Not Set/ ટાટાVsમિસ્ત્રી/ સાયરસ મિસ્ત્રીને ટાટા જૂથનાં કાર્યકારી અધ્યક્ષ બનાવતા NCLATનાં નિર્ણય પર સુપ્રીમનો સ્ટે

ટાટા સન્સ લિમિટેડ દ્વારા નેશનલ કંપની લો અપીલ ટ્રિબ્યુનલે (એનસીએલએટી)નાં સાયરસ મિસ્ત્રીને તાતા સન્સના એક્ઝિક્યુટિવ ચેરમેનપદે ફરીથી મૂકવાનો આદેશની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવેલ અરજી મામલે સુપ્રીમ કોર્ટે ટાટા જૂથના કાર્યકારી અધ્યક્ષ તરીકે સાયરસ મિસ્ત્રીની પુન:સ્થાપના આપતા એનસીએલએટી (નેશનલ કંપની લો અપીલટ ટ્રિબ્યુનલ) ના આદેશ પર સ્ટે આપ્યો છે. Supreme Court has stayed NCLAT (National Company […]

Top Stories Business
tata mistry sc ટાટાVsમિસ્ત્રી/ સાયરસ મિસ્ત્રીને ટાટા જૂથનાં કાર્યકારી અધ્યક્ષ બનાવતા NCLATનાં નિર્ણય પર સુપ્રીમનો સ્ટે

ટાટા સન્સ લિમિટેડ દ્વારા નેશનલ કંપની લો અપીલ ટ્રિબ્યુનલે (એનસીએલએટી)નાં સાયરસ મિસ્ત્રીને તાતા સન્સના એક્ઝિક્યુટિવ ચેરમેનપદે ફરીથી મૂકવાનો આદેશની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવેલ અરજી મામલે સુપ્રીમ કોર્ટે ટાટા જૂથના કાર્યકારી અધ્યક્ષ તરીકે સાયરસ મિસ્ત્રીની પુન:સ્થાપના આપતા એનસીએલએટી (નેશનલ કંપની લો અપીલટ ટ્રિબ્યુનલ) ના આદેશ પર સ્ટે આપ્યો છે.

આપને જણાવી દઇએ કે, ટાટા સન્સ લિમિટેડએ ટ્રિબ્યુનલના નિર્ણયની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. ગયા મહિને, નેશનલ કંપની લો અપીલ ટ્રિબ્યુનલે (એનસીએલએટી) સાયરસ મિસ્ત્રીને તાતા સન્સના એક્ઝિક્યુટિવ ચેરમેનપદે ફરીથી મૂકવાનો આદેશ આપ્યો હતો. આ સિવાય તેમને જૂથની ત્રણ કંપનીમાં ડિરેક્ટર બનાવવાનો પણ આદેશ અપાયો હતો. આ નિર્ણયને ટાટા સન્સ દ્વારા સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. ટ્રિબ્યુનલના આદેશ બાદ ટાટા સન્સે સ્પષ્ટ કર્યું હતું કે, તે નિર્ણય સામે કાનૂની મદદ લેશે.

ઉલ્લેખનીય છે કે NCLAT – ટ્રિબ્યુનલે ટાટા સન્સને જાહેર કંપનીમાંથી ખાનગી કંપની બનાવવી પણ ગેરકાયદેસર જાહેર કરી હતી. 

સાયરસ મિસ્ત્રીને ત્રણ વર્ષ પહેલા એક મોટા નાટક બાદ ટાટા ગ્રૂપના અધ્યક્ષ પદ પરથી હટાવવામાં આવ્યા હતા, જેમાં સાયરસને ગયા મહિને એનસીએલએટી તરફથી મોટી રાહત મળી હતી. એનસીએલટીએ સાયરસ મિસ્ત્રીને તાતા સન્સના એક્ઝિક્યુટિવ ચેરમેન પદ પર ફરીથી મૂકવાનો આદેશ આપ્યો છે. ટ્રિબ્યુનલે એન ચંદ્રની કાર્યકારી પ્રમુખ તરીકેની નિમણૂકને અમાન્ય કરી દીધી હતી. સાયરસ મિસ્ત્રીની તરફેણમાં ચુકાદો આપતી વખતે એનસીએલએટીએ કહ્યું હતું કે મિસ્ત્રીને ફરીથી ટાટા સન્સનો એક્ઝિક્યુટિવ ચેરમેન બનાવવા જોઈએ, તેમને હટાવવા તે ખોટું હતું.

ઉલ્લેખનીય છે કે, એનસીએલટીમાં કેસ ગુમાવ્યા બાદ મિસ્ત્રી એપેલેટ ટ્રિબ્યુનલ પહોંચ્યા હતા. એનસીએલટીએ 9 જુલાઈ, 2018 ના નિર્ણયમાં કહ્યું હતું કે ટાટા સન્સ બોર્ડ સાયરસ મિસ્ત્રીને અધ્યક્ષ પદ પરથી દૂર કરવા સક્ષમ છે. મિસ્ત્રીને દૂર કરવામાં આવી હતી કારણ કે કંપની બોર્ડ અને મોટા શેરહોલ્ડરોએ તેના પર વિશ્વાસ ન કર્યો હતો. અપીલ ટ્રિબ્યુનલે જુલાઈમાં નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.

સાયરસ મિસ્ત્રીને ઓક્ટોબર 2016 માં ટાટા સન્સના અધ્યક્ષ પદેથી હટાવવામાં આવ્યા હતા. બે મહિના પછી, મિસ્ત્રી વતી સાયરસ ઈન્વેસ્ટમેન્ટ પ્રા.લિ. અને સ્ટર્લિંગ ઇન્વેસ્ટમેન્ટ કોર્પે ટાટા સન્સના નિર્ણયને નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (એનસીએલટી) ની મુંબઈ બેંચમાં પડકાર્યો હતો. કંપનીઓએ દલીલ કરી હતી કે મિસ્ત્રીને હટાવવાનો નિર્ણય કંપની અધિનિયમના નિયમો અનુસાર નથી. જુલાઈ 2018 માં, એનસીએલટીએ તેમના દાવાને નકારી દીધો. બાદમાં સાયરસ મિસ્ત્રીએ ખુદ એનસીએલટીના નિર્ણય સામે અપીલ કરી હતી

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.