Not Set/ હાર્દિક પટેલનું જેલ સાથેનું ચલકચલાણું પૂરું, જામીન પર મુક્ત

હાર્દિક પટેલની મુશ્કેલીમાં વધારો થયો છે. ગઈ કાલે ગુરુવારના રોજ હાર્દિક પટેલ રાજદ્રોહના કેસમાં જેલમાંથી છુટ્યો એવો તુરંત જ બહાર નીકળતાની સાથે જ માણસા પોલીસે તેની ધરપકડ કરી હતી. માણસામાં થયેલી જાહેરનામા ભંગની ફરિયાદને લઈ પોલીસે તેની ધરપકડ કરી હતી. જેમાં તેણે જાહેરનામાનો ભંગ કર્યો હોવાનો આક્ષેપ છે. કોંગ્રેસના નેતાને બુધવારે સ્થાનિક અદાલતે જામીન આપ્યા […]

Top Stories Gujarat Others
હાર્દિક પટેલ હાર્દિક પટેલનું જેલ સાથેનું ચલકચલાણું પૂરું, જામીન પર મુક્ત

હાર્દિક પટેલની મુશ્કેલીમાં વધારો થયો છે. ગઈ કાલે ગુરુવારના રોજ હાર્દિક પટેલ રાજદ્રોહના કેસમાં જેલમાંથી છુટ્યો એવો તુરંત જ બહાર નીકળતાની સાથે જ માણસા પોલીસે તેની ધરપકડ કરી હતી. માણસામાં થયેલી જાહેરનામા ભંગની ફરિયાદને લઈ પોલીસે તેની ધરપકડ કરી હતી.

જેમાં તેણે જાહેરનામાનો ભંગ કર્યો હોવાનો આક્ષેપ છે. કોંગ્રેસના નેતાને બુધવારે સ્થાનિક અદાલતે જામીન આપ્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે, હાર્દિક પટેલને ગાંધીનગર ડિસ્ટ્રિક્ટ પોલીસે 2017માં પરવાનગી વગર રેલી કરવા બદલ ધરપકડ કરી હતી.

હાર્દિક પટેલની  પાટણ જિલ્લાની સિધ્ધપુર પોલીસે ધરપકડ કરી હતી. તેની સામે સિધ્ધપુરમાં ચૂંટણીમાં મંજૂરી વગર સભા કરવા બદલ ધરપકડ કરાઈ છે. માણસા કોર્ટમાંથી જામીન પર છૂટકારો થતાં કોર્ટ પટ્ટાગણમાં જ સિધ્ધપુર પોલીસે હાર્દિક પટેલની ધરપકડ કરી હતી. હાર્દિક પટેલને  સિદ્ધાપુરની સિવિલ કોર્ટમાં હાજર કરાયો હતો. 15 હજાર દંડ સાથે જામીન પર હાર્દિક પટેલને મુક્ત કરાયો છે. કોર્ટે જણાવ્યુ કે હાર્દિક પટેલને નિયમિત કોર્ટમાં હાજર રહેવા ફરમાન કર્યું છે.

ઉલ્લેખનિય છે કે, હાર્દિક પટેલને જામીનના ચાર દિવસ પહેલા 2015ના એક રાજદ્રોહના કેસમાં નીચલી અદાલતમાં હાજર ન થવાના કારણે ધરપકડ કરવામાં આવી હતી. આ મુદ્દે આજે અમદાવાદ સેશન્સ કોર્ટમાં હાર્દિકની મુદ્દત હતી. જેમાં કોર્ટે આ કેસની આગામી સુનાવણી 1 ફેબ્રુઆરી એ હાથ ધરાશે. પરંતુ હાલ માં તો હાર્દિક પટેલ માટે આનંદો છે, તેમને તમામ કેસમાં જમીન પર મુક્તિ મળી ગઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે… 

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન