Virat Kohli શ્રીલંકા સામેની ત્રણ વન-ડેની શ્રેણીની પ્રથમ વન-ડેમાં ભારતના ટોચના ત્રણેય બેટ્સમેન ઝળકતા ભારતે 50 ઓવરમાં 7 વિકેટે 373 રનનો જંગી જુમલો નોંધાવ્યો હતો. આમ શ્રીલંકાને જીતવા માટે 374 રનનો વિરાટ લક્ષ્યાંક મળ્યો છે. Virat kohli એ તેનું વન-ડેમાં ફોર્મ જારી રાખતા કારકિર્દીની 45મી સદી ફટકારી હતી. આ સદી સાથે કોહલીએ ઘરઆંગણે સૌથી વધુ 19 સદી ફટકારવાના સચીનના રેકોર્ડને તોડ્યો હતો. તેની સાથે કોહલીએ શ્રીલંકા સામે નવ સદી ફટકારવાનો રેકોર્ડ પણ નોંધાવ્યો હતો. હવે જો કોહલી બાકીની બંને વન-ડેમાંથી એકમાં સદી ફટકારે તો વન-ડે ક્રિકેટના ઇતિહાસમાં કોઈ એક દેશ સામે દસ સદી ફટકારનારો વિશ્વનો સૌપ્રથમ બેટ્સમેન બની જશે. કોહલીની કારકિર્દીની આ 45મી સદી છે. આ સાથે વન-ડેમાં સચીનની સૌથી વધુ 49 સદીના રેકોર્ડની બરોબરી કરવાથી ચાર અને તોડવાથી પાંચ જ સદી દૂર છે.
આ પણ વાંચોઃ બજાર પાછું પટકાયુઃ સેન્સેક્સ 631 પોઇન્ટ ઘટ્યો, નિફ્ટી 18000થી નીચે
કોહલીની ફ્લિક એન્ડ ક્લિક ઇનિંગે ફરીથી એક વખત બતાવ્યું કે શા માટે તેને કિંગ કોહલી કહે છે. શ્રીલંકાએ ટોસ જીતીને ભારતને બેટિંગમાં ઉતારવાનો નિર્ણય લીધો હતો. પણ રોહિત શર્મા અને શુબમન ગિલે શાનદાર શરૂઆત અપાવતા શ્રીલંકાને તેનો નિર્ણય ફળ્યો ન હતો.
આ પણ વાંચોઃ 50 મુસાફરોને એરપોર્ટ પર છોડી જવા અંગે એરલાઇન પાસેથી જવાબ મંગાયો
બંનેએ પ્રથમ વિકેટની 143 રનની ભાગીદારી નોંધાવી હતી. શુબમન ગિલ પહેલી વિકેટના સ્વરૂપમાં આઉટ થયો હતો. તેણે 60 બોલમાં 11 ચોગ્ગાની મદદથી 70 રન કર્યા હતા. જ્યારે 173 રનના સ્કોરે બીજી વિકેટના સ્વરૂપમાં આઉટ થયેલા રોહિત શર્માએ 67 બોલમાં નવ ચોગ્ગા અને ત્રણ છગ્ગા સાથે 83 રન કર્યા હતા. આ પહેલા વન-ડેમાં બેવડી સદી નોંધાવનારા ઇશાન કિસનને રોહિત શર્માએ બહાર બેસાડતા તેની આકરી ટીકા થઈ રહી છે. પણ કદાચ વર્લ્ડ કપ માટે ઇશાન કિસનને તાજગીસભર રાખવાનો કે ઇજાવિહીન રાખવાનું આયોજન પણ હોઈ શકે. પણ ગિલે તેની ખોટ વર્તાવવા દીધી ન હતી.
આ પણ વાંચોઃ