Surat/ પાટણના પટોળા બાદ પાટણનું ઢીંગલી વર્ક સુરતના હેન્ડીક્રાફ્ટ એક્ઝિબિશનમાં જોવા મળ્યું, જાણો શું છે આ ઢીંગલી વર્ક

સુનિલ રાજગોર દ્વારા ઢીંગલી વર્ક, ટીકડી વર્ક, કટ વર્ક, મિરર વર્કથી અલગ અલગ પ્રકારના વસ્ત્રો તૈયાર કરવામાં આવે છે. મહત્વની વાત છે કે ઢીંગલી વર્ક અને ટીકડી વર્કમાં જે વેસ્ટેજ કપડા હોય છે તેમાંથી ડ્રેસ પર અલગ અલગ પેટર્ન તૈયાર કરવામાં આવે છે. ઢીંગલી વર્કમાં એક ડ્રેસ તૈયાર કરતા 7થી 8 દિવસ જેટલો સમય લાગે છે.

Gujarat Others Trending
ઢીંગલી વર્ક

@અમિત રૂપાપરા 

ભારત દેશ વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે. જ્યારે ગુજરાતની વાત કરવામાં આવે તો દરેક રાજ્યના લોકો ગુજરાતના અલગ અલગ શહેરોમાં વશે છે. તો ગુજરાતમાં પણ ખાસ એકતામાં વિવિધતા છે અને તેમાં પણ કચ્છની વાત તો સાવ અલગ જ છે કારણ કે કચ્છ નું હેન્ડ વર્ક ખૂબ જ વખણાય છે. જરા હેન્ડ વર્ક થી અલગ અલગ પ્રકારની ડિઝાઇનો કપડાં પર તૈયાર કરવામાં આવે છે ત્યારે સુરતના સાયન્સ સેન્ટર ખાતે યોજાયેલા ગરવી ગુજરાત હેન્ડીક્રાફ્ટ એક્ઝિબિશનમાં પાટણના સુનિલ રાજગોર અલગ જ પ્રકારના વર્ક કરેલા કપડાંઓ વેચાણ માટે લાવ્યા છે.

Untitled 30 4 પાટણના પટોળા બાદ પાટણનું ઢીંગલી વર્ક સુરતના હેન્ડીક્રાફ્ટ એક્ઝિબિશનમાં જોવા મળ્યું, જાણો શું છે આ ઢીંગલી વર્ક

સુનિલ રાજગોર દ્વારા ઢીંગલી વર્ક, ટીકડી વર્ક, કટ વર્ક, મિરર વર્કથી અલગ અલગ પ્રકારના વસ્ત્રો તૈયાર કરવામાં આવે છે. મહત્વની વાત છે કે ઢીંગલી વર્ક અને ટીકડી વર્કમાં જે વેસ્ટેજ કપડા હોય છે તેમાંથી ડ્રેસ પર અલગ અલગ પેટર્ન તૈયાર કરવામાં આવે છે. ઢીંગલી વર્કમાં એક ડ્રેસ તૈયાર કરતા 7થી 8 દિવસ જેટલો સમય લાગે છે. કારણ કે અલગ અલગ કપડામાંથી ટીકડીઓ કાપી આખું વર્ક કરવામાં આવે છે અને ઢીંગલી વર્ક આખું તમામ હેન્ડમેડ હોય છે. જેથી તેમાં ખૂબ જ સમય લાગે છે આ ઉપરાંત ટીકડી વર્કમાં પણ એક ડ્રેસ તૈયાર કરતા  6થી 7 દિવસનો સમય લાગે છે. કારણ કે, અલગ અલગ વેસ્ટેજ કપડામાંથી અલગ અલગ પ્રકારની ટીકડીઓ પહેલા બનાવવામાં આવતી હોય છે અને ત્યારબાદ તેને ડ્રેસ પર લગાવવામાં આવતી હોય છે. આ જ પ્રકારે કટવર્ક અને જે મીરર વર્ક છે. તેમાં પણ ખાસ સમય લાગતો હોય છે કારણ કે, મિરર વર્કમાં મિરરની ફરતે હેન્ડ વર્ક કરવામાં આવે છે અને ત્યારબાદ આખો ડ્રેસ તૈયાર કરવામાં આવે છે.

