Not Set/ થપ્પડની નહિ પણ થપ્પડ મારવાની વાત કરવાની ગુંજ !!

કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેના થપ્પડ મારવાની વાત કરવાના વિધાનોના મહારાષ્ટ્રમાં ઘેરા પડઘા, ભાજપ શીવસૈનિકોની અથડામણ, ૨૦ વર્ષ બાદ પ્રથમવાર કેન્દ્રીય મંત્રીની ધરપકડનો બનાવ પણ બન્યો

Mantavya Exclusive India
narayan rane

કેન્દ્રના પ્રધાનો લોકોના આશીર્વાદ લેવા માટે પોતપોતાના રાજ્યોમાં નીકળ્યા છે. ‘જન આશીર્વાદ યાત્રા’ના નામે પોતાના વતનમાં રાજ્યોમાં આ પ્રધાનો ફરી રહ્યા છે. આ સંજાેગો વચ્ચે મહારાષ્ટ્રમાંથી રાજ્યસભામાં ચૂંટાયેલા અને હાલ ઉદ્યોગો જેવા ભારેખમ ખાતા સાથે વર્ચસ્વ ધરાવનારા કેન્દ્રીય મંત્રી નારાયણ રાણે મહારાષ્ટ્રના પ્રવાસ દરમિયાન રત્નાગીરી, નાસિક, ઔરંગાબાદ સહિતના જિલ્લાઓમાં ફર્યા. સ્વાગત જીલ્યા, રેલી પણ સંબોધી. એક રેલીને સંબોધતા આ મહાનુભાવે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરેનો ઉલ્લેખ કર્યો અને આઝાદીના અમૃત મહોત્સવ પ્રવચનમાં પોતાના સેક્રેટરી સાથે કશીક વાતચીત કરી તેનો ઉલ્લેખ કરીને કહ્યું કે મુખ્યમંત્રીને એ ખબર નથી કે આઝાદીને કેટલા વર્ષ થયા ? જાે હું ત્યાં હોત તો તે વખતા ઉધ્ધવને એક થપ્પડ મારી દેત. બસ આ શબ્દો સાથે મહારાષ્ટ્રમાં ઘેરા પડઘા પડ્યા. શીવસૈનિકો મેદાનમાં આવી ગયા. ૧૭ શહેરોમાં દેખાવો કર્યા. જેમાં મુંબઈ, નાસિક અને ઔરંગાબાદમાં જેવા શહેરો પણ આવી જાય છે. નારાયણ રાણે સામે ત્રણ ફરિયાદો થઈ. મહારાષ્ટ્ર પોલીસે એફ.આઈ.આર. નોંધી અને કેન્દ્રીય મંત્રીની ધરપકડ કરી અને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ પણ માગ્યા પણ કોર્ટે બંને પક્ષની દલીલો સાંભળી રાત્રે જામીન પણ આપ્યા.

himmat thhakar 1 થપ્પડની નહિ પણ થપ્પડ મારવાની વાત કરવાની ગુંજ !!
આ થપ્પડની નહિ પરંતુ થપ્પડ મારવાનું કે મારી હોત કહેવાની ગુંજ હતી. કોઈ કેન્દ્રીય પ્રધાનની ધરપકડ થઈ હોય તેવો પ્રથમ બનાવ વીસ વર્ષ બાદ બનેલો પ્રથમ બનાવ હતો. આમ તો બાર વર્ષ પહેલા રાજીનામું આપનારા કે પુર્વ બની ગયેલા કેન્દ્રીય પ્રધાનોની ધરપકડના બનાવ તો બન્યા જ હતાં. પરંતુ હોદ્દા પર ચાલું હોય ત્યારે કોઈ કેન્દ્રીય પ્રધાનની ધરપકડ થવાનો બીજાે અને પોતાના જ રાજ્યમાં ધરપકડ થવાનો આ પ્રથમ બમાવ હતો. મુખ્યમંત્રી સામે અભદ્ર ભાષા વાપરતા થયેલી ફરિયાદનો આ પડઘો હતો. મહારાષ્ટ્રમાં ભાજપની નહિ પણ શીવસેના એન.સી.પી. અને કોંગ્રેસની સરકાર છે માટે જ તુરત પગલાં લેવાયા તેવું ભાજપના ઘણા નેતાઓએ કહ્યું છે વાત સાવ ખોટી તો નથી જ.

