ભાવનગર/ કુદરતના મારથી ઓછા ઉત્પાદનને કારણે,ડુંગળીના સારા ભાવ મળવા છતા ખેડૂતોની હાલત કફોડી

ડુંગળી ની નવી સિઝન શરૂ થવાની સાથે જ ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની આવક પણ શરૂ થઈ હતી. ખેડૂતો પોતાની ડુંગળી માર્કેટિંગ યાર્ડ ખાતે વેચાણ માટે લઈને પહોંચ્યા હતા.

Gujarat
Untitled 60 1 કુદરતના મારથી ઓછા ઉત્પાદનને કારણે,ડુંગળીના સારા ભાવ મળવા છતા ખેડૂતોની હાલત કફોડી

ભાવનગર માર્કેટિંગ યાર્ડ ખાતે ડુંગળી ની નવી સીઝનનો પ્રારંભ થવાની સાથે જ ડુંગળીના ભાવ પણ સારા મળી રહ્યા છે. પરંતુ ડુંગળીના સારા ભાવ મળવા છતાં ખેડૂતોને નુકસાની જતી હોવા અંગે ખેડૂતો દ્વારા જણાવવામાં આવ્યું હતું. સારા ભાવ હોવા છતાં કુદરતી આપત્તિઓ ને લઈને ખેડૂતોને માત્ર 50 ટકા ડુંગળીનું ઉત્પાદન થયું હોવાને લઈને ખેડૂતોને નુકસાની ગઈ હોવાનું ખેડૂતો દ્વારા જણાવ્યું હતું.

ડુંગળી ની નવી સિઝન શરૂ થવાની સાથે જ ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની આવક પણ શરૂ થઈ હતી. ખેડૂતો પોતાની ડુંગળી માર્કેટિંગ યાર્ડ ખાતે વેચાણ માટે લઈને પહોંચ્યા હતા. અત્યારે ડુંગળી નો ભાવ રૂપિયા 150 થી લઈને 550 સુધી ખેડૂતોને મળી રહ્યો છે. ભાવનગર માર્કેટિંગ યાર્ડ ખાતે ડુંગળીના સારા ભાવ મળતા હોવા છતાં ખેડૂતોને ડુંગળીમાં નુકસાની ગઈ હોવાનું ખેડૂતો દ્વારા જણાવ્યું હતું. ખેડૂતોને એક વીઘામાં રૂપિયા 14 સો ના ભાવનું મોંઘુ બિયારણ લાવવામાં આવે છે. અને ત્યારબાદ ખાતર, મજુરી અને પાક તૈયાર થયા બાદ માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચાડવાના ભાડા સહિતમાં ખેડૂતોને મોટો ખર્ચ લાગે છે.

આ પણ  વાંચો:UP Election / BSP એ UP ચૂંટણીનાં બીજા તબક્કા માટે 51 ઉમેદવારોની યાદી બહાર પાડી

જેની સામે ડુંગળીના ભાવ સારા હોય છે પણ ઉત્પાદન ખૂબ જ ઓછું છે. માર્કેટિંગ યાર્ડ ખાતે ડુંગળી લઈને આવતા ખેડૂતો દ્વારા જણાવ્યું હતું કે વર્ષે સીઝનમાં 100 ગુણી ડુંગળીનું ઉત્પાદન થાય છે જેના બદલે વાવાઝોડું, માવઠું અને અતિ વરસાદને લઈને ખેડૂતોને માત્ર ૪૦ થી ૫૦ ગુણી ડુંગળી ડુંગળીનું ઉત્પાદન થયું છે. અને ગયા વર્ષે ડુંગળીના ભાવ 1000 રૂપિયા સુધી પહોંચ્યા હતા.જેના બદલે આ વર્ષે શરૂઆતથી વધુમાં વધુ સારી ક્વોલિટીની ડુંગળીના 550 રૂપિયા સુધી ભાવ આવી રહ્યા છે. જ્યારે ખેડૂતોને ડુંગળી પકાવવામાં મોંઘાદાટ બિયારણ અને ખાતર, મજુરી યથાવત ચૂકવવાની રહે છે. જેની સામે ખેડૂતો નું ઉત્પાદન ઘટતા હાલના સમયે ડુંગળીનો ભાવ સારો આવવા છતાં ખેડૂતોને તો નુકસાની જ ગઈ હોવાનું ખેડૂતો દ્વારા જણાવ્યું હતું.

માર્કેટિંગ યાર્ડ ખાતે ડુંગળીના સારા ભાવો આવી રહ્યા હોવાને લઈને વેપારી એસોસીએશન ના પ્રમુખ દ્વારા માહિતી આપતા જણાવ્યું હતું કે દર વર્ષની તુલનામાં આ વર્ષે માર્કેટિંગ યાર્ડ ખાતે ડુંગળી ની સિઝન શરૂ થવા છતાં પૂરતા પ્રમાણમાં ડુંગળીનો જથ્થો ખેડૂતો દ્વારા લાવવામાં આવ્યો નથી. જેની પાછળનું કારણ ભાવનગર શહેર-જિલ્લામાં વારંવાર થતી કુદરતી આપત્તિઓ ને લઈને ખેડૂતોને ખૂબ જ નુકશાની પહોંચી છે. સિઝનની શરૂઆત સાથે ખેડૂતોને જે ભાવ મળે છે. આ વર્ષે પણ ખેડૂતોને તે જ ભાવ મળી રહ્યા છે. પરંતુ તેની સામે ખેડૂતોને ઉત્પાદન ઓછું થવાને લઈને ખૂબ જ મોટી નુકસાની ભોગવવી પડે છે. ભાવનગર માર્કેટિંગ યાર્ડ ખાતે થી છેલ્લા ચાર દિવસથી દરરોજની 20 થી 25 હજાર ગુણી ડુંગળીની આવક થઈ રહી છે. એટલે કહી શકાય કે ડુંગળી ની માંગ યથાવત્ છે. પરંતુ ખેડૂતોને પ્રમાણમાં ઉત્પાદન ઓછું હોવાને લઈને ડુંગળીની આવક ઓછી જોવા મળી રહી છે.

આ પણ વાંચો:Bollywood / લોકો મારા માટે રસપ્રદ અને પડકારરૂપ ભૂમિકાઓ લખી રહ્યા છે!: શેફાલી શાહ