દાવો/ ભારતમાં બનેલી કોરોનાની નેઝલ રસી બાળકો માટે રહેશે ‘ગેમ ચેન્જર’ : WHOનાં વૈજ્ઞાનિકનો સૌથી મોટો દાવો 

ભારતમાં હાલ કોરોનાની બીજી લહેર ચાલી રહી છે. ત્યારે આ તમામની વચ્ચે એવી આશંકા છેવાઈ રહી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે, કોરોનાની આગામી લહેર બાળકોને ટાર્ગેટ કરશે. જણાવી દઈએ કે,

Top Stories World
saumya swamitnathn ભારતમાં બનેલી કોરોનાની નેઝલ રસી બાળકો માટે રહેશે ‘ગેમ ચેન્જર’ : WHOનાં વૈજ્ઞાનિકનો સૌથી મોટો દાવો 

ભારતમાં હાલ કોરોનાની બીજી લહેર ચાલી રહી છે. ત્યારે આ તમામની વચ્ચે એવી આશંકા છેવાઈ રહી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે, કોરોનાની આગામી લહેર બાળકોને ટાર્ગેટ કરશે. જણાવી દઈએ કે, દુનિયામાં 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને હાલ કોરોના વેક્સિન લગાવામાં આવતી નથી. એટલુ જ નહીં ભારતમાં 18થી ઓછી ઉંમરના બાળકોને એક પણ વેક્સિન માટેની તૈયારી બતાવી નથી. ત્યારે હવે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના ચીફ સાઈંટિસ્ટ સૌમ્યા સ્વામીનાથને કહ્યુ છે કે, કોરોનાની નેઝલ વેક્સિન બાળકો માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. આ રીતે વેક્સિન નાક દ્વારા આપી શકાય. કહેવાય છે કે, આ ઈંજેક્શન વાળી વેક્સિનની સરખામણીએ વધારે અસરકાર છે. સાથે જ તેને લેવી પણ ખૂબ સરળ છે.

એક અહેવાલમાં સૌમ્ય સ્વામિનાથને જણાવ્યું હતું કે કે વધુમાં વધુ ટીચર્સને વેક્સિન લગાવવાની જરૂરત છે. સાથે જ તેમણે કહ્યું કે બાળકોને ત્યારે જ શાળાએ મોકલવું જોઈએ જયારે કમ્યુનિટી ટ્રાન્સમિશનનો ખતરો ઓછો હોય. સ્વામિનાથને આગળ કહ્યું, ‘ભારતમાં બનેલ નેઝલ વેક્સિન બાળકો માટે ગેમ ચેન્જર સાબિત થઇ શકે છે. આ બાળકોમાં લગાવવી સરળ હશે. સાથે જ રેસ્પીરેટરી ટ્રેકમાં ઇમ્યુનીટી વધારશે.’

ભારત બાયોટેક કરી રહી છે ટ્રાયલ

હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેક કંપનીએ નેઝલ વેક્સિનનું ટ્રાયલ શરુ કરી દીધું છે. આ વેક્સિન દ્વારા નાક દ્વારા ડોઝ લઇ શકાય છે, જે કોરોનાને મ્હાત આપવા કારગર સાબિત થઇ શકે છે. કંપની મુજબ, નેઝલ સ્પ્રેના માત્ર બે ટીપાની જ જરૂરત પડશે. નાકના બંને છંદોમાં બે-બે ટીપા નાખવામાં આવશે. ક્લિનિકલ ટ્રાયલ્સ રજિસ્ટ્રી અનિસાર, 175 લોકોને નેઝલ વેક્સિન આપવામાં આવી છે. આ ત્રણ ગ્રુપમાં વહેંચવામાં આવી છે. પહેલા અને બીજા ગ્રુપમાં 70 વોલેન્ટિયર રાખવામાં આવ્યા છે અને ત્રીજા ટ્રાયલમાં 35. ટ્રાયલના પરિણામ હજુ આવ્યા નથી.

sago str 22 ભારતમાં બનેલી કોરોનાની નેઝલ રસી બાળકો માટે રહેશે ‘ગેમ ચેન્જર’ : WHOનાં વૈજ્ઞાનિકનો સૌથી મોટો દાવો