BJP Leader - sexual abuse case/ ભાજપ સાંસદ બ્રિજ ભૂષણની મુશ્કેલીઓ વધી, મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણના આરોપ, 18 એપ્રિલે કોર્ટ આપશે ચુકાદો

મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણના આરોપોનો સામનો કરી રહેલા પૂર્વ કુસ્તી સંઘના પ્રમુખ અને ભાજપના સાંસદ બ્રિજ ભૂષણ સિંહ સામે આરોપો ઘડવામાં આવનાર છે.

Top Stories India
Beginners guide to 2024 04 04T155824.347 ભાજપ સાંસદ બ્રિજ ભૂષણની મુશ્કેલીઓ વધી, મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણના આરોપ, 18 એપ્રિલે કોર્ટ આપશે ચુકાદો

મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણના આરોપોનો સામનો કરી રહેલા પૂર્વ કુસ્તી સંઘના પ્રમુખ અને ભાજપના સાંસદ બ્રિજ ભૂષણ સિંહ સામે આરોપો ઘડવામાં આવનાર છે. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટ બ્રિજ ભૂષણ શરણ સિંહ સામે આરોપો મામલાની સુનાવણી કરી રહી છે.

આવી સ્થિતિમાં, રાઉઝ એવન્યુ કોર્ટે જાતીય સતામણીના કેસમાં બીજેપી સાંસદ સિંહ સામે આરોપ ઘડવા અંગેનો નિર્ણય 18 એપ્રિલ માટે અનામત રાખ્યો છે. જાણવા મળી રહ્યું છે કે કેટલીક મહિલા રેસલર્સની ફરિયાદ બાદ આ કેસ નોંધવામાં આવ્યો હતો. પૂર્વ પ્રમુખ અને ભાજપના સાંસદ સામે મહિલા કુસ્તીબાજોની જાતીય સતામણીના આરોપો ઘડવા પર તમામ પક્ષોની દલીલો પૂર્ણ થઈ ગઈ છે. જો કે આ પહેલા રાઉઝ એવન્યુ કોર્ટે કેટલાક મુદ્દાઓ પર સ્પષ્ટતા માંગી હતી.

કુસ્તીબાજોનો બ્રિઝભૂષણ પર આરોપ

મહિલા કુસ્તીબાજ સાક્ષી મલિક, વિનેશ ફોગાટ સહિતના કુસ્તીબાજોએ બ્રિજભૂષણ શરણ સિંહ પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો. કુસ્તીબાજોએ પણ જંતર-મંતર પર ઘણા દિવસો સુધી વિરોધ પ્રદર્શન કર્યું હતું. સાત કુસ્તીબાજોએ સિંહ વિરુદ્ધ જાતીય સતામણીના બે કેસ દાખલ કર્યા હતા. આ પૈકી એક સગીર કુસ્તીબાજ સામે પણ કેસ નોંધવામાં આવ્યો હતો. જેણે બાદમાં પોતાનું નિવેદન પાછું ખેંચ્યું હતું. બાકીના કુસ્તીબાજોની ફરિયાદ પર નોંધાયેલા કેસમાં કલમ 354, 354-A અને D હેઠળ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.

બ્રિજભૂષણે કુસ્તીબાજોનું કર્યું શોષણ

ભારતીય કુશ્તીના ઘણા દિગ્ગજ કુસ્તીબાજોએ ભાજપ સાંસદ અને ભારતીય કુસ્તી મહાસંઘના પ્રમુખ બ્રિજભૂષણ શરણસિંહ સામે જાતીય શોષણનો આરોપ લગાવતા તેમને હટાવવાની માંગ સાથે દિલ્હીના જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કરતા આરોપ લગાવ્યો છે કે રેસલિંગ એસોસિએશન તેમનું શોષણ કરી રહ્યું છે. આ કુસ્તીબાજોએ ભારતીય કુસ્તી સંઘના પ્રમુખ બ્રિજ ભૂષણ શરણ સિંહ પર કુસ્તી સંઘને મનસ્વી રીતે ચલાવવાનો આરોપ લગાવ્યો છે. એશિયન ગેમ્સ અને કોમનવેલ્થ ગેમ્સમાં ભારત માટે ઘણા મેડલ જીતનારી મહિલા રેસલર વિનેશ ફોગાટે રેસલિંગ ફેડરેશનના પ્રમુખ બ્રિજ ભૂષણ સિંહ પર અનેક યુવતીઓનું યૌન ઉત્પીડન કરવાનો આરોપ લગાવ્યો છે. વિનેશે કહ્યું, “ભારતીય રેસલિંગ ફેડરેશનના પ્રમુખે ઘણી છોકરીઓને યૌન ઉત્પીડન કર્યું છે. તેણે કહ્યું તેઓ અમારા અંગત જીવનમાં હસ્તક્ષેપ કરે છે અને અમને પરેશાન કરે છે. તેઓ અમારું શોષણ કરે છે. જ્યારે અમે ઓલિમ્પિક રમવા જઈએ છીએ, ત્યારે અમારી પાસે ન તો કોઈ ફિઝિયો હોય છે કે ન કોઈ કોચ. જ્યારે અમે અમારો અવાજ ઉઠાવ્યો ત્યારે તેઓએ અમને ધમકાવવાનું શરૂ કર્યું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


 

આ પણ વાંચો:Britain News in Gujarati/બ્રિટનમાં સામાન્ય ચૂંટણીમાં PM ઋષિ સુનકની પાર્ટીને હાર અને વિપક્ષની જીતની સંભાવના, સર્વેમાં થયો ખુલાસો

આ પણ વાંચો: Abudhabi Hindu Temple/અબુ ધાબીના હિન્દુ મંદિરનો રેકોર્ડ, 1 મહિનામાં 3 લાખથી વધુ ભક્તોએ લીધી મુલાકાત