Not Set/ નેપાળનાં સંસદમાં નવા નક્શા પર વોટિંગ, ભારતનાં હિસ્સાને પોતાના મેપમાં કર્યો સામેલ

શનિવારે નેપાળી સંસદનું વિશેષ અધિવેશન શરૂ થયું હતું, જેમાં દેશનાં રાજકીય નક્શામાં સરકારનાં સંશોધન સંબંધિત મહત્વપૂર્ણ બંધારણીય સુધારા બિલની ચર્ચા થઈ રહી છે. આ નવા નક્શામાં ભારતની સરહદ પર આવેલા લીપુલેખ, કાલાપાની અને લિમ્પીયાધુરા જેવા વ્યૂહાત્મક ક્ષેત્રોનો દાવો કરવામાં આવ્યો છે. સંસદમાં પ્રવક્તા રોજનાથ પાંડેએ કહ્યું કે, હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સે સુધારણા બિલ પર ચર્ચા શરૂ […]

World
87024966ed0a93b1fc0e52d0679d3db2 નેપાળનાં સંસદમાં નવા નક્શા પર વોટિંગ, ભારતનાં હિસ્સાને પોતાના મેપમાં કર્યો સામેલ

શનિવારે નેપાળી સંસદનું વિશેષ અધિવેશન શરૂ થયું હતું, જેમાં દેશનાં રાજકીય નક્શામાં સરકારનાં સંશોધન સંબંધિત મહત્વપૂર્ણ બંધારણીય સુધારા બિલની ચર્ચા થઈ રહી છે. આ નવા નક્શામાં ભારતની સરહદ પર આવેલા લીપુલેખ, કાલાપાની અને લિમ્પીયાધુરા જેવા વ્યૂહાત્મક ક્ષેત્રોનો દાવો કરવામાં આવ્યો છે.

સંસદમાં પ્રવક્તા રોજનાથ પાંડેએ કહ્યું કે, હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સે સુધારણા બિલ પર ચર્ચા શરૂ કરી દીધી છે અને ચર્ચા સમાપ્ત થયા બાદ મતદાન થશે. તેમણે કહ્યું કે, શનિવારે ગૃહમાં બિલ પર મત આપવા પ્રયાસ થઈ રહ્યા છે. સુત્રોએ જણાવ્યું હતું કે વિધેયકની મંજૂરી નિશ્ચિત છે કારણ કે વિપક્ષ નેપાળી કોંગ્રેસ અને જનતા સમાજવાદી પાર્ટી-નેપાળે નવા નક્શાને સમાવીને રાષ્ટ્રિય પ્રતીકને અપડેટ કરવા બંધારણનાં ત્રીજા શેડ્યૂલમાં સુધારણા સંબંધિત સરકારનાં ખરડાને ટેકો આપવાનો નિર્ણય કર્યો છે.

એક વરિષ્ઠ મંત્રીએ કહ્યું કે, બિલ સર્વાનુમતે સ્વીકારવામાં આવશે. દેશનાં 275 સભ્યોવાળા નીચલા ગૃહમાં બિલ પસાર કરવા માટે, બે તૃતીયાંશ બહુમતી જરૂરી છે. નીચલા ગૃહમાંથી પસાર થયા પછી, બિલ નેશનલ એસેમ્બલીમાં મોકલવામાં આવશે, જ્યાં તેને ફરીથી આ જ પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. રાષ્ટ્રીય સભાએ બિલની જોગવાઈઓને સુધારણા દરખાસ્તો, જો કોઈ હોય તો, લાવવા સાંસદોને 72 કલાક આપવાના રહેશે. રાષ્ટ્રીય એસેમ્બલીથી બિલ પસાર થયા પછી, તે રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલવામાં આવશે, જે પછી તેને બંધારણમાં શામેલ કરવામાં આવશે. સંસદે 9 જૂને સર્વસંમતિથી આ બિલનાં પ્રસ્તાવ પર વિચારણા કરવા સંમતિ આપી હતી, જે નવા નક્શાને મંજૂરી આપવાનો માર્ગ સાફ કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.