અવસાન/ ફ્રેન્ચ અભિનેતા ગેસ્પાર્ડ ઉલીલનું 37 વર્ષની વયે નિધન,ચાહકોમાં ભારે શોકની લાગણી

37 વર્ષીય ગેસ્પાર્ડ ઉલીલના મૃત્યુના સમાચારથી ચાહકો આઘાતમાં છે.આલ્પ્સમાં સ્કીઇંગ અકસ્માત બાદ અવસાન થયું હતું

Top Stories Entertainment
2 13 ફ્રેન્ચ અભિનેતા ગેસ્પાર્ડ ઉલીલનું 37 વર્ષની વયે નિધન,ચાહકોમાં ભારે શોકની લાગણી

ફ્રેન્ચ સિનેમામાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે, અભિનેતા ગેસ્પાર્ડ ઉલીલનું નિધન થયું છે. 37 વર્ષીય ગેસ્પાર્ડ ઉલીલના મૃત્યુના સમાચારથી ચાહકો આઘાતમાં છે.આલ્પ્સમાં સ્કીઇંગ અકસ્માત બાદ અવસાન થયું હતું અકસ્માતમાં ભારે ઇજાગ્રસ્ત થયા હતા ,દિવંગત અભિનેતાના ચાહકોની સાથે, ઘણા સ્ટાર્સે પણ સોશિયલ મીડિયા પર ગેસ્પાર્ડ ઉલીલને શ્રદ્ધાંજલિ આપી છે. હોલીવુડના કેટલાક સેલેબ્સે પણ ગેસ્પાર્ડ ઉલીલના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.ઉલીલ ટૂંક સમયમાં જ માર્વેલની આગામી શ્રેણી ‘મૂન નાઈટ’માં જોવા મળવાનો હતો. ઉલ્લેખનીય કે ગેસ્પાર્ડ ચેનલ માટે પરફ્યુમ કમર્શિયલ કરવા અને ફેશન ડિઝાઈનર ઈવ સન લોરેની બાયોપિક કરવા માટે જાણીતા હતા

 

Instagram will load in the frontend.

ગેસ્પાર્ડ ઉલીલનું નામ ફ્રેન્ચ સિનેમાના શ્રેષ્ઠ કલાકારોમાં એક હતું. ગેસ્પાર્ડ ઉલીલે ઘણી ફિલ્મોમાં પોતાની પ્રતિભા બતાવી હતી અને દર્શકોના દિલ જીતી લીધા હતા, તેમના આકસ્મિક નિધનથી ચાહકોને આઘાત લાગ્યો છે. ફ્રેન્ચ અભિનેતા જીન ડુજાર્ડિને ઇન્સ્ટાગ્રામ પર તૂટેલા હૃદયની ઇમોજી સાથે ગેસ્પાર્ડની એક તસવીર અને અભિનેતાના નિધનના સમાચાર શેર કર્યા. આ સમાચાર સામે આવતાની સાથે જ ચાહકો નારાજ થઈ ગયા અને આ સમાચારને ફેક ન્યૂઝ માનવા લાગ્યા, પરંતુ તે પછી ગેસ્પાર્ડના પરિવારે પણ અભિનેતાના મૃત્યુની પુષ્ટિ કરી.

સિનેજગત ઉપરાંત ફ્રાન્સના નેતાઓએ પણ અભિનેતાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. ફ્રાન્સના સંસ્કૃતિ પ્રધાન રોઝલિન બેચલોટે તેમના ટ્વીટમાં ગાસ્પર્ડને “એક અસાધારણ અભિનેતા” કહ્યા, જ્યારે ફ્રાન્સના નાણામંત્રી બ્રુનો લે મેરેએ પણ કહ્યું, ‘ફ્રેન્ચ સિનેમાએ એક પ્રતિભાશાળી અભિનેતા ગુમાવ્યો છે’. આ સાથે જ ફ્રાન્સના વડા પ્રધાન જીન કાસ્ટેક્સે ગાસ્પાર્ડના નિધન પર શોક વ્યક્ત કરતાં ટ્વિટ કર્યું હતું કે, “ગેસ્પાર્ડ યુઈલ સિનેમા સાથે મોટા થયા અને સિનેમા તેમની સાથે જ ઉછર્યા. તેઓ એકબીજાને ગાંડાની જેમ પ્રેમ કરતા હતા.”