Not Set/ IPL 2018 : નરેનની આંધીમાં ઉડ્યું પંજાબ, હાઈ સ્કોરિંગ મેચમાં KKRએ મેળવી શાનદાર જીત

ઇન્દોર, ઇન્દોરના હોલ્કર ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની લીગ મેચમા કોલકાતા નાઈટ રાઇડર્સની ટીમે ૩૧ રને રોમાંચક વિજય મેળવ્યો છે.  કોલકાતા દ્વારા આપવામાં આવેલા ૨૪૬ રનના ટાર્ગેટનો પીછો કરતા કિંગ્સ ઈલેવન પંજાબની ટીમે ૨૦ ઓવરમાં ૨૧૪ રન બનાવી શકી હતી અને KKRની ટીમે ટુર્નામેન્ટમાં પોતાનો પાંચમો વિજય હાંસલ કર્યો હતો. That is it from the first […]

Top Stories Trending Sports
Dc 8bJPV0AAs10J IPL 2018 : નરેનની આંધીમાં ઉડ્યું પંજાબ, હાઈ સ્કોરિંગ મેચમાં KKRએ મેળવી શાનદાર જીત

ઇન્દોર,

ઇન્દોરના હોલ્કર ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની લીગ મેચમા કોલકાતા નાઈટ રાઇડર્સની ટીમે ૩૧ રને રોમાંચક વિજય મેળવ્યો છે.  કોલકાતા દ્વારા આપવામાં આવેલા ૨૪૬ રનના ટાર્ગેટનો પીછો કરતા કિંગ્સ ઈલેવન પંજાબની ટીમે ૨૦ ઓવરમાં ૨૧૪ રન બનાવી શકી હતી અને KKRની ટીમે ટુર્નામેન્ટમાં પોતાનો પાંચમો વિજય હાંસલ કર્યો હતો.

KKRના શાનદાર વિજયના હિરો ઓપનર બેટ્સમેન સુનિલ નરેન, કેપ્ટન દિનેશ કાર્તિક અને ઝડપી બોલર આન્દ્રે રસેલ રહ્યા હતા.

ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા મેદાને ઉતરેલી કોલકાતા નાઈટ રાઇડર્સની ટીમે નિર્ધારિત ૨૦ ઓવરમાં ૬ વિકેટના નુકશાને ૨૪૫ રનનો વિશાળ સ્કોર ખડકયો હતો. પ્રથમ બેટિંગ કરતા KKRની ટીમની શરૂઆત સારી રહી હતી અને ઓપનર બેટ્સમેન સુનિલ નરેન અને ક્રિશ લીનની જોડીએ ૫૩ રન જોડ્યા હતાં. ક્રિશ લીને ૨૭ રન બનાવ્યા હતાં જયારે સુનિલ નરેને માત્ર ૩૬ બોલમાં ૭૫ રનની તુફાની ઇનિંગ્સ રમી હતી. ૭૫ રનની ઇનિંગ્સમાં નરેને ૯ ચોક્કા અને ૪ સિક્સર ફટકારી હતી.

પ્રથમ વિકેટ માટે અડધી સદીની ભાગીદારી નોધાવ્યા બાદ ક્રિઝ પર આવેલા કેપ્ટન રોબિન ઉથ્થપાએ ૨૪ રન જયારે આન્દ્રે રસેલે માત્ર ૧૪ બોલમાં ૩૧ રન ફટકાર્યા બાદ પેવેલિયનમાં ભેગા થયા હતાં. જો કે ત્યારબાદ કેપ્ટન દિનેશ કાર્તિકે માત્ર ૨૩ બોલમાં ૫૦ રન બનાવ્યા હતાં. પંજાબ તરફથી ઝડપી બોલર એન્ડ્ર્યુ ટાઇએ સૌથી વધુ ૪ વિકેટ ઝડપી હતી.

કોલકાતા દ્વારા આપવામાં આવેલા ૨૪૬ રનના વિશાળ ટાર્ગેટનો પીછો કરતા કિંગ્સ ઈલેવન પંજાબમી ટીમ ૨૦ ઓવરમાં ૮ વિકેટના નુકશાને ૨૧૪ રન જ બનાવી શકી હતી. ૨૪૬ રનના લક્ષ્યનો પીછો કરતા કેરેબિયન સ્ફોટક બેટ્સમેન ક્રિશ ગેલે ૧૭ બોલમાં ૨૧ રન બનાવી આન્દ્રે રસેલનો પ્રથમ શિકાર બન્યો હતો જયારે ઇન્ફોર્મ બેટ્સમેન કે એલ રાહુલે પોતાનું આગવી રમત યથાવત રાખતા માત્ર ૨૯ બોલમાં ૬૬ રન ફટકાર્યા હતાં.

જો કે ત્યારબાદ મિડલ ઓર્ડર બેટ્સમેન એરોન ફિન્ચે ૨૦ બોલમાં ૩ સિક્સર સાથે ૩૪ રન બનાવી આઉટ થયો હતો જયારે કેપ્ટન આર. અશ્વિને માત્ર ૨૨ બોલમાં ૪ ચોક્કા અને ૩ સિક્સર સાથે ૪૫ રન બનાવ્યા હતાં પરંતુ તેઓ પોતાની ટીમને વિજય અપાવી શક્યા ન હતાં. કોલકાતા તરફથી ઝડપી બોલર આન્દ્રે રસેલે સૌથી વધુ ૩ અને પ્રસિધે ૨ વિકેટ ઝડપી હતી.