Not Set/ PM મોદીનો છે આજે 70 મો જન્મ દિવસ, રાષ્ટ્રપતિ અને કેન્દ્રિય ગૃહ મંત્રીએ પાઠવી શુભકામનાઓ

આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે. આજે તે 70 વર્ષનાં થઈ ગયા છે. આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટી દેશભરમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરી રહી છે. ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર સહિત વિવિધ રાજ્યોમાં પાર્ટી કાર્યકર દ્વારા સેવા સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. પીએમ મોદીનાં જન્મદિવસ પર સવારથી જ સોશિયલ મીડિયા પર શુભેચ્છાઓની […]

India
a6dabdba4eaa2c4b044c1af1af746d92 PM મોદીનો છે આજે 70 મો જન્મ દિવસ, રાષ્ટ્રપતિ અને કેન્દ્રિય ગૃહ મંત્રીએ પાઠવી શુભકામનાઓ
a6dabdba4eaa2c4b044c1af1af746d92 PM મોદીનો છે આજે 70 મો જન્મ દિવસ, રાષ્ટ્રપતિ અને કેન્દ્રિય ગૃહ મંત્રીએ પાઠવી શુભકામનાઓઆજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે. આજે તે 70 વર્ષનાં થઈ ગયા છે. આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટી દેશભરમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરી રહી છે. ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર સહિત વિવિધ રાજ્યોમાં પાર્ટી કાર્યકર દ્વારા સેવા સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે.

પીએમ મોદીનાં જન્મદિવસ પર સવારથી જ સોશિયલ મીડિયા પર શુભેચ્છાઓની લહેર જોવા મળી રહી છે. લોકો તેમને લાંબા આયુષ્યની શુભેચ્છા પાઠવે છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પીએમ મોદીને જન્મદિવસની શુભકામના પાઠવી છે. તેમણે પોતાના ટ્વિટમાં લખ્યું કે, ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ અને શુભકામનાઓ. તમે ભારતનાં જીવન-મૂલ્યો અને લોકશાહી પરંપરામાં વફાદારીનો એક આદર્શ રજૂ કર્યો છે. મારી શુભેચ્છાઓ અને પ્રાર્થનાઓ છે કે ભગવાન હંમેશા તમને સ્વસ્થ અને સુખી રાખે અને રાષ્ટ્રને તમારી અમૂલ્ય સેવાઓ પ્રાપ્ત થતી રહે.’

વડા પ્રધાન મોદીનાં જન્મ દિવસ પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક પછી એક ત્રણ ટ્વિટ કરીને PM મોદીને તેમના જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી છે. તેમણે ટ્વિટમાં લખ્યુ કે, રાષ્ટ્રસેવા અને ગરીબ કલ્યાણ માટે સમર્પિત દેશનાં સૌથી લોકપ્રિય નેતા વડા પ્રધાન શ્રી @narendramodi જી, ને જન્મદિવસની શુભેચ્છાઓ. મોદીજીનાં રૂપમાં દેશને એક એવું નેતૃત્વ મળ્યું છે કે જેણે વંચિત વર્ગને વિકાસની મુખ્ય ધારા સાથે જોડ્યુ છે અને એક મજબુત ભારતનો પાયો મુક્યો છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.