Not Set/ મહારાષ્ટ્રમાં ભારે વરસાદનાં કારણે તૂટ્યો રત્નાગિરીનો તિવરે ડેમ, 2 લોકોનાં થયા મોત અને 22 ગૂમ

મહારાષ્ટ્રમાં આફત બનીને આવેલા વરસાદનાં કારણે ચારે દિશામાં હાહાકાર મચી ગયો છે. ભારે વરસાદનાં કારણે મહારાષ્ટ્રનાં રત્નાગિરીમાં આવેલો તિવરે ડેમ તૂટી ગયો હતો. જેના કારણે ઘણા ગામમાં પૂર જેવી સ્થિતિ સર્જાઇ હતી. આ ઘટનામાં લગભગ 22થી વધુ લોકો ગૂમ થયા હોવાનું સામે આવી રહ્યુ છે, જ્યારે 2 લોકોનાં મોત થયા હોવાનું પણ સામે આવી રહ્યુ […]

Top Stories India
pjimage 57 મહારાષ્ટ્રમાં ભારે વરસાદનાં કારણે તૂટ્યો રત્નાગિરીનો તિવરે ડેમ, 2 લોકોનાં થયા મોત અને 22 ગૂમ

મહારાષ્ટ્રમાં આફત બનીને આવેલા વરસાદનાં કારણે ચારે દિશામાં હાહાકાર મચી ગયો છે. ભારે વરસાદનાં કારણે મહારાષ્ટ્રનાં રત્નાગિરીમાં આવેલો તિવરે ડેમ તૂટી ગયો હતો. જેના કારણે ઘણા ગામમાં પૂર જેવી સ્થિતિ સર્જાઇ હતી. આ ઘટનામાં લગભગ 22થી વધુ લોકો ગૂમ થયા હોવાનું સામે આવી રહ્યુ છે, જ્યારે 2 લોકોનાં મોત થયા હોવાનું પણ સામે આવી રહ્યુ છે. ઘટનાની સૂચના મળતા જ જિલ્લા તંત્ર, પોલીસ, સ્વયંસેવક સહિત રેસ્ક્યૂ ટીમ પહોચી ગઇ હતી, જ્યા રાહત કાર્ય કાર્યરત છે.

મહારાષ્ટ્રમાં ભારે વરસાદનાં કારણે ઘણી જગ્યાએ દિવાલ ધસી ગઇ અને અન્ય ઘણી પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે. આ વરસાદમાં હજુ સુધી ઘણા લોકો પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે. વળી જાણવા મળી રહ્યુ છે કે આ રત્નાગિરીનાં તિવરે ડેમ તૂટી ગયા બાદ તેમાંથી નિકળેલા પાણીનાં કારણે આસપાસ રહેલા 12 ઘર વેણમાં તણાઇ ગયા હતા. ઘટનાની જાણ થતા એનડીઆરએફની ટીમ રેસ્ક્યૂ ઓપરેશનમાં લાગી ગઇ છે.

આપને જણાવી દઇએ કે, મહારાષ્ટ્રમાં છેલ્લા ઘણા દિવસોથી ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે અત્યાર સુધીમાં 33 લોકોની મોત થઇ ચુકી છે અને 75 લોકો ઘાયલ થઇ ગયા છે. જેમા મુંબઈ, ઠાણે અને પુણેમાં દિવાલ ધસી જતા મૃત્યુ પામનાર લોકોની સંખ્યા પણ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.