Fire in Delhi textile shop/ દિલ્હીમાં કપડાની દુકાનમાં લાગી ભીષણ આગ, લાખોનો સામાન બળીને થઈ ગયો રાખ

ઉત્તર-પૂર્વ દિલ્હીના શાહદરા વિસ્તારમાં રવિવારે સાંજે એક કપડાની દુકાનમાં આગ લાગી હતી. જેમાં લાખોની કિંમતનો સામાન બળીને રાખ થઈ ગયો હતો.

Top Stories India
YouTube Thumbnail 2024 01 15T110824.703 દિલ્હીમાં કપડાની દુકાનમાં લાગી ભીષણ આગ, લાખોનો સામાન બળીને થઈ ગયો રાખ

ઉત્તર-પૂર્વ દિલ્હીના શાહદરા વિસ્તારમાં રવિવારે સાંજે એક કપડાની દુકાનમાં આગ લાગી હતી. જેમાં લાખોની કિંમતનો સામાન બળીને રાખ થઈ ગયો હતો. દિલ્હી ફાયર સર્વિસ ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ જણાવ્યું કે આગની ઘટનામાં કોઈ જાનહાનિની ​​કોઈ માહિતી નથી.

તેમણે કહ્યું કે તેમને શાહદરાના ગાંધી નગર વિસ્તારમાં એક દુકાનમાં રાત્રે 9.05 વાગ્યે આગ લાગવાની માહિતી મળી હતી, ત્યારબાદ આઠ ફાયર ટેન્ડરને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા. DFSના એક અધિકારીએ કહ્યું, ‘ફાયરમેનોએ ઘણી મહેનત બાદ આગને કાબુમાં લીધી. સદ્દનસીબ વાત એ છે કે આગની આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

દુકાન માલિક સાત વાગ્યે ઘરે પરત ફર્યા

કપડાની દુકાનના માલિક મુકેશ જૈને જણાવ્યું કે તેઓ સાંજે સાત વાગ્યે દુકાન બંધ કરીને ઘરે પરત ફર્યા હતા. જૈને કહ્યું, “મને રાત્રે લગભગ 8.45 વાગ્યે આગની માહિતી મળી અને મેં તરત જ પોલીસ અને ફાયર વિભાગને જાણ કરી.” તેમણે કહ્યું કે આ ઘટનામાં લાખો રૂપિયાનો સામાન બળીને રાખ થઈ ગયો છે.

ગાંધીનગર માર્કેટમાં આગ

બીજી તરફ પૂર્વ દિલ્હીના ગાંધીનગર માર્કેટમાં એક દુકાનમાં આગ લાગી હતી. ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. અકસ્માતમાં કેટલું નુકસાન થયું છે તે હજુ સ્પષ્ટ થયું નથી. માર્કેટમાં આગ કેવી રીતે લાગી તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:Gandhinagar/ગાંધીનગર LCBની ટીમે દારૂનો જથ્થો ઝડપ્યો, હેરાફેરી માટે અજમાવી ગજબની તરકીબ

આ પણ વાંચો:Uttarayan celebration/કષ્ટભંજન હનુમાનજીને ઉત્તરાયણ તહેવાર નિમિત્તે પતંગોથી શણગારવામાં આવ્યા

આ પણ વાંચો:હળવદ શહેરમાં મકરસંક્રાતિ નિમિત્તે બાળકોને પતંગ, ફિરકીનું વિતરણ કરાયું