્ઘટનામાં કાકા-ભત્રીજાના સ્થળ પરજ મોત નિપજ્યા હતા. બનાવ અંગે આડેસર પીએસઆઈ જે. પી. ચૌધરીએ તપાસ હાથ ધરી છે