આધાર-પાન કાર્ડ લીંક કરાવવાની આજે એટલે કે 30 જુન 2018ના રોજ સમયસીમા ખતમ થઇ રહી છે. સરકારે બેંક એકાઉન્ટ, મોબાઈલ નંબર, પાન વગેરેને આધાર સાથે લીંક કરાવવાનું અનિવાર્ય કરી દીધું છે. સુપ્રીમ કોર્ટે આધાર સાથે વિભિન્ન સેવાઓ લીંક કરાવવાની ડેડલાઈન 31 માર્ચથી વધારવાનો આદેશ આપ્યો હતો. ત્યારે કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડે(સીબીડીટી) ડેડલાઈન વધારીને 30 જુન કરવાનો આદેશ આપ્યો હતો.
સરકારે ઇન્કમ ટેક્સ રીટર્ન ફાઈલ કરવા માટે અને નવું પાન કાર્ડ લેવા માટે આધાર નંબર ફરજીયાત કરી દીધો છે. આધારને પાન સાથે લીંક કરાવવાની ડેડલાઈન ચાર વાર વધારાઈ ગઈ છે. જોકે, ખબર લખવા સુધી નવી ડેડલાઈનનો કોઈ નવો નિર્દેશ આવ્યો નથી.
ઇન્કમ ટેક્સ રીટર્ન ફાઈલ કરવા માટે વિભાગની વેબસાઈટમાં લોગ-ઇન આઈડી, પાસવર્ડ અને ડેટ ઓફ બર્થ ભરો.
જો તમે પહેલી વાર ઇન્કમ રીટર્ન ઓનલાઈન ફાઈલ કરી રહ્યા છો, તો રજીસ્ટર નાવ પર ક્લિક કરો અને બધી જાણકારીઓ ભરો.
લોગ-ઇન કરતા જ એક પોપ-અપ વિન્ડો ખુલશે જેમાં આધાર લીંક કરવાનો ઓપ્શન હશે. તમે પ્રોફાઈલ સેટિંગમાં જઈને પણ આધાર લીંક કરી શકો છો.
વિન્ડોમાં નામ, ડેટ ઓફ બર્થ, જેન્ડર જેવી જાણકારીઓ ભરવી પડશે.
સ્ક્રીન પર દેખાતી જાણકારીઓ આપના આધારની જાણકારીઓ સાથે વેરીફાઈ કરો.
બધી ડીટેઈલ્સ મેચ થાય છે તો પોતાનો આધાર નંબર નાખીને લીંક નાવ ક્લિક કરો.
બધી જાણકારીઓ સાચી ભરી હશે તો એની જાણકારી સ્ક્રીન પર આવી જશે.