@અમિત રૂપાપરા
સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અલગ અલગ ગુનાઓમાં ભાગતા ફરતા આરોપીને પકડવાની એક ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. આ ડ્રાઈવ અંતર્ગત અત્યાર સુધીમાં અનેક આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે. ત્યારે સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ઓરિસ્સા રાજ્યના નયાધર જિલ્લાના નુવાગાંવ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં કાર રોકાવી કારમાં રહેલા લોકોને મારમારી તેમની પાસેથી રોકડા રૂપિયા તથા મોબાઇલની લૂંટ કરી સુરત ભાગી આવનાર આરોપીને પકડી પાડ્યો છે.
સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસના માણસો પેટ્રોલિંગમાં હતા. ત્યારે તેમને બાતમી મળી હતી કે, સુરતના અમરોલી વિસ્તારમાં ન્યુ કોસાડ રોડ પર માનસરોવર સર્કલ પાસેથી ઓરિસ્સા રાજ્યના નયાધર જિલ્લાના નુવાગાંવ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં લૂંટની ઘટનાને અંજામ આપનાર આરોપી પસાર થવાનો છે. ત્યારે બાતમીના આધારે પોલીસ દ્વારા અમરોલી ન્યુ કોસાડ રોડ માનસરોવર સર્કલ પાસે વોચ ગોઠવવામાં આવી હતી. જ્યારે આરોપી આ જગ્યા પરથી પસાર થતો હતો ત્યારે તરત જ આરોપી સીમાંચલ ઉર્ફે કાલીયા બીસોઈની ધરપકડ કરી હતી. આરોપી મૂળ ઓરિસ્સાના ગાંજામ જીલ્લાનો વતની છે.
પોલીસની પૂછપરછમાં આરોપી સીમાંચલ ઉર્ફે કાલીયાએ કબુલાત કરી હતી કે, 13/05/2023ના રોજ તેને પોતાના મિત્ર પ્રફુલ નાયક સાથે સાંજના સમયે નયાધાર જિલ્લાના કાંતિપલ્લુથી દશાપલ્લાવાળા રસ્તા પર મોટર સાયકલ ઉભી રાખી એક ફોરવીલર કારને ઉભી રખાવી હતી. ત્યારબાદ ડ્રાઇવરને કાર બહાર કાઢી તેને માર મારી મોબાઇલ ફોન તથા રોકડા રૂપિયા લૂંટી લીધા હતા. ત્યારબાદ આ મામલે નુવાગાંવ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થતા પોલીસે પ્રફુલ્લી ધરપકડ કરી હતી. આરોપી પોલીસથી બચવા 18/05/2023ના રોજ ઓરિસ્સાથી ટ્રેન મારફતે સુરત પહોંચ્યો હતો. 21/05/2023થી આરોપી સુરતમાં અમરોલી વિસ્તારમાં આવેલ ગાયત્રી નગરમાં રહેતો હતો. હાલ ક્રાઈમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી લૂંટના ગુનાનો ભેદ ઉકેલ્યો છે.
આ પણ વાંચો:અમદાવાદની શાળામાં ભુલકાઓને શિક્ષણને બદલે સફાઈ કરવાનો વારો આવ્યો
આ પણ વાંચો:જૂનાગઢમાં આસ્થા સાથે ખેલતા એક તાંત્રિકને ખુલ્લો પડાયો, દોરા ધાગા કરતા….
આ પણ વાંચો:સુરતમાં વધ્યા હાર્ટ એટેક કેસ, એક જ સોસાયટીના બે લોકોએ ગુમાવ્યો જીવ
આ પણ વાંચો:દક્ષિણ ગુજરાતના દરિયા કિનારે વાવાઝોડાનો ખતરો, જિલ્લા કલેકટરે તૈયારીઓની કરી સમીક્ષા
