ગાંધીનગર,
ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં રવિવારે અદભૂત નજારો જોવા મળ્યો. અહીં નવરાત્રિના આઠમા દિવસે યોજાયેલી મહાઆરતીમાં હજારો દીવાથી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની તસ્વીર બનાવમાં આવી હતી. ખાસ વાત એ છે કે હજારો લોકોએ તેમના હાથમાં આ દીવડાઓ પકડી રાખ્યા હતા.
આ અદભૂત નજારો ગાંધીનગરના કલ્ચરલ ફોરમ નવરાત્રી ગ્રાઉન્ડમાં જોવા મળ્યો હતો. બાપુને તેમની 150 મી જન્મજયંતિ નિમિત્તે નવરાત્રીના આઠમા દિવસે યાદ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ગાંધીની છબી કેટલી સુંદર રીતે ઉભરી આવી છે તે તસ્વીરોમાં સામે આવી છે.
Tribute to #GandhiAt150. Formation of image of Mahatma Gandhiji ji's face at Gandhinagar's Cultural Forum Navratri ground through thousands of Diya's held by devotees during Maha Aarti of Ashtami earlier today. @indiatvnews #Navratri2019 #garba@vijayrupanibjp@narendramodi pic.twitter.com/JQSb5mKCRH
— Nirnay Kapoor (@nirnaykapoor) October 6, 2019
આપને જણાવી દઈએ કે ગાંધીજીની 150 મી જન્મજયંતિને વિશેષ બનાવવા માટે, તેમને વિવિધ રીતે શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. મહાત્મા ગાંધીને તેમની 150 મી જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરતાં, એર ઇન્ડિયાએ રાષ્ટ્રપિતાની છબી તેના 5 વિમાનની પૂંછડી અંતમાં 15 દિવસ માટે દર્શાવવાનું નક્કી કર્યું હતું.
#SpectacularVideo
Tribute to #GandhiAt150. Formation of image of Mahatma Gandhiji ji's face at Gandhinagar through thousands of Diya's held by devotees during Maha Aarti of Ashtami earlier today. @indiatvnews #Navratri2019 #garbanight@vijayrupanibjp@narendramodi @AmitShah https://t.co/v3A9g0WeU5 pic.twitter.com/512afzCmm7— Nirnay Kapoor (@nirnaykapoor) October 6, 2019
બીજી બ્કજુ બાપુની 150 મી જન્મજયંતિ નિમિત્તે દુબઈના પ્રખ્યાત ગગનચુંબી ઇમારત બુર્જ ખલીફાને બાપુના ફોટોગ્રાફ્સથી રોશની કરવામાં આવી હતી. બુર્જ ખલીફાએ પોતાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે જે રાષ્ટ્રપિતાને શ્રદ્ધાંજલિ આપે છે.
- રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

- “Mantavya News” એપ્લિકેશન. Click 👇 👇
- https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN
