ભ્રષ્ટાચારનું ગાબડું/ ભાવનગરના નારી ગામે તળાવના ખોડાણમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ

ભાવનગર જિલ્લામાં સુજલામ સુફલામ્ યોજના અંતર્ગત જળ સંચયના અનેક કર્યો હાથ ધરવામાં આવ્યા છે, જે અંતર્ગત શહેરમાં સમાવેશ કરાયેલા નારી ગામ ખાતે મોક્ષ મંદિર નજીક આવેલા નારી ગામના જુના તળાવના બ્યુટીફિકેશન અને ઊંડું ઉતારવા માટે સુજલામ સુફલામ્ યોજના અંતર્ગત 88 લાખના ખર્ચે કામગીરી કરવામાં આવી રહી છે,

Gujarat Others Trending
Untitled 45 3 ભાવનગરના નારી ગામે તળાવના ખોડાણમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ

ભાવનગરના નારી ગામે આવેલા જુના તળાવને રૂ. 88 લાખના ખર્ચે બ્યુટીફીકેશન અને ઊંડા ઉતારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેનું કાર્ય હાલ અંતિમ તબક્કામાં ચાલી રહ્યું છે, પરંતુ ખોદકામ દરમ્યાન તળાવમાંથી નીકળતી ફળદ્રુપ માટી ખેડૂતોને વાડી ખેતરોમાં પાથરવામાં બદલે બારોબાર રોડ કામમાં અને નવી બની રહેલી GIDC માં પુરાણ માટે ઉપયોગમાં લેવામાં આવી રહી છે, જેના કારણે ખેડૂતો અને સ્થાનિકો દ્વારા આ માટીનું કોન્ટ્રાક્ટરો દ્વારા વેચાણ કરી ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યાનો આક્ષેપ કરવામા આવ્યો છે જ્યારે આ માટી ખેતીના ઉપયોગ માટે લેવાય અને અન્યત્ર ન આપવામાં આવે તેવી માંગ  કરવામાં આવી છે.

ભાવનગર જિલ્લામાં સુજલામ સુફલામ્ યોજના અંતર્ગત જળ સંચયના અનેક કર્યો હાથ ધરવામાં આવ્યા છે, જે અંતર્ગત શહેરમાં સમાવેશ કરાયેલા નારી ગામ ખાતે મોક્ષ મંદિર નજીક આવેલા નારી ગામના જુના તળાવના બ્યુટીફિકેશન અને ઊંડું ઉતારવા માટે સુજલામ સુફલામ્ યોજના અંતર્ગત 88 લાખના ખર્ચે કામગીરી કરવામાં આવી રહી છે, જે તળાવની માટી ઉપાડવા માટે નેશનલ હાઇવેને પરમિશન આપવામાં આવી છે, આ તળાવને માત્ર બે મીટર ઊંડું ઉતારવાનું હતું, પરંતુ હાલ આ તળાવની માટી લેવા માટે 3 મીટર કરતા વધુ ઊંડું ઉતારી દેવામાં આવ્યું છે, જેમાં હાલ પણ માટી ઉપડવાં ની કામગીરી ચાલી રહી છે.

તળાવમાંથી નીકળતી માટી ખૂબ ફળદ્રુપ હોય છે જે વાડી ખેતરોમાં પાથરવા થી જમીન પણ ફળદ્રુપ બને છે અને સારો પાક લેવામાં ખેડૂતોને મદદરૂપ થાય છે, પરંતુ આ માટે ખેડૂતો ને આપવાને બદલે સીધી બારોબાર કોન્ટ્રાકટર દ્વારા GIDC અને હાઇવે બનાવવાના પુરાણ માટે આપી દેવામાં આવે છે, જે બાબત ને લઈને સ્થાનિકો અને ખેડૂતો દ્વારા વહીવટી તંત્રને રજૂઆત કરી આ માટી વાડી, ખેતરો માટે આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.

નારી ગામના તળાવની જે ઊંડું ઉતારવાની કામગીરી થઈ રહી છે, તેમાં ખેડૂતોને માટી ઉપાડવા માટે કોઈ ના પાડવામાં આવી જ નથી, ખેડૂતો પોતાના ખર્ચે અને જોખમે જોઈએ તે મુજબ માટી લઈ શકે છે, દરમ્યાન સરકારની સુચના મુજબ જળ સિંચન થતું હોય તો 31 મે સુધી તેને માટી ઉપાડવા પરવાનગી આપી શકાય તે મુજબ કોન્ટ્રાકટરને પોતાના ખર્ચે અને જોખમે માટી ઉપાડવા પરવાનગી આપી છે, તેમજ માટી બારોબાર વહી જતી હોવાની બાબત કમિશનરે નકારી હતી.

આ પણ વાંચો:દસ્તક આપવા જઈ રહ્યું છે ‘બિપરજોય’ વાવાઝોડું, વલસાડમાં ઉછળ્યા ઊંચા મોજા

આ પણ વાંચો:રાજ્યમાં શનિવાર,રવિવારે તમામ જિલ્લાઓમાં 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શકયતા

આ પણ વાંચો:વિદ્યુત સહાયક કૌંભાડમાં જૂનાગઢનો નારણ મારૂ ઝડપાયો,વાંચો કેવી રીતે સંબંધીઓને પરીક્ષા પાસ કરાવતો

આ પણ વાંચો:મૃત્યુ બાદ પણ 6 લોકોને નવજીવન આપતી ગઈ સુરતની 24 વર્ષીય પ્રીતિ શુક્લા, પુત્રીના નિધન બાદ પરિવારનો અંગદાનનો નિર્ણય

આ પણ વાંચો:આંતરરાષ્ટ્રીય યોગ દિવસ: ‘એક પૃથ્વી એક સ્વાસ્થ્ય માટે યોગ’