ગમખ્વાર અકસ્માત/ વાઘોડિયા ચોકડી પાસે ગમખ્વાર અકસ્માત, 2 બાળક સહિત 9ના મોત

વડોદરાના વાઘોડિયા ચોકડી બ્રીજ નજીક ગમ્ખવાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં 9 જેટલા લોકોના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.  વહેલી સવારે ટેમ્પો અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.

Top Stories Gujarat Vadodara

વડોદરાના વાઘોડિયા ચોકડી બ્રીજ નજીક ગમ્ખવાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં 9 જેટલા લોકોના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.  વહેલી સવારે ટેમ્પો અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર વહેલી સવારે સુરતથી પાવાગઢ તરફ આઈસર જઈ રહી હતી ત્યારે જ વાઘોડિયા ચોકડી પાસે ટેમ્પો અને ડમ્પર   વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં 9 યાત્રીઓ પોતાનો જીવ ગુમાવ્યો છે. મૃતકોમાં એક બાળક, પાંચ મહિલા અને ત્રણ પુરુષો છે. આ અકસ્માતમાં 17 યાત્રીઓ ઘાયલ થયા છે.

આ અકસ્માતની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. હાલમાં મૃતદેહો શહેરની સયાજી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યાં છે. પોલીસ અને પરિવારજનો હોસ્પિટલો ખાતે પહોંચ્યાં છે.

સુત્રો દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર સુરતના વરાછા વિસ્તારમાં રહેતો આહીર પરિવાર નવા વર્ષની રજામાં પાવાગઢની મા કાળીના દર્શને જવા નીકળ્યો હતો. આહીર પરિવારના 20 થી 25 લોકો આઈસર ટેમ્પોમાં સવાર થઈને નીકળ્યા હતા. પાવગઢથી તેઓ વડતાલ અને ત્યાંથી પોતાના વતન જવાના હતા. આ પરિવારના મોટાભાગના લોકો લોકો હીરા ઘસવાનું કામ કરે છે. વડોદરાની વાઘોડિયા ચોકડી પાસે આ આઈસર ટેમ્પો ટ્રેલર સાથે અથડાયો હતો. જેમાં પરિવારના 9 લોકોના મોત નિજ્યા છે

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ અકસ્માતમાં માર્યા ગયેલા લોકો માટે દુખ વ્યક્ત કર્યું છે, અને અધિકારીઓને ઝડપી કામગીરી માટે સૂચના આપી છે. તેમજ ઘાયલ વહેલી તકે સાજા થાય તેવી પ્રાર્થના કરી છે.

વડોદરાના ડીસીપી ઝોન-3 વાઘેલાએ જણાવ્યું હતું  કે, આઈસર ટેમ્પોના ડ્રાઈવરને ઝોકુ આવી જતા અકસ્માત સર્જાયો છે. જેમાં ટેમ્પો લોજિસ્ટિકના ટ્રેલરમાં ઘૂસી ગયું હતું. અકસ્માત એટલો ગંભીર હતો કે, ટેમ્પોનો કચ્ચરધાણ નીકળી ગયો છે. જોકે, મોતનો આંકડો વધવાની શક્યતા છે.