દુર્ઘટના/ નેપાળના પોખરા એરપોર્ટ પર 72 સીટર પ્લેન રનવે પર થયું ક્રેશ

68 મુસાફરો સાથેનું યતિ એરલાઇન્સનું ATR-72 વિમાન પોખરા નજીક ક્રેશ થયું હતું. નેપાળી મીડિયા અનુસાર આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 13 લોકોના મોત થયા છે.

Top Stories World
પોખરા એરપોર્ટ

નેપાળના પોખરા ઈન્ટરનેશનલ એરપોર્ટ પર 72 સીટર પેસેન્જર પ્લેન રનવે પર ક્રેશ થયું હતું. બચાવ કાર્ય ચાલુ છે. હાલમાં એરપોર્ટ બંધ છે. ખબર છે કે કાઠમંડુથી પોખરા જઈ રહેલું યતી એરલાઈન્સનું પ્લેન ક્રેશ થયું છે. 68 મુસાફરો સાથેનું યતિ એરલાઇન્સનું ATR-72 વિમાન પોખરા નજીક ક્રેશ થયું હતું. નેપાળી મીડિયા અનુસાર આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 13 લોકોના મોત થયા છે.

સુદર્શન બારતૌલાના જણાવ્યા અનુસાર, વિમાન 72 સીટર હતું, જે કાઠમંડુના જૂના એરપોર્ટથી પોખરા ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન દુર્ઘટનાનો શિકાર બન્યું હતું. હાલ વિમાન ક્રેશ થવાનું કારણ જાણી શકાયું નથી.

પોખરામાં પ્લેન ક્રેશ થયા બાદ તેને લગતા વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જેમાં પ્લેન ક્રેશ બાદ ધુમાડાના ગોટેગોટા અને આગની જ્વાળાઓ સ્પષ્ટપણે જોઈ શકાય છે. નોંધપાત્ર વાત એ છે કે નેપાળના પોખરા એરપોર્ટને અકસ્માતોની દૃષ્ટિએ ખૂબ જ સંવેદનશીલ માનવામાં આવે છે. આ પહેલા પણ અહીં અનેક પ્લેન એક્સિડન્ટ થઈ ચૂક્યા છે. જો આંકડાની ભાષામાં વાત કરીએ તો છેલ્લા 30 વર્ષમાં પોખર-જોમસુમ રૂટ પર સાત એરક્રાફ્ટ ક્રેશ થયા છે. ગયા વર્ષે મે મહિનામાં જ તારા એરલાઈન્સનું એક વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું, જેમાં ક્રૂ મેમ્બર સહિત તમામ 22 મુસાફરોના મોત થયા હતા.

આ પણ વાંચો:શને મળી 8મી વંદે ભારત ટ્રેનની ભેટ,PM મોદીએ લીલી ઝંડી બતાવી,સિકંદરાબાદ અને વિશાખાપટ્ટનમ વચ્ચે દોડશે

આ પણ વાંચો:આર્મી ડે પર આર્મી ચીફે ચીનને આપી ચેતવણી, LAC પર સંપૂર્ણ રીતે તૈયાર

આ પણ વાંચો:ભારતીય સેનાનો આજે સ્થાપના દિવસ, બેંગલુરુમાં પહેલીવાર ઉજવાઇ રહ્યો છે