Not Set/ ટીના અંબાણીનો પુત્ર લગ્નમાં એટલો ઉત્સાહમાં આવી ગયો કે બધાની સામે જ દુલ્હનને ઊંચકી ડાન્સ કરવા લાગ્યો, જુવો વીડિયો 

અનિલ અંબાણી અને ટીના અંબાણીના મોટા પુત્ર જય અનમોલ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. ટીના અંબાણીના પુત્ર જય અનમોલ અંબાણીના લગ્ન 20 ફેબ્રુઆરી, રવિવારે ગર્લફ્રેન્ડ ક્રિશા શાહ સાથે યોજાયા છે.

Top Stories India
અનિલ અંબાણી અને ટીના અંબાણીના મોટા પુત્ર જય અનમોલ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. ટીના અંબાણીના પુત્ર જય અનમોલ અંબાણીના લગ્ન 20 ફેબ્રુઆરી, રવિવારે ગર્લફ્રેન્ડ ક્રિશા શાહ સાથે થવાના છે.

અનિલ અંબાણી અને ટીના અંબાણીના મોટા પુત્ર જય અનમોલ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. ટીના અંબાણીના પુત્ર જય અનમોલ અંબાણીના લગ્ન 20 ફેબ્રુઆરી, રવિવારે ગર્લફ્રેન્ડ ક્રિશા શાહ સાથે છે. આ પહેલા શનિવારે કપલની મહેંદી અને ચૂડા સેરેમની થઈ હતી, જેના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. એક વીડિયોમાં જય અનમોલ તેની માતા ટીના અંબાણીની સામે કન્યા ક્રિશાને ખોળામાં લઈને ડાન્સ કરતો જોવા મળે છે.

અંબાણીના પુત્ર જય અનમોલે દુલ્હન ક્રિષાને ખોળામાં લેતા જ ત્યાં હાજર લોકોએ તાળીઓથી વધાવી લીધી હતી. તે જ સમયે, જય અનમોલની માતા ટીના અંબાણીએ પુત્રવધૂને પુત્ર તરફથી યોગ્ય રીતે સંભાળવાનો સંકેત આપ્યો હતો. આ દરમિયાન જય અનમોલ અને ક્રિશા બંને હસતા જોવા મળે છે.

Instagram will load in the frontend.

 

ટીના અંબાણીના પુત્ર અમોલના લગ્નના પ્રી-વેડિંગ ફંક્શનમાં બોલિવૂડ સેલેબ્સથી લઈને રાજકીય હસ્તીઓએ પણ હાજરી આપી હતી. આ પ્રસંગે કરીના કપૂરની કાકી રીમા જૈન, એનસીપી પ્રમુખ શરદ પવારની પુત્રી સુપ્રિયા સુલે ઉપરાંત જયા બચ્ચન અને તેમની પુત્રી શ્વેતા બચ્ચન પણ જોવા મળી હતી. તમને જણાવી દઈએ કે અંબાણીની વહુ ક્રિશા શાહ લવનોટફિયર નામનું માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ અભિયાન ચલાવી રહી છે, જે કોરોના પછીના માનસિક ફેરફારો પર આધારિત છે. તે Dysco નામની સંસ્થાની નિર્માતા અને સ્થાપક પણ છે.

ડિસેમ્બર 2021માં સગાઈ:
જય અનમોલ અને ક્રિશા શાહે 12 ડિસેમ્બરે જય અનમોલના જન્મદિવસ નિમિત્તે સગાઈ કરી હતી. તેમની સગાઈની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર સામે આવી છે. ત્યારથી લોકો અંબાણીના પુત્રના લગ્નની રાહ જોઈ રહ્યા હતા. જણાવી દઈએ કે ક્રિશા શાહે લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિકસમાંથી સોશિયલ પોલિસી એન્ડ ડેવલપમેન્ટમાં માસ્ટર્સ ડિગ્રી લીધી છે. આ ઉપરાંત તેમણે યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયામાંથી પોલિટિકલ ઈકોનોમીમાં સ્નાતકની ડિગ્રી પણ મેળવી છે.

TRAI Report / મુકેશ અંબાણીના Jioએ ડિસેમ્બરમાં પ્રતિદિન ગુમાવ્યા 4 લાખ ગ્રાહકો, આ છે સૌથી મોટું કારણ

Dysco / યુકેની નોકરી છોડી ક્રિશા શાહે ખોલી પોતાની કંપની, જાણો ટીના અંબાણીની વહુ શું કામ કરે છે