Not Set/ અમેરિકાના ૭૦ ટકા યુવાનોને આ કારણે નથી પસંદ ટ્રમ્પ

અમેરિકામાં એક સર્વે કરવામાં આવ્યો છે જેમાં જાણવા મળ્યું છે કે દેશના મોટા ભાગના યુવાનો રાષ્ટ્રપતિ ટ્રમ્પને પસંદ નથી કરતા. આ સર્વે પ્રમાણે માત્ર ૩૭ ટકા લોકો જ ટ્રમ્પના પક્ષમાં છે. અમેરિકાની એક યુનિવર્સીટી દ્વારા કરવામાં આવેલ સર્વેમાં ૧૮ થી ૩૭ વર્ષના ૧૦૦૦ યુવા અમેરિકનોને શામેલ કરવામાં આવ્યા હતા. જેમાં ટ્રમ્પના નિર્ણય જેમ કે ગન […]

Top Stories World Trending
donald trump trade wars change mind અમેરિકાના ૭૦ ટકા યુવાનોને આ કારણે નથી પસંદ ટ્રમ્પ

અમેરિકામાં એક સર્વે કરવામાં આવ્યો છે જેમાં જાણવા મળ્યું છે કે દેશના મોટા ભાગના યુવાનો રાષ્ટ્રપતિ ટ્રમ્પને પસંદ નથી કરતા. આ સર્વે પ્રમાણે માત્ર ૩૭ ટકા લોકો જ ટ્રમ્પના પક્ષમાં છે.

અમેરિકાની એક યુનિવર્સીટી દ્વારા કરવામાં આવેલ સર્વેમાં ૧૮ થી ૩૭ વર્ષના ૧૦૦૦ યુવા અમેરિકનોને શામેલ કરવામાં આવ્યા હતા. જેમાં ટ્રમ્પના નિર્ણય જેમ કે ગન કંટ્રોલ, ઈમિગ્રેશન પોલીસી અને ૨૦૨૦ના રાષ્ટ્રપતિ જેવા ટોપિકને સમાવી લેવામાં આવ્યા હતા.

સર્વે પ્રમાણે આશરે ૭૦ ટકા લોકોને ટ્રમ્પનો ટ્વીટર પરનો વ્યવહાર પસંદ નથી. તે લોકોના કહેવા પ્રમાણે ટ્રમ્પ વધારે પડતા જ ટ્વીટ કરે છે. યુનિવર્સીટીના આસિસ્ટન્ટ પ્રોફેસર જોને કહ્યું કે રિપબ્લિક યુવાનોને ટ્રમ્પ પસંદ છે અને રાષ્ટ્રપતિની રીતે તે લોકોને તેમનું કામ પણ પસંદ છે જેમાંથી ૪૦ ટકા લોકો એવું ઇરછે છે કે ટ્રમ્પ ઓછા ટ્વીટ કરે.

સર્વેમાં ૨૦૨૦ની પ્રેસીડેન્ટની ચૂંટણીના ઉમેદવારની ક્ષમતા વિષે પણ પૂછવામાં આવ્યું હતું. જેમાં ૫૪ ટકા યુવાનોએ કહ્યું કે તેઓ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવારને પસંદ કરશે. જયારે ૨૭ ટકા લોકોને ટ્રમ્પ જ પસંદ છે.