Not Set/ કર્ણાટક : કોંગ્રેસના ૪ MLA પાર્ટીના સંપર્કથી બહાર, શોધવા માટે મોકલાયા હેલિકોપ્ટર

બેંગલુરુ, કર્ણાટક વિધાનસભા ચૂંટણીની ૨૨૨ બેઠકો પર યોજાયેલા વોટિંગની મંગળવારે મતગણતરી બાદ સરકારના ગઠન માટે જોવા મળેલો સસ્પેન્સ હજી યથાવત રહ્યો છે. ચૂંટણીપંચ દ્વારા જાહેર કરાયેલા પરિણામમાં રાજ્યમાં કોઈ પણ રાજકીય પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળ્યો નથી. એક બાજુ સૌથી મોટી ભારતીય જનતા પાર્ટી દ્વારા સરકાર રચવા મારે કવાયત હાથ ધરી છે જયારે બીજી બાજુ કોંગ્રેસ પાર્ટી […]

Top Stories India Trending
congress siddu કર્ણાટક : કોંગ્રેસના ૪ MLA પાર્ટીના સંપર્કથી બહાર, શોધવા માટે મોકલાયા હેલિકોપ્ટર

બેંગલુરુ,

કર્ણાટક વિધાનસભા ચૂંટણીની ૨૨૨ બેઠકો પર યોજાયેલા વોટિંગની મંગળવારે મતગણતરી બાદ સરકારના ગઠન માટે જોવા મળેલો સસ્પેન્સ હજી યથાવત રહ્યો છે. ચૂંટણીપંચ દ્વારા જાહેર કરાયેલા પરિણામમાં રાજ્યમાં કોઈ પણ રાજકીય પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળ્યો નથી.

એક બાજુ સૌથી મોટી ભારતીય જનતા પાર્ટી દ્વારા સરકાર રચવા મારે કવાયત હાથ ધરી છે જયારે બીજી બાજુ કોંગ્રેસ પાર્ટી દ્વારા સરકાર બનાવવા માટે આવેલો પ્રસ્તાવ જેડીએસને દ્વારા મંજૂર કરવામાં આવ્યો છે.

સરકાર રચવા અંગે જોવા મળેલા સસ્પેન્સ અંગે કોંગ્રસ દ્વારા બીજેપી પર આરોપ લગાવવામાં આવ્યો છે કે, “તેઓ કોંગ્રેસ પાર્ટીના MLAને ડરાવવાની તેમજ ધમકાવવાની કોશિશ કરી રહ્યા છે”. આ કારણને જોતા તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા પોતાના MLAને સુરક્ષિત રાખવા માટેની કોશિશ કરાઈ રહી છે.

કોંગ્રેસ દ્વારા ઈગ્લટન રિસોર્ટમાં MLA માટે ૧૨૦ રૂમ

પ્રાપ્ત માહિતી અનુસાર, MLAને સુરક્ષિત રાખવા માટે કોંગ્રેસ દ્વારા ઈગ્લટન રિસોર્ટમાં પોતાના ધારાસભ્યો માટે ૧૨૦ રૂમ બુક કરવામાં આવ્યા છે. સરકાર બનતા સુધી કોંગ્રેસના તમામ MLA અહિયાં જ રહેશે જેથી ભાજપ દ્વારા તેઓનો સંપર્ક ન થઇ શકે.

કોંગ્રેસના ૪ MLA  પાર્ટીના સંપર્કમાં નથી

જો કે આ વચ્ચે સમાચાર સામે આવી રહ્યા છે કે, અંદાજે કોંગ્રેસના ૪ ધારાસભ્યો મંગળવાર રાતથી પાર્ટીના ટચમાં નથી. જેથી કોંગ્રેસ દ્વારા આ MLAને શોધવા માટે બિદર અને કલબુર્ગીમાં હેલિકોપ્ટર મોકલ્યા છે.

બીજી બાજુ એ પણ જાણવા મળ્યું છે કે, કોંગ્રેસ પોતાના તમામ ૭૮ MLA સાથે બેઠક કરી રહી છે, પરંતુ અત્યારસુધી ૬૬ જેટલા ધારસભ્યો બેઠકમાં પહોચ્યા છે.

તો થઇ શકે છે ખૂન-ખરાબો…

બેંગલુરુમાં ઉપસ્થિત કોંગ્રસના વરિષ્ટ નેતા ગુલાબ નબી આઝાદે જણાવ્યું છે કે, “ભાજપ દ્વારા પાર્ટીના MLAને ધમકાવવામાં આવી રહ્યા છે અને દબાણ બનાવવામાં આવી રહ્યું છે. જેથી લોકતંત્ર પર ભરોષો નથી.

આ ઉપરાંત તેઓએ કહ્યું, “જયારે રાજ્યપાલ બંધારણના મુલ્યોનું પાલન કર્યું નથી અને અમને સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું નથી,ત્યારે અહિયાં ખૂની સંઘર્ષ થઇ શકે છે.

ભાજપ બની છે સૌથી મોટી પાર્ટી

મહત્વનું છે કે, વિધાનસભાની કુલ ૨૨૨ બેઠકોમાંથી ૧૦૪ સીટ સાથે ભારતીય જનતા પાર્ટી રાજ્યમાં સૌથી મોટી પાર્ટી બનતી જોવા મળી રહી છે જયારે કોંગ્રેસના ખાતામાં ૭૮ સીટ, જેડીએસના ફાળે ૩૮ બેઠકો અને અન્યના ફાળે ૨ સીટ આવી રહી છે.