બ્રેક/ અમદાવાદમાં ટેનિસ કોર્ટ પીપીપી મોડેલથી ભાડે આપવાનું હતું : સ્ટેન્ડિંગે કહ્યું ‘નહિ’

એક ચર્ચા અનુસાર આ ટેનિસ કોર્ટ અને નજીવા ભાવે ખાનગી કંપનીને પધરાવવા માટે મુદ્દે ભારે વિવાદ સર્જાય અને તેને પગલે સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત મંજુર કરવામાં આવી નથી.

Top Stories Sports
ટેનિસ કોર્ટ

અમદાવાદ ને સફળતાના શિખરે પહોચાડવું છે. શહેરમાં તમામ સુવિધા હોય એવા ગાણા અધિકારી અને પદાધિકારીઓ સતત ગાવામાં આવે છે પરંતુ જ્યારે વાત કોઈ નક્કર કાર્ય કરવાની કે કોઈ નિર્ણય લેવાની આવે ત્યારે ચિત્ર બદલાઈ જતું હોય છે. તાજેતરમાં જ અમદાવામાં લાંભા, રામોલ અને નિકોલ વિસ્તારમાં મ્યુનિ. કોર્પોરેશનની માલિકીના વિવિધ પ્લોટોમાં બનાવેલા ટેનિસ કોર્ટ ને પાંચ વર્ષ માટે પી.પી.પી. મોડલથી ચલાવવા માટે કોન્ટ્રાક્ટ આપવાની દરખાસ્તે સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર કરાઇ નથી. અગાઉ આ દરખાસ્ત રિક્રિએશનલ કમિટીમાં મંજૂર કરાઇ હતી. અમદાવાદ

વધુ વિગત અનુસાર ટેનિસ કોર્ટને પાંચ વર્ષ માટે પી.પી.પી. મોડલથી ચલાવવા માટે કોન્ટ્રાક્ટ આપવાની દરખાસ્તને સ્વીકારાય નથી. એક ચર્ચા અનુસાર આ ટેનિસ કોર્ટ અને નજીવા ભાવે ખાનગી કંપનીને પધરાવવા માટે મુદ્દે ભારે વિવાદ સર્જાય અને તેને પગલે સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત મંજુર કરવામાં આવી નથી. દરેક ટેનિસ કોર્ટ જે પ્લોટ અને કોર્ટને કરોડોના કિંમતમાં બનાવી અને હવે ખાનગી કંપનીને દર મહિનાના નજીવા ભાડાની કિંમતે ચલાવવા આપવામાં આવશે.

રિક્રિએશનલ કમિટિના ચેરમેને જણાવ્યું હતું કે લાંભા, રામોલ અને નિકોલમાં ટેનિસ કોર્ટ બનાવ્યા છે. જેને પીપીપી ધોરણે ચલાવવાની મંજૂરી આપવામાં આવી હતી. આ ટેનિસ કોર્ટમાં કોર્પોરેશનના ધારાધોરણ મુજબ ફી નક્કી કરી છે. જેમાં નાના બાળકોથી લઇ અને મોટા શીખવા માટે દર મહિને 500 રૂપિયા આ કહેવત ફી તેમજ જે લોકો અગાઉ શીખી ચૂક્યા છે અને તેઓ કોર્ટનો રમવા માટે ઉપયોગ કરવો હોય તો તેઓને માસિક રૂ. 1000, છ મહિનાના રૂ. 5000 તેમજ એક વર્ષના રૂ. 9000 ચૂકવવા પડશે. જેમાં લાંભા ટેનિસ કોર્ટમાં 2 કોર્ટ વેગડા હસમુખભા પુરુષોત્તમદાસને કોર્ટ દીઠ નેગોશિએશનથી આવેલ રૂ. 1.15 લાખ લેખે 2 ટેનિસ કોર્ટના રૂ. 2.30 લાખના 18 ટકાના જી.એસ.ટી. ભરાવી પાંચ વર્ષ માટે પી.પી.પી.મોડેલથી ચલાવવા આપવા, રામોલ ટેનિસ કોર્ટ 2 કોર્ટ સોફ્ટ ટેનિસ એસો.ઓફ ગુજરાતને એક કોર્ટ દીઠ રૂ. 1.25 લાખ લેખે ટેનિસ કોર્ટના રૂ. 2.50 લાખ + 18 ટકા જી.એસ.ટી. ભરાવી પાંચ વર્ષ માટે પી.પી.પી.મોડેલથી ચલાવ આપવા તેમજ નિકોલ ટેનિસ કોર્ટ (2 કોર્ટ) મારૂ અનિલ રાજેશભાઇને કોર્ટ દીઠ રૂ. 1.30 લાખ લેખે 2 ટેનિસ કોર્ટ પાંચ વર્ષ માટે ચલાવવા અપાશે એવું જાણવા મળેલ છે.

આ પણ વાંચો : દેશમાં કોરોનાના કેસમાં આંશિક ઘટાડા સાથે આજે નવા 2,259 કેસ,20 દર્દીઓના મોત