Not Set/ પાકિસ્તાનની વધુ એક નાપાક હરકત, ભારતીય જળસીમામાં બોટ પર કરાયું ફાયરિંગ

પાકિસ્તાનની વધુ એક નાપાક હરકત સામે આવી છે. ભારતીય જળસીમામાં ઘુસી માછીમારો ઉપર  ફાયરિંગ કરવાની ઘટના સામે આવી છે. પોરબંદર દરિયમાં મધરાતે આંતરરાષ્ટ્રીય જળ સીમાએ પાકિસ્તાન દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું. દરિયાઇ વિસ્તારમાં પાકિસ્તાન મરીન સિક્યોરિટી એજન્સી દ્વારા આ નાપાક હરકત કરવામાં આવી હતી. જેમાં એક ખલાસીને ગોળી વાગી હોવાની વિગતો સામે આવી છે. મળતી માહિતી […]

Gujarat Others
9044517308c2c19fae6e40e12ff7fd09 પાકિસ્તાનની વધુ એક નાપાક હરકત, ભારતીય જળસીમામાં બોટ પર કરાયું ફાયરિંગ

પાકિસ્તાનની વધુ એક નાપાક હરકત સામે આવી છે. ભારતીય જળસીમામાં ઘુસી માછીમારો ઉપર  ફાયરિંગ કરવાની ઘટના સામે આવી છે. પોરબંદર દરિયમાં મધરાતે આંતરરાષ્ટ્રીય જળ સીમાએ પાકિસ્તાન દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું. દરિયાઇ વિસ્તારમાં પાકિસ્તાન મરીન સિક્યોરિટી એજન્સી દ્વારા આ નાપાક હરકત કરવામાં આવી હતી. જેમાં એક ખલાસીને ગોળી વાગી હોવાની વિગતો સામે આવી છે.

મળતી માહિતી અનુસાર, માછીમારીની સિઝન તાજેતરમાં શરૂ થઈ હોવાથી ગુજરાતના માછીમારો હાલ દરિયામાં માછીમારી કરી રહ્યાં છે. પોરબંદરની એક માછીમાર બોટ દરિયામાં માછીમારી કરી રહી હતી. દરમિયાન પાકિસ્તાન મરીન સિક્યુરિટી એજન્સીના જવાનો ભારતીય સીમામાં ઘુસી આવ્યાં હતા. બીજી તરફ ભારતીય માછીમારો કંઈ પણ સમજે તે પહેલા જ પાકિસ્તાન સિક્યુરીટી એજન્સીના જવાનોએ બોટ ઉપર ગોળીબાર કર્યો હતો. જેમાં એક ખલાસી ઘાયલ થયો હોવાનું જાણવા મળે છે. પાકિસ્તાન મરીન સિક્યુરિટી એજન્સી દ્વારા કરવામાં આવેલા ગોળીબારની ઘટનાને પગલે માછીમારો અને તેમના પરિવારજનોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે.

આ પહેલા પણપાકિસ્તાન દ્વારા ફાયરિંગ તેમજ અપરહણની ઘટનાને અંજામ આપી ચૂક્યા છે. અનેકવાર ભારતીય માછીમારોને પકડીને બંધક બનાવી વર્ષો સુધી જેલમાં બંધ કરી દેવામાં આવે છે. પાકિસ્તાની મરીન એજન્સીના જવાનો ભારતીય સીમામાં ઘૂસીને પણ માછીમારોને પકડતા હતા. તેઓ માછીમારોને બંધક બનાવીને વર્ષો સુધી પાકિસ્તાનની જેલમાં રાખે છે. ત્યારે હવે ફરીથી માછીમારીની સીઝન શરૂ થઈ છે. માછીમારીની સિઝન શરૂ થયાના પ્રારંભમાં જ તાજેતરમાં પ્રથમ છ અને બીજી વખત 10 બોટ સાથે માછીમારોના અપહરણ કરવામાં આવ્યા હોવાનો બનાવ બન્યો હતો.

 પાકિસ્તાન સિક્યુરિટી એજન્સી અવાર-નવાર ભારતીય જળસીમામાં ઘુસીને માછીમારી કરતા માછીમારોનું બોટ સાથે અપહરણ કરતી હોવાની ઘટના સામે આવે છે. હાલ પાકિસ્તાનની વિવિધ જેલમાં અનેક ભારતીય માછીમારો બંધ છે. ભારત સરકારના પ્રયાસો દ્વારા અવાર-નવાર પાકિસ્તાન દ્વારા પોતાની જેલમાં બંધ ભારતીય માછીમારોને મુક્ત કરવામાં આવે છે. જ્યારે તેમની બોટ જપ્ત કરી લેવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.