robbary/ ત્રણ બાળકોએ કેવી રીતે લૂંટી બેન્ક

વોન્ટેડના પોસ્ટર જોઈને હેરાન માતાપિતા બાળકોને લઈને પહોંચ્યા પોલીસ સ્ટેશન

Top Stories World
Beginners guide to 99 2 ત્રણ બાળકોએ કેવી રીતે લૂંટી બેન્ક

 


World news : ત્રણ 11,12 અને 16 વર્ષના બાળકો પર બેંન્ક લૂંચનો આરોપ લાગ્યો છે. પોલીસનો દાવો છે કે ત્રણ છોકરા 14 માર્ચમા રોજ ઉત્તર હ્યુસ્ટનના ગ્રીન્સ પોઈન્ટ વિસ્તારમાં વેલ્સ ભારગો બેન્કમાં ગયા. અહીં તેમણે ટેલરને ધમકાવીને તેની પાસેથી પૈસા લૂંટી લીધા હતા.

મોટાભાગે ટીનેજરો આખો દિવસ ટીવી, મોબાઈલ અથવા રમતગમતમાં વ્યસ્ત રહે છે. તે સિવાય આ જ ઉમરના કેટલાય છોકરાઓ અલગ અલગ ટેલેન્ટને પગલે વાયરલ થવા લાગ્યા છે. હાલમાં જ અમેરિકાના ટેક્સાસના હ્યુસ્ટનમાં 3 બાળકો સાતે સંકળાયેલો એવો બનાવ સામે આવ્યો છે જે હેરાન કરી દે તેવો છે.

11,12 અને 16 વર્ષના આ છોકરાઓએ 14 માર્ચના રોજ હ્યુસ્ટનના ગ્રીન્સપોઈન્ટ વિસ્તારની વેલ્સ ફારગો બેન્કમાં જઈને અહીંના ટેલરને ધમકીભરી નોટ આપીને કેટલાક નાણાં લૂંટીને પગપાળા ભાગવામાં સફળ થયા હતા. જ્યારે પોલીસ પહોંચી અનેસીસીટીવી ફૂટેજની તપાસ કરી તો પોલીસ એ જોઈને ચોંકી ઉઠી કે બેંન્ક લૂંટનારા બાળકો છે.

જ્યુવેનાઈલ ડિસ્ટ્ર્રિક્ટ કોર્ટના નિવૃત જજ માઈક સ્નાઈડરે એબીસી 13ને જણાવ્યું કે બન્ને બાળકોની ઉમર બેન્ક લૂંટ માટે અસાન્ય છે, આવું મેં પહેલીવાર જોયું છે. મને લાગ્યું કે આ કેસમાં કોઈ એડલ્ટનો હાથ હશે.

જોકે પોલીસે હજીસુધી એ ખુલાસો નથી કર્યો કે આ લૂંટમાં કોઈ અન્ય સામેલ છે કે નહી. હાલમાં ત્રણ છોકરા પર ધમકી આપીને લૂંટ કરવાનો આરોપ લગાવાયો છે. જે સેક્ન્ડ ડિગ્રીનો ગુનો છે. એક ક્રાઈમ ડિફેન્સ વકીલના જણાવ્યા મુજબ જો આ બાળકો દોષી સાબિત થાય તો તેને 18 વર્ષની ઉંમર સુધી પ્રોબેશન અથવા 19 વર્ષની ઉમર સુધી કિશોર જેલનો સામનો કરવો પડી શકે છે.

હૈરિસ કાઉન્ટી શેરીફ કાર્યાલય અનુસાર 11,12 અને 16 વર્ષની ઉમરના આ કિશોરોએ બંદૂક બતાવી ન હતી, પરંતુ તેમણે ટેલરને જે નોટ આપી હતી તેનાથી એવું લાગે છે કે તેમની પાસે હથિયાર હતા. બેન્કના રૂમની તપાસ કર્યા બાદ, એફબીઆઈએ પોસ્ટર લગાવવાનું શરૂ કરી દીધું હતું, જેમાં લખ્યું હતું કે આ ત્રણ છોડે બદમાશોને ઓળખો..વિશ્વાસ કરો કે ના કરો, તેમમે હાલમાં જ બેન્ક લૂંટી છે.

ત્રણ અપરાધીઓના ફોટા જાહેર કર્યા બાદ તરત જ તેમાંના બે બાળકોના માતા પિતા આગળ આવ્યા હતા અને પોતાના બાળકોને પોલીસને સોંપી દીધો હતા. 16 વર્ષના ત્રીજા બાળકને બીજા કોઈ ઝઘડામાં સંડોવાયેલો હોવાની જાણ તથા તેની ઓળખ થઈ હતી. ત્રણેય છોકરાઓ પર કાર્યવાહી થઈ રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ઓસ્ટ્રેલિયાથી અમદાવાદની ઓફિસમાં પહોંચી ગયો મૃતદેહ,કોનો હતો મૃતદેહ અને કેવી રીતે પહોચી ગયો ઓફિસમાં મૃતદેહ જાણો વિગતો

આ પણ વાંચો:સુરતના નાનપુરામાં 400 રૂ. માટે મિત્ર એ જ નિર્દયીપણે મિત્રની કરી હત્યા, સીસીટીવી ફૂટેજ આવ્યા સામે

આ પણ વાંચો: બોટાદમાં ટ્રેન નીચે પડતું પિતા-પુત્રએ કર્યો આપઘાત