Not Set/ J&K રાજ્યપાલ સત્યપાલ મલિકે રાહુલ ગાંધી પર કસ્યો તંજ, પોલિટિકલ ટૂરિજમને ન મળી શકે પરવાનગી

જમ્મુ-કાશ્મીરનાં રાજ્યપાલ સત્યપાલ મલિકને લોકસભાનાં વિપક્ષી નેતા અધીર રંજન ચૌધરીએ નિશાનો બનાવતા તેમને પ્રદેશ ભાજપ અધ્યક્ષ બનાવવાની સલાહ આપી હતી. આ સાથે તેમણે કહ્યું હતું કે સત્યપાલ મલિક એક તરફ વિરોધી પક્ષોને આમંત્રણ આપે છે અને પછી તેમને અટકાવે છે. એ વાત જુદી છે કે સત્યપાલ મલિકે તે પછી રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું હતુ. […]

Top Stories India
26 08 2019 satyapalmalikji 19519562 J&K રાજ્યપાલ સત્યપાલ મલિકે રાહુલ ગાંધી પર કસ્યો તંજ, પોલિટિકલ ટૂરિજમને ન મળી શકે પરવાનગી

જમ્મુ-કાશ્મીરનાં રાજ્યપાલ સત્યપાલ મલિકને લોકસભાનાં વિપક્ષી નેતા અધીર રંજન ચૌધરીએ નિશાનો બનાવતા તેમને પ્રદેશ ભાજપ અધ્યક્ષ બનાવવાની સલાહ આપી હતી. આ સાથે તેમણે કહ્યું હતું કે સત્યપાલ મલિક એક તરફ વિરોધી પક્ષોને આમંત્રણ આપે છે અને પછી તેમને અટકાવે છે. એ વાત જુદી છે કે સત્યપાલ મલિકે તે પછી રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું હતુ.

સત્યપાલ મલિકે કહ્યું કે, રાહુલ ગાંધીએ તેમના આમંત્રણને વ્યવસાયમાં પરિવર્તિત કર્યો. મેં કહ્યું કે જો તમને અમારા પર વિશ્વાસ ન હોય તો આવો અને ગ્રાઉન્ડ રિયાલિટી જુઓ. પરંતુ રાહુલ ગાંધીએ કહ્યું કે, તેઓ અટકાયત કરેલા નેતાઓને મળશે, સેનાને મળશે. પરંતુ મે સ્પષ્ટ કર્યું કે આવી શરતો સ્વીકારી શકાતી નથી.

સત્યપાલ મલિકે કહ્યું કે, અમે આર્ટિકલ 370 ને નિષ્પ્રભાવી બનાવી દીધી છે અને તમે તેની અસર આગામી સમયમાં જોશો. અમે જમ્મુ-કાશ્મીરનાં લોકોનાં વિકાસ માટે જીવીશું અને એવી સ્થિતિ ઉભી કરીશું કે પીઓકેનાં લોકો પણ કહેશે કે જુઓ, જમ્મુ-કાશ્મીર રહેવા માટે એક ઉત્તમ સ્થળ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.