Untitled 30 5 પાટણના પટોળા બાદ પાટણનું ઢીંગલી વર્ક સુરતના હેન્ડીક્રાફ્ટ એક્ઝિબિશનમાં જોવા મળ્યું, જાણો શું છે આ ઢીંગલી વર્ક

સુનિલભાઈ રાજગોરના નાની દ્વારા સૌપ્રથમ વખત કપડાં પર અલગ અલગ પ્રકારની ડિઝાઇનો તૈયાર કરવામાં આવી હતી. ત્યારબાદ સુનિલભાઈના માતા સુભદ્રાબેન દ્વારા વ્યવસાયને આગળ વધારવામાં આવ્યો અને ત્યારબાદ હવે આખું પરિવાર સાથે મળીને આ વ્યવસાય કરી રહ્યું છે. વર્ષો જૂની જે પરંપરાઓ કચ્છમાં જોવા મળતી હતી વિવિધ કપડમાં તે પરંપરા ને જાળવી રાખવા અને પરંપરાગત વસ્ત્રો તૈયાર કરવા માટે સુનિલભાઈ રાજગોરનું આખું પરિવાર ખૂબ મહેનત કરે છે.

Untitled 30 6 પાટણના પટોળા બાદ પાટણનું ઢીંગલી વર્ક સુરતના હેન્ડીક્રાફ્ટ એક્ઝિબિશનમાં જોવા મળ્યું, જાણો શું છે આ ઢીંગલી વર્ક

રાજ્ય સરકાર દ્વારા અલગ અલગ શહેરોમાં હસ્તકલાના એક્ઝિબિશન યોજવામાં આવતા હોય છે. તેમાં સુનિલભાઈ રાજગોર તેમની તમામ તૈયાર કરવામાં આવેલી સાડી ડ્રેસ કુર્તીઓ લઈને ત્યાં જાય છે અને તેમનો એક જ ઉદ્દેશ્યો છે કે, વર્ષો જૂની જ્યાં હેન્ડ વર્કની જે કળામાંથી અલગ અલગ ડ્રેસો તૈયાર કરવામાં આવે છે તેની ડિમાન્ડ વર્તમાન સમયમાં પણ વધે અને લોકો પોતાની આજે વર્ષો જૂની પરંપરાઓ અને પરંપરાગત કપડાંઓ છે તેને ન ભૂલે.

Untitled 30 7 પાટણના પટોળા બાદ પાટણનું ઢીંગલી વર્ક સુરતના હેન્ડીક્રાફ્ટ એક્ઝિબિશનમાં જોવા મળ્યું, જાણો શું છે આ ઢીંગલી વર્ક

સુનિલભાઈનું મૂળ વતન પાટણનું છેવાડાનું ગામ દાત્રાણા છે અને તેઓ છેલ્લા 14 વર્ષથી પાટણમાં જ વસવાટ કરે છે પરંતુ તેમનું આ પરિવાર છેલ્લા 50 વર્ષથી ભારતીય અને ખાસ કરીને કચ્છની જે કાપડની હસ્તકલા છે તેને જાળવી રહ્યા છે. લોકો પણ ઢીંગલી વર્ક કટવર્ક મીરર વર્ક અને ટીકડી વર્ગમાંથી તૈયાર કરવામાં આવેલા ડ્રેસ અને કુર્તીની ખૂબ સારી ડિમાન્ડ કરી રહ્યા છે.

આ પણ વાંચો:ગુજરાતમાં ચક્રવાતનો ખતરો, સૌરાષ્ટ્ર-કચ્છમાં એલર્ટ જારી, જુઓ કેવી રીતે વધી રહ્યું છે ‘બિપરજોય’

આ પણ વાંચો:જૂનાગઢમાં આસ્થા સાથે ખેલતા એક તાંત્રિકને ખુલ્લો પડાયો, દોરા ધાગા કરતા….

આ પણ વાંચો:સુરતમાં હવે જરી આર્ટમાં પણ જોવા મળશે, યુવકે પોતાની કોઠાસૂઝથી કર્યું એવું કામ કે…

આ પણ વાંચો:અમદાવાદમાં 77 લાખના 119 આઈફોનની ચોરી, ઓફિસમાં ઘુસી કરી ચોરી

આ પણ વાંચો:હૃદયરોગના નિષ્ણાત તબીબનું હાર્ટ એટેકથી મોત