કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પાર્ટીનાં મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ હિમાચલ પ્રદેશનાં છ વખતનાં મુખ્યમંત્રી રહી ચૂકેલા કોંગ્રેસનાં દિગ્ગજ નેતા વીરભદ્રસિંહનાં નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે વીરભદ્રસિંહજી ખરા અર્થમાં દિગ્ગજ નેતા હતા.
સમતોલ મંત્રીમંડળ / મોદી મંડળનું માઇક્રો એનાલિસિસઃ SC-OBC પર વધુ ભાર, જાણો કોનો કેવો છે અનુભવ
રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને લખ્યું છે કે, તેમણે જે રીતે જનતા અને કોંગ્રેસ પક્ષની સેવા કરી છે તે હંમેશાં એક વિશેષ ઉદાહરણ રહેશે. હું તેમના પરિવાર અને મિત્રો પ્રત્યે દુઃખ વ્યક્ત કરું છું. અમે તેમને ભૂલી શકીશું નહીં.
પ્રિયંકા ગાંધીએ કોંગ્રેસનાં દિગ્ગજ નેતાને શ્રદ્ધાંજલિ આપતાં ટ્વીટ કર્યું હતું કે, રાજકારણમાં વિશાળ પર્વતો જેવુ કદ ધરાવતા અને દેવભૂમિ હિમાચલને નવી ઉંચાઈઓ સુધી લઇ જનાર પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા શ્રી વીરભદ્ર સિંબજીનાં નિધનથી અમને બધાને એક અપૂર્ણીય ક્ષતિ થઇ છે. ઈશ્વર શ્રી વીરભદ્રસિંહજીને ચરણોમાં સ્થાન આપે. નમ્ર શ્રદ્ધાંજલિ.
દુઃખદ અવસાન / હિમાચલ પ્રદેશનાં પૂર્વ CM વીરભદ્ર સિંહનું નિધન
ઉલ્લેખનીય છે કે, હિમાચલ પ્રદેશનાં છ વખતનાં મુખ્યમંત્રી અને કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા વીરભદ્ર સિંહનું 87 વર્ષની વયે અવસાન થયું છે. શિમલાની ઇન્દિરા ગાંધી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ગુરુવારે વહેલી તકે લાંબા ગાળાની બીમારી બાદ સિંહનું 87 વર્ષની વયે અવસાન થયું હતું. વીરભદ્ર સિંહનું ગુરુવારે સવારે 3.40 વાગ્યે અવસાન થયું હતું. ફરી કોરોના પોઝિટિવ થયા બાદ શિમલાનાં આઈજીએમસીમાં, સારવાર હેઠળ હતા. કોંગ્રેસનાં વરિષ્ઠ નેતાનાં અવસાનથી રાજ્યમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. જણાવી દઇએ કે, તેમણે પ્રથમ વખત મહાસુ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી હતી. પંડિત જવાહરલાલ નેહરુ તેમને રાજકારણમાં લાવ્યા હતા. વીરભદ્રસિંહ આ વાતને વારંવાર કહેતા હતા. વીરભદ્રસિંહ હાલમાં અર્કીનાં ધારાસભ્ય હતા. તેમણે કેન્દ્રીય સ્ટીલ મંત્રાલય સંભાળી ચુક્યા છે. આ સિવાય માઇક્રો, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય પણ તેમની પાસે રહ્યુ હતું.