અંગદાન મહાદાન/ મૃત્યુ બાદ પણ 6 લોકોને નવજીવન આપતી ગઈ સુરતની 24 વર્ષીય પ્રીતિ શુક્લા, પુત્રીના નિધન બાદ પરિવારનો અંગદાનનો નિર્ણય

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં અંગદાનની પ્રવૃત્તિ ખૂબ જ સારી રીતે થઈ રહી છે. ત્યારે સિવિલ હોસ્પિટલના ઉમદા પ્રયાસોથી થયેલા આ અંગદાનના કારણે 6 વ્યક્તિઓને નવું જીવન મળશે.

Gujarat Surat
Untitled 34 મૃત્યુ બાદ પણ 6 લોકોને નવજીવન આપતી ગઈ સુરતની 24 વર્ષીય પ્રીતિ શુક્લા, પુત્રીના નિધન બાદ પરિવારનો અંગદાનનો નિર્ણય

@અમિત રૂપાપરા 

સુરત શહેર ડાયમંડ સિટી અને ટેક્સટાઇલ સીટી તરીકે ઓળખાય છે પરંતુ આગામી દિવસોમાં સુરત શહેર અંગદાન સીટી તરીકે ઓળખાય તો નવાઈ નહીં. કારણકે સુરતના લોકો હવે અંગદાન પ્રત્યે પણ ખૂબ જાગૃત થયા છે. ત્યારે સુરત સિવિલ હોસ્પિટલમાં 24 વર્ષીય બ્રેઇનડેડ યુવતીના બે હાથ, બે કિડની, નાના આંતરડા અને લીવર દાન કરવામાં આવ્યું હતું.

Untitled 34 1 મૃત્યુ બાદ પણ 6 લોકોને નવજીવન આપતી ગઈ સુરતની 24 વર્ષીય પ્રીતિ શુક્લા, પુત્રીના નિધન બાદ પરિવારનો અંગદાનનો નિર્ણય

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં અંગદાનની પ્રવૃત્તિ ખૂબ જ સારી રીતે થઈ રહી છે. ત્યારે સિવિલ હોસ્પિટલના ઉમદા પ્રયાસોથી થયેલા આ અંગદાનના કારણે 6 વ્યક્તિઓને નવું જીવન મળશે. સુરતના ગોડાદરા વિસ્તારમાં પરિવાર સાથે રહેતી 24 વર્ષીય પ્રીતિ શુક્લાને 3 જૂનના રોજ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

Untitled 34 3 મૃત્યુ બાદ પણ 6 લોકોને નવજીવન આપતી ગઈ સુરતની 24 વર્ષીય પ્રીતિ શુક્લા, પુત્રીના નિધન બાદ પરિવારનો અંગદાનનો નિર્ણય

3 જૂનના રોજ સિવિલ હોસ્પિટલના ડોક્ટરો દ્વારા પ્રીતિ શુક્લાની સારવાર શરૂ કરવામાં આવી હતી અને સારવાર દરમિયાન 7 જૂને રાત્રે 2 વાગે સિવિલ હોસ્પિટલના ન્યુરોસર્જન ડોક્ટર પરેશ ઝાંઝમેરા તથા ન્યુરોસર્જન કેયુર પ્રજાપતિ દ્વારા પ્રીતિ શુકલાને બ્રેઇનડેડ જાહેર કરવામાં આવ્યા હતા. પ્રીતિ શુક્લા બ્રેઇનડેડ હોવાના કારણે સિવિલ હોસ્પિટલના ડોક્ટર નિલેશ કાછડીયા દ્વારા પ્રીતિ શુક્લાના પરિવારના સભ્યોને અંગદાન વિશે સમજાવવામાં આવ્યા હતા.

Untitled 34 2 મૃત્યુ બાદ પણ 6 લોકોને નવજીવન આપતી ગઈ સુરતની 24 વર્ષીય પ્રીતિ શુક્લા, પુત્રીના નિધન બાદ પરિવારનો અંગદાનનો નિર્ણય

અંગદાનને લઈને પ્રીતિ શુક્લાના પરિવારના સભ્યોએ સંમતિ આપી હતી અને ત્યારબાદ સ્વ પ્રીતિ શુક્લાના અંગોનું દાન કરવામાં આવ્યું હતું. જેમાં હાથ અને નાનું આંતરડું એમ્બ્યુલન્સ મારફતે મુંબઈની ગ્લોબલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યું હતું. આ ઉપરાંત લીવર તથા બે કિડની અમદાવાદની એપોલો હોસ્પિટલમાં મોકલવામાં આવી હતી. આમ સ્વ પ્રીતિ શુક્લાના અંગદાનના કારણે 6 વ્યક્તિઓને નવું જીવન મળશે. મહત્વની વાત છે કે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 28મુ અંગદાન થયું છે.

આ પણ વાંચો:શ્રમ રોજગાર કચેરીનું બાળ મજૂરી નાબૂદી અભિયાન, દરોડા પાડી છોડાયા 7 બાળકો

આ પણ વાંચો:સુરતમાં એક જ પરિવારના ચાર લોકોએ પીધું ઝેર, માતા-પુત્રીનું મોત

આ પણ વાંચો:ક્રાઇમ બ્રાન્ચે યોજી એક અનોખી ડ્રાઇવ કે જેનાથી ભાગેડુ આરોપીઓમાં ફેલાયો….

આ પણ વાંચો:માંડવીની જીવાદોરી સમાન આમલી ડેમના તળિયા દેખાતા ખેડૂતોમાં ચિંતા