સંબોધન/ અટકળોનો આવ્યો અંત..! કર્ફ્યુંને લઈને CM રૂપાણીએ કહ્યું,-આવતી કાલથી માત્ર રાત્રી કર્ફ્યું….

રંતુ રાજ્યના મુખ્યમંત્રીએ તમામ અટકળોનો અંત લાવી ને જાહેરાત કરી છે કે, અમદાવાદમાં દિવસે કર્ફ્યુ નહિ લાગે. જયારે ચારેય મહાનગરોમાં રાત્રી કર્ફ્યુ યથાવત  રહેશે. 

Top Stories Gujarat Others
nitin patel 38 અટકળોનો આવ્યો અંત..! કર્ફ્યુંને લઈને CM રૂપાણીએ કહ્યું,-આવતી કાલથી માત્ર રાત્રી કર્ફ્યું....

ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસે માઝા મૂકી છે. રાજ્યમાં દિવાળી બાદ કોરોના બોમ્બ ફૂટ્યો છે. જેને પગલે રાજ્ય સરકાર ફરી એકવાર સખ્ત પગલા ભરવા માટે હરકતમાં આવી છે. અને ગુજરાતના ચાર મહાનગરોમાં રાત્રી કર્ફ્યું નાખ્યો છે. જયારે અમદાવાદમાં સતત ૫૭ કલાકનો કર્ફ્યું નાખ્યો છે.

અમદાવાદમાં નાખેલા સતત ૫૭ કલાકના કર્ફ્યું આવતી કાલે સવારે ૬ વાગ્યે પૂર્ણ થઇ રહ્યો છે. ત્યારે અમદાવાદવાસીઓમાં ચિંતા હતી કે અ કર્ફ્યુની મુદત લંબાઈ શકે છે. પરંતુ રાજ્યના મુખ્યમંત્રીએ તમામ અટકળોનો અંત લાવી ને જાહેરાત કરી છે કે, અમદાવાદમાં દિવસે કર્ફ્યુ નહિ લાગે. જયારે ચારેય મહાનગરોમાં રાત્રી કર્ફ્યુ યથાવત  રહેશે.

વધુમાં તેમને જણાવ્યું હતું કે, અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરતમાં હવે ફક્ત નાઈટ કર્ફ્યૂ જ લાગૂ રહેશે, દિવસના કર્ફ્યૂમાંથી જનતાને મુક્તિ આપવામાં આવી છે.તો રાજ્યમાં કોરોનાને સંક્રમણને ધ્યાને રાખતા હવે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું ખાસ પાલન કરવું પડશે.