diu/ દીવમાં ગુરુનાનક જયંતિની ભવ્ય ઉજવણી

શોભાયાત્રા કાઢમાં આવી હતી

Gujarat Others
Diu Grand celebration of Guru Nanak Jayanti દીવમાં ગુરુનાનક જયંતિની ભવ્ય ઉજવણી

શકીલ કાશમાણી – પ્રતિનિધિ, દીવ

દીવના બુચરવાડાના માતાવાડી ગામમાં બરડાઈ માતાના મંદિર પાસે આવેલા ઉદાસીન આશ્રમમાં ગુરૂનાનક જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

મહંતશ્રી વજુદાસ ગુરૂ મથુરાદાસ બાપુના માર્ગદર્શન અને નેતૃત્વમાં સવારે ગુરૂનાનક ગ્રંથ સાહેબની પૂજા-અર્ચના ત્યારબાદ શોભાયાત્રા કાઢમાં આવી હતી. આ શોભાયાત્રા ગામના મુખ્ય માર્ગોમાં ફર્યા બાદ ઉદાસીન આશ્રમમાં ગ્રંથ સાહેબને ફુલાહર કર્યા અને ભજન-કિર્તન બાદ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ શ્રદ્ધાળુઓએ મહાપ્રસાદનો લાભ લીધો.

સાંજે આરતી અને ભજન-કિર્તન કરી અને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.