Enforcement Directorate Investigation/ ઈડી સંપત્તિ જપ્ત કરે છે પણ તેનું થાય છે શું ?

ઈડી દ્વારા અબજો રૂપિયાની કબજે કરાયેલી સંપત્તિ માટે નિયમો શુ કહે છે

India Top Stories
Beginners guide to 100 2 ઈડી સંપત્તિ જપ્ત કરે છે પણ તેનું થાય છે શું ?

 

Delhi News : ચૂંટણી આવે ત્યારે એન્ફોર્સમેન્ટ ડરેક્ટોરેટ(ઈડી) નાણા અને વાહનો સહિત અબજો રૂપિયાની સંપત્તિ કબજે કરવામાં આવે છે. પરંતુ આ સંપત્તિનું શુ કરવામાં આવે છે તે જોઈએ.

2022માં કેન્દ્ર સરકારે ઈડીની કાર્યવાહી અંગેનો ડેટા તૈયાર કર્યો છે. આ ડેટા મુજબ 2004 થી 2014 સુધીમાં ઈડીએ 112 દરોડા પાડ્યા હતા. જે 2014 થી 2022 સુધીમાં વધીને 3,000 થી વધુ થઈ ગયા હતા.

કેન્દ્ર અનુસાર ઈડીની ટીમે 2014-22 સુધીમાં લગભગ 99,356 કરોડ રૂપિયા જપ્ત કર્યા છે. નાણા મંત્રાલયના જણાવ્યા મુજબ જે કેસમાં ઈડીએ દરોડા પાડ્યા તેમાંથી કોર્ટે 23 આરોપી અને સંસ્થાઓને દોષી ઠરાવ્યા હતા. કોર્ટની સજાને કારણે સરકારને 869.31 કરોડ રૂપિયા મળ્યા છે. મની લોન્ડરિંગ એક્ટ હેઠળ ઈડીને પૈસા કબજે કરવાની સત્તા આપવામાં આવી છે. ઈડી જ્યારે દરોડા પાડે છે ત્યારે જે પૈસા અને માલ મળે છે તેનો રિપોર્ટ તૈયાર કરે છે. આ રિપોર્ટ પર આરોપી તેમજ ઈડીના તપાસ અધિકારીની સહી હોય છે.

રિપોર્ટ તૈયાર થયા બાદ ઈડી બેન્ક એકાઉન્ટ ખોલાવીને નાણાં જમા કરાવે છે. તેમજ દરોડામાં મળેલી વસ્તુઓ કવરમાં રાખીને લોકરમાં મુકવામાં આવે છે.

એક અખબારી એહેવાલ મુજબ ઈડી માત્ર એજ સંપત્તિઓ કબજે કરે છે જેનો સ્ત્રોત જાહેર કરવામાં આરોપી નિષ્ફળ જાય છે. દાખલા તરીકે દરોડા વખતે આરોપીના ઘરેથી 10 લાખ મળી આવે અને આરોપી આ નાણાંનો સ્ત્રોત જાહેર કરે તો તેના નાણાં જપ્ત કરી શકાય નહી. સ્ત્રોત જાહેર ન કરી શકે તેવા સંજોગામાં નાણાં કબજે કરાય છે. આ કબજે કરાયેલા નાણાં તપાસ અધિકારીના પર્સનલ ડિપોઝીટ એકાઉન્ટમાં જમા થાય છે.

ઈડી જપ્ત કરેલા નાણાં અંગે કોર્ટના નિર્ણયની રાહ જુએ છે. જો કોર્ટ આરોપીના પૈસા અસલી તરીકે સ્વીકારે છે તો ઈડી તે પૈસા તેના માલિકને પરત કરે છે. જો કોર્ટમાં નાણાં ગેરકાયદે માનવામાં આવે તો ઈડી તે પૈસા કેન્દ્ર સરકારને મોકલે છે. કેન્દ્રમાં જતા આ નાણાંને પબ્લીક મની કહેવામાં આવે ચે.

દિલ્હી હાઈકોર્ટે તાજેતરમાં એક આદેશમાં કહ્યું હતું કે જો ઈડી દરોડાના 365 દિવસમાં આરોપો સાબિત કરવામાં નિષ્પ જાય તો તેણે જપ્ત કરેલો માલ પરત કરવો પડશે. ભૂષણ પાવર એન્ડ સ્ટીલ લિમીટેડના મહેન્દ્રકુમાર ખંડેલવાલ મારફતે દાખલ કરાયેલી અરજી પર કોર્ટે આ નિર્ણય આપ્યો હતો. નિષ્ણાતોનું કહેવું છે કે કોર્ટે પીએમએલએ (પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ) ની કલમ 8 (3) હેઠળ આ નિર્ણય આપ્યો હતો, જેમાં સંપત્તિ કબજે કરવાનો અને તેની સમયમર્યાદાનો ઉલ્લેખ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ઓસ્ટ્રેલિયાથી અમદાવાદની ઓફિસમાં પહોંચી ગયો મૃતદેહ,કોનો હતો મૃતદેહ અને કેવી રીતે પહોચી ગયો ઓફિસમાં મૃતદેહ જાણો વિગતો

આ પણ વાંચો:સુરતના નાનપુરામાં 400 રૂ. માટે મિત્ર એ જ નિર્દયીપણે મિત્રની કરી હત્યા, સીસીટીવી ફૂટેજ આવ્યા સામે

આ પણ વાંચો: બોટાદમાં ટ્રેન નીચે પડતું પિતા-પુત્રએ કર્યો આપઘાત