મારુતિ 3 થપ્પડની નહિ પણ થપ્પડ મારવાની વાત કરવાની ગુંજ !!

જાે થપ્પડ મારવાનું કહેવાની ગુંજ આટલી હદ સુધી પડી હોય તો પછી થપ્પડ મારી હોત તો શું થાત ? જાે કે નારાયણ રાણેની આ યાત્રા દરમિયાન જીભ લપસવાના બે-ત્રણ બનાવો બન્યા છે. તેમણે એમ પણ કહેલું કે ઉધ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી પદ માટે હિંદુત્વ ત્યજી દીધું છે. કોરોનાના સામનામાં નિષ્ફળ ગયા છે. તેમણે સુશાંતસિંહ રાજપુત કેસનો ઉલ્લેખ કરીને એમ પણ કહેલું કે આ પ્રકરણ પુરૂ થયું નથી. સીબીઆઈ તપાસ ચાલુ છે અને તેમાં રાજ્યના એક પ્રધાન સહિત ઘણાની ધરપકડ થવાની છે. તેમનો સીધો ઉલ્લેખ મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરે તરફ હતો. જ્યારે મહારાષ્ટ્ર અઘાડીના ઘણા નેતાઓ સામે ચાલતા કેસોનો પણ ઉલ્લેખ કર્યો હતો.આદિત્ય ઠાકરે

ભાજપના અગ્રણી અને પુર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, મહારાષ્ટ્ર પ્રદેશ ભાજપ પ્રમુખ ચંદ્રકાંત પાટીલ સહિતના નેતાઓએ કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેના આ વિધાનોનું સમર્થન કર્યુ નથી. આડકતરી રીતે એવું પણ કહ્યું છે કે આવું બોલવાની જરૂર નહોતી. આમ છતાં સમગ્ર ભાજપ પ્રકરણમાં નારાયણ રાણેની સાથે ઉભો રહ્યો છે, ઉભો રહેશે તેવી વાત પણ દોહરાવી છે. પક્ષના નેતાઓ નારાયણ રાણેની સાથે ભલે હોય પણ તેના ગમે તેવા વિધાનોને ટેકો આપતા નથી તે પણ એક હકકિત છે, વાસ્તવિકતા છે. આ એક સારી વાત છે.

મારુતિ 6 થપ્પડની નહિ પણ થપ્પડ મારવાની વાત કરવાની ગુંજ !!
કોઈ સામાન્ય કાર્યકર કે આગેવાનની જીભ લપસે અને ગમે તેવા વિધાનો કે બકવાસ કરે તો સમજ્યા પણ કેન્દ્રીય પ્રધાન કક્ષાના રાજકીય નેતા આવા વિધાનો કરે તે કોઈ રીતે યોગ્ય નથી. શીવસૈનિકોએ ૧૭ શહેરોમાં કરેલી ધાંધલ ધમાલ દેખાવોને ઘણાએ ઝાટકણી કાઢી છે તો કો’કે એમ પણ કહ્યું છે કે આ કોંગ્રેસી કાર્યકરો નથી, શીવસૈનિકો છે. કોંગ્રેસવાળા પોતાના નેતા રાહુલ ગાંધી પર થતાં ખોટા પ્રહારોને સહન કરે છે – શીવસૈનિકો જુદી જ માટીના છે. પોતાના નેતાનું અપમાન સહન કરતાં નથી. જો કે કોંગ્રેસની વાત કરીએ તો તે હતાશામાં ડૂબેલી પાર્ટી છે અને તેમાંના ઘણા ભાજપની નૌકા તરફ પોતાની લંગર નાખી ચૂક્યા છે. એટલે તેઓ આવું ન બોલે તે સમજી શકાય તેમ છે.

