Not Set/ ત્રણ દિવસમાં ગુમાવ્યા 70,000 કરોડ રૂપિયા, ‘ગૌતમ અદાણી’ હવે નથી રહ્યા એશિયાના બીજા નંબરના અમીર

ગૌતમ અદાણી પાસેથી એશિયાના બીજા નંબરના સૌથી અમીરનો તાજ છીનવાઇ ગયો છે. તેઓ બીજા નંબર પરથી સરકીને ત્રીજા નંબરે પહોચી ગયા છે. શેર માર્કેટમાં અદાણીના શેરોમાં ધરખમ ઘટાડા પછી ગૌતમ અદાણીના નેટવર્થમાં ભારે ઘટાડો થયો છે. માત્ર ત્રણ જ દિવસમાં ગૌતમ અદાણીની નેટવર્થમાં લગભગ 9.4 અરબ ડોલ એટલે કે 70 હજાર કરોડ રૂપિયાનો ઘટાડો થયો […]

Top Stories India
adani 1 ત્રણ દિવસમાં ગુમાવ્યા 70,000 કરોડ રૂપિયા, ‘ગૌતમ અદાણી’ હવે નથી રહ્યા એશિયાના બીજા નંબરના અમીર

ગૌતમ અદાણી પાસેથી એશિયાના બીજા નંબરના સૌથી અમીરનો તાજ છીનવાઇ ગયો છે. તેઓ બીજા નંબર પરથી સરકીને ત્રીજા નંબરે પહોચી ગયા છે. શેર માર્કેટમાં અદાણીના શેરોમાં ધરખમ ઘટાડા પછી ગૌતમ અદાણીના નેટવર્થમાં ભારે ઘટાડો થયો છે. માત્ર ત્રણ જ દિવસમાં ગૌતમ અદાણીની નેટવર્થમાં લગભગ 9.4 અરબ ડોલ એટલે કે 70 હજાર કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે.

બ્લૂમબર્ગ્ બિલિયનેયર ઇંન્ડેકસ પ્રમાણે ગૌતમ અદાણીની નેટવર્થ ફક્ત બુધવારે લગભગ 4 અરબ ડોલર ઘટીને 67.6 ડોલર રહી ગઇ હતી. આ ભારે ઘટાડાને લીધે ચીનના કારોબારી Zhong Shanshan ફરી એશિયાના સૌથી બીજા નંબરના અમીર વ્યક્તિ બની ગયા છે. જ્યારે તેમની નેટવર્થમાં ઘટાડો આવ્યો છે. પણ લગભગ 84.5 અરબ ડોલરની નેટવર્થ સાથે મુકેશ અંબણી એશિયાના સૌથી અમીર વ્યક્તિ છે.

શા માટે પછડાઇ રહ્યા છે અદાણી ગ્રુપના શેર
આ સોમવારથી જ અદાણી ગ્રુપના શેરોમાં જબરજસ્ત ફેરફાર જોવા મળી રહ્યો છે. આજે એટલે કે ગુરૂવારે પણ અદાણી પોર્ટસ એન્ડ સ્પેશયલ ઇકોનોમિક ઝોનના શેર આજે બીએસઇમાં લગભગ 8.5 તૂટીને 645.35 રૂપિયા પર પહોચી ગયો છે. તે ઉપરાંત અદાણી ટ્રાન્સમિશન, અદાણી પાવર અને અદાણી ટોટલ ગેસના શેરોમાં પણ આજે પાંચ ટકાની લોઅર સર્કિટ લગાવવી પડી છે.
adani ત્રણ દિવસમાં ગુમાવ્યા 70,000 કરોડ રૂપિયા, ‘ગૌતમ અદાણી’ હવે નથી રહ્યા એશિયાના બીજા નંબરના અમીર

સોમવારે એવી ખબર આવી હતી કે નેશનલ સિક્યોરિટિઝ ડિપોઝિટરી લિમિટેડ(NSDL) એ ત્રણ વિદેશી ફંડોના એકાઉન્ટ પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ ફંડોએ અદાણી ગ્રુપની કંપનીઓમાં 43,500 કરોડ રૂપિયાનું રોકાણ કર્યુ છે. તેના લીધે અદાણી સમૂહના કેટલાક શેરમાં લોઅર સર્કિટ લગાવવી પડી હતી.

ગયા અઠવાડિયામાં આટલી હતી નેટવર્થ
સોમવાર બપોર પછી અદાણી સમૂહે આ વિશે નિવેદન કરતાં કહ્યુ હતુ કે આ ખબર સંપુર્ણ રીતે તથ્ય વિનાના છે. એનએસડીએલે પણ તેનાથી ઇન્કાર કર્યો હતો. તેનાથી અદાણી ગ્રુપના શેમાં થોડો સુધારો થયો હતો પણ સંપુર્ણ રીકવરી થઇ શકી નથી.
બ્લૂમબર્ગ બિલિયોનર ઇંન્ડેક્સ પ્રમાણે પાછલા શુક્રવારે શેરબજાર બંધ થતા સમયે ગૌતમ અદાણીની નેટવર્થ 77 અરબ ડોલરજી નજીક હતી. એટલે કે માત્ર ત્રણ કોરોબારી સત્રમાં ગૌતમ અદાણીની નેટવર્થમાં લગભગ 9.4 અરબ ડોલર એટલે કે 70 હજાર કરોડ રૂપિયાનો ઘટાડો નોંધાયો છે.