ખંભાત/ કાગળનો ભાવ 1 હજારને પાર થતાં પતંગ-દોરીના ભાવમાં 15થી20 ટકાનો વધારો

ચાલુ વર્ષે રો મટીરીયલ, તેમજ મજૂરીમાં વધારો થતા પતંગ-દોરીના ભાવમાં 15થી20 ટકાનો ભાવ વધારો નોંધાયો છે.પતંગોના ભાવ વધારાને કારણે ગરીબ અને મધ્યમવર્ગ માટે પર્વની ઉજવણીને લઈને પ્રશ્નાર્થ સર્જાયો છે.

Gujarat Others
પતંગ-દોરીના ભાવમાં

પતંગ-દોરીના ભાવમાં વધારો : ઉત્તરાયણના પર્વના ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે આણંદ જિલ્લાના ખંભાતના પતંગો દેશ-વિદેશમાં પ્રખ્યાત છે. ખંભાતમાં 1500થી વધુ ચુનારા પરિવાર તેમજ ચાર હજારથી વધુની મહિલાઓ પતંગ ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. ખંભાતમાંથી દર વર્ષે કરોડ રૂપિયાની પંતગ દોરીઓ દેશ-વિદેશમાં જાય છે.ત્યારે પતંગની કમાન કલકત્તા તેમજ કાગળ મુંબઈ, દિલ્હીથી આયાત કરાય કરવામાં આવે છે. કમાનનો ભાવ  ગત વર્ષ કરતા 15 ટકા વધી ગયો છે. કાગળનો ભાવ 1 હજારને પાર કરી ગયો છે.જેથી પતંગ ઉદ્યોગને પ્રોત્સાહન માટે સરકાર દ્વારા ટેક્ષ નાબૂદ કરવામાં આવે તેવી વેપારીઓએ માંગ કરી છે.

ઉત્તરાયણ પર્વ નજીક આવતા જ પર્વને અનુરૂપ ચીજ વસ્તુઓનું બજારોમાં આગમન થયું છે.ઉત્તરાયણ પર્વમાં અબાલ, વૃદ્ધ સૌ કોઈ પતંગ ચગાવવાની મજા માણતા હોય છે.ત્યારે ચાલુ વર્ષે રો મટીરીયલ, તેમજ મજૂરીમાં વધારો થતા પતંગ-દોરીના ભાવમાં 15થી20 ટકાનો ભાવ વધારો નોંધાયો છે.પતંગોના ભાવ વધારાને કારણે ગરીબ અને મધ્યમવર્ગ માટે પર્વની ઉજવણીને લઈને પ્રશ્નાર્થ સર્જાયો છે. પરંતુ બીજી બાજુ વેપારીઓ પતંગ-દોરીની ધૂમ ખરીદી નીકળશે તેવી આશા રાખી રહ્યા છે.

આણંદ જિલ્લાના નવાબી નગર ગણાતા ખંભાતની પતંગ દેશ-વિદેશમાં પ્રખ્યાત છે.1500થી વધુ ચુનારા પરિવાર તેમજ 4000 હજાર જેટલી મહિલાઓ પતંગ ઉદ્યોગ સાથે સંકળાયેલી હોવાનું જાણવા મળ્યું છે.નોંધનીય છે કે, કરોડો રુપિયાની ખંભાતી પતંગની નિકાસ રાજ્યો તેમજ વિદેશોમાં થતી હોય છે.આ વ્યવસાય સાથે સંકળાયેલા મહિલાઓને પીઠબળ પૂરું પાડતો પતંગ ઉદ્યોગ સરકારી સહાયથી વંચિત હોઇ આજે પણ આર્થિક સહાય, બેંક લોન, સબસીડી, પતંગ ઝોન, અને માર્કેટ માટે આર્શીવાદ સેવી રહ્યો છે.

પતંગ બનાવવા માટે પતંગની કમાન કલકત્તા તેમજ કાગળ મુંબઈ, દિલ્હીથી આયાત કરાય છે. કમાનનો ભાવ ગત વર્ષ કર્યા 15% વધ્યો છે.કાગળનો ભાવ 1 હજારને પાર કરી ગયો છે.પતંગ ઉદ્યોગને પ્રોત્સાહન માટે સરકાર દ્વારા ટેક્ષ નાબૂદ કરવામાં આવે તેવી માંગણી પ્રબળ બની છે.

આ પણ વાંચો:જરાતના ઇતિહાસમાં પહેલી વાર પતંગ ચગાવનારની ધરપકડ,ચાઇનીઝ દોરી વાપરતા પહેલા ચેતી જજો

આ પણ વાંચો:રવિપાકના વાવેતરમાં નોંધાયો ઘટાડો, ઠંડી મોડી પડતા ખેડૂતોની વધી મુશ્કેલી

આ પણ વાંચો:ઉત્તરાયણને લઈ સુરત પોલીસ એક્શનમાં,ચાઈનીઝ દોરી વેચતા ઈસમો સામે કાર્યવાહી