Not Set/ રાજ્યસભામાં 100 નો આંકડો પાર કરવામાં NDA સફળ

8 રાજ્યોની 19 બેઠકો પર યોજાયેલી રાજ્યસભાની ચૂંટણીમાં આઠ બેઠકો પર જીત મેળવીને, ભાજપે ઉપલા ગૃહમાં પહેલા કરતા વધુ સ્થાન મજબૂત બનાવ્યું છે. ભાજપે આ પહેલા ત્રણ બેઠકો જીતી લીધી છે. પૂર્વ કેન્દ્રીય પ્રધાન અને ભાજપનાં નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા, કોંગ્રેસનાં દિગ્વિજય સિંહ અને ઝારખંડનાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન શિબુ સોરેન રાજ્યસભાની ચૂંટણીઓ જીતી ચૂકેલા નેતાઓમાં સામેલ […]

India
3011d582a74f09aea076de4edf4913c6 3 રાજ્યસભામાં 100 નો આંકડો પાર કરવામાં NDA સફળ

8 રાજ્યોની 19 બેઠકો પર યોજાયેલી રાજ્યસભાની ચૂંટણીમાં આઠ બેઠકો પર જીત મેળવીને, ભાજપે ઉપલા ગૃહમાં પહેલા કરતા વધુ સ્થાન મજબૂત બનાવ્યું છે. ભાજપે આ પહેલા ત્રણ બેઠકો જીતી લીધી છે. પૂર્વ કેન્દ્રીય પ્રધાન અને ભાજપનાં નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા, કોંગ્રેસનાં દિગ્વિજય સિંહ અને ઝારખંડનાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન શિબુ સોરેન રાજ્યસભાની ચૂંટણીઓ જીતી ચૂકેલા નેતાઓમાં સામેલ છે. જોકે, ગુજરાત અને મણિપુરમાં મતગણતરી થોડો વિલંબ સાથે શરૂ થઈ હતી.

રાજ્યસભામાં ભાજપનાં નેતૃત્વ હેઠળનાં એનડીએ પાસે 90 બેઠકો છે, જે વધીને 101 થઈ ગઈ છે. 245 બેઠકોનાં ઉચ્ચ ગૃહમાં બહુમતી આંકડો 123 છે. આ પહેલીવાર છે જ્યારે એનડીએ રાજ્યસભાનાં સાંસદોની સંખ્યા 100 ને વટાવી ગઈ છે. જેમાં એકલા ભાજપનાં 86 સાંસદ છે. કોંગ્રેસની આગેવાની હેઠળની યુપીએ પાસે હાલમાં 65 બેઠકો છે. જો રાજ્યસભામાં એનડીએ પાસે બીજુ જનતા દળ (બીજેડી), એઆઈએડીએમકે અને વાયએસઆર કોંગ્રેસ જેવા પક્ષોનું સમર્થન છે, તો તેને સરળતાથી બહુમતીનો આંકડો મળી જશે. વળી, લોકસભામાં એનડીએને સંપૂર્ણ બહુમતી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.