Not Set/ માધુપુરા પોલીસ કમિશનરની કચેરી ક્યાં આવી છે ..? સરનામું પૂછવાના બહાને ગઠિયો એક લાખ લઇ ફરાર 

માધુપુરા પોલીસ કમિશનર ની કચરી ક્યાં આવી છે તેવું સરનામું પૂછી ધ્યાન ભટકાવ્યુ  એક લાખ રૂપિયા ડેકી ખોલી તફડાવી લીધા  સમગ્ર ઘંટના ના સીસીટીવી સામે આવ્યા  માધુપુરા પોલીસે ફરિયાદ નોંધી વધુ તાપસ હાથ ધરી  અમદવાદમાં વાહન ચાલકને સરનામું પૂછવાના બહાને ગાંઠ્યો એક લાખ લઈને ફરાર  થઇ ગયો છે. આમ સરનામું બતાવનારને આ મામલે એક લાખ રૂપિયા ગુમાવવા […]

Ahmedabad Gujarat
froud માધુપુરા પોલીસ કમિશનરની કચેરી ક્યાં આવી છે ..? સરનામું પૂછવાના બહાને ગઠિયો એક લાખ લઇ ફરાર 
  • માધુપુરા પોલીસ કમિશનર ની કચરી ક્યાં આવી છે તેવું સરનામું પૂછી ધ્યાન ભટકાવ્યુ 
  • એક લાખ રૂપિયા ડેકી ખોલી તફડાવી લીધા 
  • સમગ્ર ઘંટના ના સીસીટીવી સામે આવ્યા 
  • માધુપુરા પોલીસે ફરિયાદ નોંધી વધુ તાપસ હાથ ધરી 

અમદવાદમાં વાહન ચાલકને સરનામું પૂછવાના બહાને ગાંઠ્યો એક લાખ લઈને ફરાર  થઇ ગયો છે. આમ સરનામું બતાવનારને આ મામલે એક લાખ રૂપિયા ગુમાવવા પડ્યા છે. આ મામલે માધુપુરા પોલીસે ફરિયાદ નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર શહેરના માધુપુરા વિસ્તારમાં વાહન પર આવેલા શખ્સોએ પોલીસ કમિશનર કચેરી ક્યાં આવી છે? એવો સવાલ પૂછ્યા બાદ પીડિતના વાહનની ડેકીમાંથી એક લાખ તફડાવી લીધા હતા. સરનામાના સવાલ બાદ વાહન પાર્ક કરનાર વ્યક્તિ શેરીમાંથી બહાર આવી સરનામું પૂછનાર વ્યક્તિને સરનામું બતાવવા ગયો હતો. આ સમયમાં અન્ય વાહન પર એક એક શખ્સ આવ્યો હતો અને તેના વાહનની ડેકીમાં મૂકેલા એક લાખ લઇને ફરાર થઇ ગયો હતો.

નારણપુરામાં રહેતા રોહિતભાઇ એક દુકાનમાં નોકરી કરે છે. તેમના શેઠના કહેવા પ્રમાણે તેઓ સીજી રોડ પરની માધવલાલ અમરતલાલ આંગડિયા પેઢીમાં ગયા હતા. ત્યાંથી તેઓ એક લાખ રોકડા લઇને વાહન લઇને માધુપુરા ખાતેની ઓફિસે પહોંચ્યા હતા. ત્યાં પહોંચીને તેઓ તેમનું વાહન પાર્ક કરતા હતા તેવામાં એક વાહન ચાલક આવ્યો હતો. વાહન ચાલકે પોલીસ કમિશનર કચેરી જવા માટેનો રસ્તો પૂછતા જ રોહિતભાઇ મુખ્ય રોડ પર ચાલતા આવીને તેને રસ્તો બતાવતા હતા.

વાહન ચાલકે પોલીસ કમિશનર કચેરી જવા માટેનો રસ્તો પૂછતા જ રોહિતભાઇ મુખ્ય રોડ પર ચાલતા આ સમયે જ ગલીમાં મૂકેલા વાહન પાસે એક બાઇક ચાલક આવ્યો હતો અને ડેકીનું લોક ખોલીને એક લાખ લઇને ફરાર થઇ ગયો હતો. ઘટનાની જાણ થતાં રોહિતભાઇએ તેમના શેઠને જાણ કરી હતી. બાદમાં માધુપુરા પોલીસનો સંપર્ક કરતા પોલીસે આ અંગે ફરિયાદ નોંધી આરોપીઓને પકડવા તજવિજ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે… 

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.