છત્તીસગઢના બીજાપુર જિલ્લાના પામેડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સોમવારે સવારે નકસલવાદીઓ અને સીઆરપીએફ કોબરા 204 બટાલિયનના જવાનો વચ્ચે મુકાબલો થયો હતો. આ દરમિયાન એક નક્સલવાદી માર્યો ગયો હતો જ્યારે 2 સૈનિકો માર્યા ગયા હતા. આ એન્કાઉન્ટરમાં સીઆરપીએફ કમાન્ડન્ટ સહિત બે જવાનો પણ ઘાયલ થયા છે. એન્કાઉન્ટર હજુ પણ ચાલુ છે.
હકીકતમાં, સીઆરપીએફ કોબરા બટાલિયનના જવાનો આ વિસ્તારમાં નક્સલીઓની હાજરીની બાતમી પર તિપાપુરામ કેમ્પથી પામેડ વિસ્તાર તરફ સર્ચિગ પર નીકળ્યા હતા. તે દરમિયાન ઇરાપલ્લીના જંગલોમાં નક્સલવાદીઓએ હુમલો કર્યો. ઇજાગ્રસ્ત સૈનિકોની મદદ માટે સૈનિકોની એક ટીમ ઘટના સ્થળે મોકલવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.