નારાયણ

કેન્દ્રના પ્રધાનમંડળમાં થોડા સમય પહેલાના વિસ્તરણ વખતે સામેલ થયેલા અને લઘુ અને મધ્યમ ઉદ્યોગો અંગેના ભારેખમ ખાતા સાથેના કેન્દ્રીય મંત્રી બનેલા નારાયણ રાણે આવા વિધાનો કરવા માટે જાણીતા છે. તેમનો જનાધાર પણ છે જ તેની ના નથી. આ એ જ નારાયણ રાણે છે મુળભુત તો શીવસૈનિક છે. એટલું જ નહિ પણ શીવસેનાના સદ્‌ગત સુપ્રિમો બાળાસાહેબ ઠાકરેએ જ તેને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પણ બનાવ્યા હતાં. આ જ નારાયણ રાણે ચૂંટણીમાં ભાજપ શીવસેના જાેડાણની હાર અને કોંગ્રેસ એન.સી.પી. જાેડાણ સત્તા પર આવતા તેમાં જાેડાયા હતા અને પેટા ચૂંટણી લડી પોતે પણ જીત્યા અને કોંગ્રેસને પાંચથી વધુ બેઠકો જીતાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. હવે ૨૦૧૪માં કેન્દ્રમાં ભાજપની સત્તા આવી અને મહારાષ્ટ્રમાં પણ ભાજપે શીવસેનાના ટેકા સાથે સરકાર રચી થોડો સમય તેઓ સામે રહ્યા પરંતુ ૨૦૧૯ની લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં ગુલાંટ મારી. આમેય શીવસેના ભાજપના જાેડાણના શાસન સમયે તેઓ મુખ્યમંત્રી હતા એટલે ભાજપના નેતાઓ સાથે તેમના સંબંધો હતાં જ તેથી તેનો ઉપયોગ કરી તેઓ રાજ્યસભામાં પણ પહોંચી ગયા અને મહારાષ્ટ્રમાં ભાજપની હાલત સુધારવા માટેના હેતુથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તેમને કેબિનેટ કક્ષાના મંત્રી પણ બનાવ્યા. ટૂંકમાં કહો તો નારાયણ રાણેને પક્ષપલ્ટાનો શીરપાવ પણ ભાજપ પ્રવશના બે અઢી વર્ષ બાદ મળ્યો. મહારાષ્ટ્રના ઘણા અખબારોએ એ વાતની નોંધ લીધી છે કે નારાયણ રાણે પવન પ્રમાણે પોતાના રાજકીય વહાણનું સઢ ફેરવવા જાણીતા નેતા છે તેવું તેમને સત્તા વગર, હોદ્દા વગર ચાલતું નથી. તે વાત બે વખત શાસક પક્ષની તરફેણમાં પક્ષપલ્ટો કરી સાબીત કરી દીધું છે. જાે કે પક્ષપલ્ટુઓને શીરપાવ આપવામાં ભાજપને ગોલ્ડ મેડલ મળે તેમ છે. ગુજરાતમાં તો હાલના પ્રધાનમંડળમાં સાત જેટલા એવા પ્રધાનો છે કે જેમાંના મોટાભાગના પુર્વ કોંગ્રેસીઓ છે. તેમાના બે આગેવાનો તો એવા છે કે જેમને જાેડાયા પછી ગણતરીની કલાકોમાં પ્રધાનપદુ મળી ગયું છે. જાે કે રાજકારણમાં તો આવું ચાલ્યા જ કરે. પરંતુ પ્રધાનોએ જાહેરમાં ગમે તેવી ભાષા બોલામાં ધ્યાન રાખવું પડે.

વિશ્લેષણ / રાજકારણની ખલનાયિકા મહેબુબાની ફરી અવળવાણી..!!

વિશ્લેષણ / તાલિબાનો ચીન – પાક સામે બની શકે છે ભસ્માસૂર

રાજકીય વિશ્લેષણ / નામકરણ, વિવિધ સરકારોની ‘ફઈબા’ જેવી ભૂમિકા

ટોક્યો ઓલિમ્પિક્સ / હરિયાણા બને છે રમતગમત મોરચે રોલ મોડલ