Not Set/ મોનસૂનની ધમાકેદાર એન્ટ્રી સાથે માયાનગરી બની જળબંબાકાર, BMC એલર્ટ પર

મુંબઈ, આર્થિક રાજધાની મુંબઈમાં મોનસૂનનો પ્રારંભ તોફાની વરસાદ સાથે થયો છે. વરસાદના કારણે મુંબઈના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. એક બાજુ ભારે વરસાદના માયાનગરીના લોકોને ગરમીમાંથી રાહત મળી છે તો બીજી બાજુ પાણી ભરાવવાના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. Maharashtra: Heavy rain lashes #Mumbai leaving streets water-logged […]

Top Stories India Trending
DfEb28cU0AAjN2T મોનસૂનની ધમાકેદાર એન્ટ્રી સાથે માયાનગરી બની જળબંબાકાર, BMC એલર્ટ પર

મુંબઈ,

આર્થિક રાજધાની મુંબઈમાં મોનસૂનનો પ્રારંભ તોફાની વરસાદ સાથે થયો છે. વરસાદના કારણે મુંબઈના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. એક બાજુ ભારે વરસાદના માયાનગરીના લોકોને ગરમીમાંથી રાહત મળી છે તો બીજી બાજુ પાણી ભરાવવાના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

વરસાદના કારણે કેટલાક વિસ્તારોની રસ્તાઓ પર ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવ્યા છે તેમજ વિમાન સેવા પર વરસાદની અસર જોવા મળી રહી છે. જયારે મુંબઈની લાઈફલાઈન કહેવાતી લોકલ ટ્રેન પર પણ વરસાદની અસર પડી છે. ભારે વરસાદના કારણે લોકલ ટ્રેન ૨૦ મિનિટ સુધી લેટ ચાલી રહી છે.

rain 04 060718081539 મોનસૂનની ધમાકેદાર એન્ટ્રી સાથે માયાનગરી બની જળબંબાકાર, BMC એલર્ટ પર

બીજી બાજુ હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા ભારે વરસાદના એલર્ટ બાદ બૃહદ મુંબઈ મહાનગરપાલિકા (BMC) દ્વારા અધિકારીઓની રજા પણ રદ્દ કરી દેવામાં આવી છે.

મોનસૂનની ધમાકેદાર એન્ટ્રી સાથે માયાનગરી બની જળબંબાકાર, BMC એલર્ટ પર

અત્રે ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગ દ્વારા ૯ થી ૧૧ જૂન વચ્ચે મુંબઈમાં ભારે વરસાદની આગાહી કરી હતી, પરંતુ આ પહેલા મોનસૂને એન્ટ્રી કરી છે.

હવામાન વિભાગ દ્વારા જણાવ્યા અનુસાર, ૬-૭ જૂનમાં માયાનગરીના કોલાબામાં ૩.૮ મિમી વરસાદ, સાંતાક્રુઝમાં ૧૮.૮ મિમી વરસાદ નોધાયો છે. ભારે વરસાદના કારણે દાદર, પરેલ, કફ પરેડ, બાંદ્રા, બોરીવલી અને અંધેરીમાં રસ્તાઓ પર પાણી ભરાયા છે.

ભારે વરસાદના એલર્ટને જોતા આ દરમિયાન કોઈ પણ સમસ્યા સામે નિપટવા માટે સબંધિત અધિકારીઓને આદેશ આપવામાં આવ્યા છે તેમજ BMC દ્વારા NDRF (નેશનલ ડિઝાસ્ટર રીવ્યુ ફોર્સ)ની ત્રણ ટૂકડીઓને પણ તૈયાર રહેવા માટે જણાવવામાં આવ્યું છે.