Kheda Teacher POCSO Case: જે હાથોમાં બાળકોનું ભવિષ્ય ઘડવાની જવાબદારી હતી, તે જ હાથોએ માસૂમિયતને પીંખી હોવાનો ચોંકાવનારો કિસ્સો ખેડાના ઠાસરામાં પ્રકાશમાં આવ્યો છે. એક નરાધમ શિક્ષકે પવિત્ર મર્યાદાઓ નેવે મૂકીને પૂર્વ વિદ્યાર્થિની સાથે હેવાનિયત આચરી હોવાના આક્ષેપ સાથે પોલીસ ફરિયાદ નોંધાઈ છે, જેને પગલે વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.”
Khedaના ઠાસરા તાલુકાના ચિતલાવ ગામની પ્રાથમિક શાળાના એક શિક્ષકે પવિત્ર મર્યાદાઓ નેવે મૂકીને પોતાની જ પૂર્વ વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચર્યું હોવાની હૃદયદ્રાવક વિગતો સામે આવી છે. પોલીસ ફરિયાદ મુજબ, દીકરીએ જ્યારે પોતાની સુરક્ષા માટે શાળા બદલી, તેમ છતાં આ આરોપી શિક્ષકે તેનો પીછો નહોતો છોડ્યો અને નિર્મમ કૃત્ય આચર્યું હતું . આ ઘટના પ્રકાશમાં આવતા જ સમગ્ર શિક્ષણ જગત અને વાલીઓમાં ભારે રોષની લાગણી ફેલાઈ ગઈ છે.”
Kheda ચિતલાવ ગામની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતો
મળતી માહિતી મુજબ, આરોપી શિક્ષક શૈલેષ રાઠવા ઠાસરાના ચિતલાવ ગામની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતો હતો. પીડિતા જ્યારે આ જ શાળામાં ધોરણ 8 માં અભ્યાસ કરતી હતી, ત્યારથી જ શૈલેષની નજર તેના પર બગડી હતી. તે સમયે પણ તે વિદ્યાર્થિનીને અવારનવાર હેરાન પરેશાન કરતો હોવાનું સામે આવ્યું છે.

સાવલી સુધી પીછો કરીને આચર્યું દુષ્કર્મ
કહેવાય છે કે દીકરી ગમે ત્યાં જાય, તેના મા-બાપ તેના સુરક્ષિત ભવિષ્યના સપના જોતા હોય છે. પરંતુ ખેડાના ઠાસરા પંથકની આ દીકરી માટે કદાચ કુદરત કંઈક અલગ જ લખી રહી હતી. ધોરણ 8 પૂર્ણ કર્યા બાદ જ્યારે પીડિતા વધુ અભ્યાસ માટે સાવલી ખાતે રહેવા ગઈ, ત્યારે પરિવારને આશા હતી કે અહીં તેમની દીકરી સલામત રહેશે. પરંતુ આરોપી શિક્ષક શૈલેષ રાઠવાની આ કથિત માનસિકતાનો અહીં અંત આવ્યો નહોતો. સાવલીમાં પણ આ શખ્સે વિદ્યાર્થિનીનો પીછો કરવાનું ચાલુ રાખી તેને હેરાન કરવાનું છોડ્યું નહોતું .આરોપી શિક્ષકે સાવલી પહોંચી વિદ્યાર્થિની સાથે અડપલાં કરી દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ પણ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.
પરિવારની હિંમત અને પોલીસ ફરિયાદ
જ્યારે આ હૃદયદ્રાવક ઘટનાની જાણ દીકરીના પરિવારને થઈ, ત્યારે તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. જોકે, આ મુશ્કેલ સમયમાં પણ પરિવારે હિંમત હારવાને બદલે પોતાની દીકરીને ન્યાય અપાવવા માટે લડત આપવાનું નક્કી કર્યું. પરિવારે તુરંત જ ડાકોર પોલીસ મથકે પહોંચી નરાધમ શિક્ષક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે શિક્ષક શૈલેષ રાઠવા વિરુધ્ધ ફરિયાદ નોંધી
ડાકોર પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી હાથ ધરી છે. આરોપી શિક્ષક શૈલેષ રાઠવા વિરુદ્ધ પોક્સો (POCSO) એક્ટ અને ભારતીય ન્યાય સંહિતાની ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે આરોપીની ધરપકડ કરવાની તજવીજ તેજ કરી છે. આ ઘટનાને પગલે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને આરોપીને કડકમાં કડક સજા થાય તેવી માંગ ઉઠી છે.
આ પણ વાંચો:ઘરમાં જ લૂંટાઈ લક્ષ્મી,નરાધમ પિતા-દાદાએ અઢી વર્ષની બાળકી પર 6 મહિના સુધી આચર્યું દુષ્કર્મ
આ પણ વાંચો:સુરત ગેંગરેપ મામલો : અઠવા ગેટ ખાતે કિન્નરોએ સુત્રોચ્ચાર કરી આરોપીઓને ફાંસી આપવા કરી માંગ
આ પણ વાંચો:સુરત/ બેટીઓ નથી સલામત..11 વર્ષની માસુમ બાળકી પર નરાધમ પિતાએ આચર્યું દુષ્કર્મ
