Not Set/ બટાકા ઉગાડતા ચાર ખેડૂતો સામે પેપ્સી કંપનીએ કર્યો કોપીરાઇટનો કેસ

મંતવ્ય ન્યૂઝ, અમેરિકાની પેપ્સિ-કો કંપનીએ ગુજરાતના બટાકા પેદા કરતાં 12 ખેડૂતો પર ગુના નોંધ્યા છે. તેથી ગુજરાતના ખેડૂત સંગઠનોએ કંપની સામે લડી લેવા માટે 24 એપ્રિલ 2019 થી આંદોલન શરૂ કરવાની જાહેરાત કરી છે.  આ માટે ગુજરાતના કેટલાક ખેડૂત આગેવાનો મળ્યા હતા. કંપનીનો દાવો છે કે તેમના પેટન્ટ ધરાવતાં લેઇસ (Lay’s) ની ચીપ્સ બનાવવાના બિયારણથી […]

Ahmedabad Gujarat
કોપીરાઇટ કેસ બટાકા ઉગાડતા ચાર ખેડૂતો સામે પેપ્સી કંપનીએ કર્યો કોપીરાઇટનો કેસ

મંતવ્ય ન્યૂઝ,

અમેરિકાની પેપ્સિ-કો કંપનીએ ગુજરાતના બટાકા પેદા કરતાં 12 ખેડૂતો પર ગુના નોંધ્યા છે. તેથી ગુજરાતના ખેડૂત સંગઠનોએ કંપની સામે લડી લેવા માટે 24 એપ્રિલ 2019 થી આંદોલન શરૂ કરવાની જાહેરાત કરી છે.  આ માટે ગુજરાતના કેટલાક ખેડૂત આગેવાનો મળ્યા હતા. કંપનીનો દાવો છે કે તેમના પેટન્ટ ધરાવતાં લેઇસ (Lay’s) ની ચીપ્સ બનાવવાના બિયારણથી ગુજરાતના ખેડૂતો બટાકા ઉગાડે છે.

વેપારી અદાલતે વિનોદ પટેલ, હરિભાઇ પટેલ અને છબીલ પટેલ નામના 3 ખેડૂતો પર બટાકા ઉગાડવા કે વેચવા પર 26 એપ્રિલ સુધી રોક લગાવી દીધી છે. અદાલતે આ ખેડૂતો પાસેથી જવાબ માંગેલો છે. ખેડૂતો માટે અહેવાલ તૈયાર કરવા માટે અદાલતે આદેશ આપ્યો છે. 2018 અને 2019માં આવા 12 જેટલા ખેડૂતો સામે વિદેશી કંપનીએ પગલાં લીધા છે. ડીસામાં એશિયામાં સૌથી વધું બટાકા ખેડૂતો ઉગાડે છે.

ઉલ્લેખનીય છે કે પેપ્સી-કોએ દુનિયામાં સેંકડો ખેડૂતો પર આવા દાવા કર્યા છે. અમેરિકા અને કેનેડાના કેટલાક ખેડૂતો જેલમાં છે. હવે ગુજરાતમાં તે જ વ્યૂહરચના અપનાવવામાં આવી રહી છે. અમેરિકન એમએનસી પેપ્સિકોએ તેની પેટાકંપની પેપ્સિકો ઇન્ડિયા હોલ્ડિંગ્સ દ્વારા ગુજરાતના ખેડૂતોને હેરાન કરવાનું શરૂ કર્યું છે. પ્લાન્ટની વિવિધતા અને ખેડૂતોના હકની અધિનિયમ 2001 (પીપીએવી અને એફઆર એક્ટ) હેઠળ કંપની દ્વારા મેળવેલા વિશિષ્ટ હકોના નામમાં કેસ દાખલ કરવામાં આવ્યા છે.

આ કાયદો ખરેખર બીજ અને અન્ય વાવેતર સામગ્રી ઉપર ખેડૂતોના હક ધરાવે છે, કંપનીએ ખોટા કેસ કર્યા છે. તેથી ખેડૂતોમાં ગભરાટ ફેલાયો છે. જેને લઇને રાજ્યમાં ખેડૂત સંગઠનોએ પેપ્સી કંપની સામે બાયો ચડાવી છે અને જો કેસ પરત ના લે તો આગામી દિવસમાં આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.