Not Set/ સુરત: જર્જરિત હાલતમાં જનરલ હોસ્પિટલ, હોસ્પિ. ગમે ત્યારે થઈ શકે છે ધરાશાયી

સુરત, સુરતમાં રીંગરોડ કડીવાલા સ્કુલની સામે આવેલી કામદાર રાજ્ય વીમા યોજના હેઠળ ચાલતી જનરલ હોસ્પિટલ સાવ જર્જરીત થઈ ગઈ છે. કોર્પોરેશન દ્વારા હોસ્પિટલના સમારકામ અંગેના કોઈપણ પ્રકારના પગલા ભરવામાં આવ્યા નથી.  તો અહીં તબીબોનો પણ જોઈએ તેટલો સ્ટાફ નથી. જેથી સારવાર માટે આવતા મજદુરોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.. આ હોસ્પિટલ ખાસ […]

Top Stories Trending Videos
fkjzyflisadhylfkjsdhlkfjhgsdkjfbg.hj સુરત: જર્જરિત હાલતમાં જનરલ હોસ્પિટલ, હોસ્પિ. ગમે ત્યારે થઈ શકે છે ધરાશાયી

સુરત,

સુરતમાં રીંગરોડ કડીવાલા સ્કુલની સામે આવેલી કામદાર રાજ્ય વીમા યોજના હેઠળ ચાલતી જનરલ હોસ્પિટલ સાવ જર્જરીત થઈ ગઈ છે. કોર્પોરેશન દ્વારા હોસ્પિટલના સમારકામ અંગેના કોઈપણ પ્રકારના પગલા ભરવામાં આવ્યા નથી.  તો અહીં તબીબોનો પણ જોઈએ તેટલો સ્ટાફ નથી. જેથી સારવાર માટે આવતા મજદુરોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે..

આ હોસ્પિટલ ખાસ કરીને કામદાર સંઘ માટે બનાવવામાં આવી છે. જેથી તેઓને વિનામુલ્યે સારવાર મળી રહે, પરંતુ આ હોસ્પિટલની હાલત એટલી જર્જરીત જઈ ગઈ છે કે ગમે ત્યારે ધરાશયી થાય તેવી શક્યતા છે.

દર્દી વોર્ડમાં ગાબડા પડી ગયા છે. ઓપીડી, લિફટ સહિતની તમામ સુવિધાઓ પણ બંધ કરી દેવામાં આવી  છે. દર્દીઓને પુરતી સારવાર પણ મળી શકતી નથી. હોસ્પિટલના સુપરિન્ટેન્ડટનું કહેવું છે કે હોસ્પિટલની સમસ્યા અંગે અધિકારીઓને જાણ કરી દેવામાં આવી છે અને હાલ આ હોસ્પિટલને અહીંના બીજી જગ્યા પર સ્થાળાંતરની વાતો પણ ચાલી રહી છે.