જ્ઞાનવાપી બાદ હવે મધ્યપ્રદેશમાં આવેલી ભોજશાળાનો સર્વે કરવામાં આવશે. મધ્યપ્રદેશ હાઈકોર્ટની ઈન્દોર બેંચે આ સર્વેને લઈને મહત્વનો આદેશ આપ્યો છે. કોર્ટના આદેશ બાદ ASI (ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ) ધાર સ્થિત આ ભોજશાળાનું સર્વે કરશે. આ સર્વે 22 માર્ચથી શરૂ થશે. ભોજશાળા એ 11મી સદીનું સ્મારક છે જે ASI દ્વારા સુરક્ષિત છે. ભોજશાળા વિશે હિન્દુઓ દાવો કરતા આવ્યા છે કે તે માતા સરસ્વતીનું મંદિર છે. મુસ્લિમ સમુદાય તેને કમલ મૌલા મસ્જિદ માને છે.
હિન્દુ ફ્રન્ટ ફોર જસ્ટિસે ભોજશાળાના વૈજ્ઞાનિક સર્વે માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી. જે બાદ હાઈકોર્ટે ASIને વૈજ્ઞાનિક સર્વે કરવાનો આદેશ આપ્યો છે. હવે એએસઆઈએ ઈન્દોર ડિવિઝનના કમિશનર પાસે આ સર્વેક્ષણ માટે સુરક્ષિત પ્રવેશ પ્રદાન કરવાની માગ કરી છે. વિભાગે આ સર્વે દરમિયાન પૂરતા પ્રમાણમાં સુરક્ષા દળો તૈનાત કરવાની પણ માંગણી કરી છે જેથી કરીને આ સર્વેમાં કોઈ ગડબડ ન થાય.
ભોજશાળામાં સર્વેની માગણી કરતી અરજી દાખલ કરવામાં આવી હતી જેમાં ભોજશાળાની અંદર નમાઝ પઢવા પર પ્રતિબંધ મૂકવાની અને હિંદુઓને પૂજા કરવાની છૂટ આપવાની માગણી કરવામાં આવી હતી. હિંદુ સંગઠનો દાવો કરી રહ્યાં છે કે રાજા ભોજે તેને 1034માં સંસ્કૃત વિષયના અભ્યાસ માટે બનાવ્યું હતું. પરંતુ બાદમાં મુઘલ આક્રમણકારો દ્વારા તેનો નાશ કરવામાં આવ્યો હતો.
મધ્યપ્રદેશ હાઈકોર્ટની ઈન્દોર બેંચે ભોજશાળા પરિસરમાં કાર્બન ડેટિંગ પદ્ધતિથી વૈજ્ઞાનિક તપાસ કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે કહ્યું છે કે આ માળખું જમીનની નીચે અને ઉપર કેટલું જૂનું છે, તેની ઉંમર પણ જાણી લેવી જોઈએ. કોર્ટે કહ્યું છે કે ASI સર્વેની આ કાર્યવાહી બંને પક્ષના બે પ્રતિનિધિઓની હાજરીમાં થવી જોઈએ અને તેની વીડિયોગ્રાફી પણ થવી જોઈએ. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કોર્ટમાં આ કેસની આગામી સુનાવણી હવે 29 એપ્રિલે થશે. ASIએ કોર્ટને 29 એપ્રિલ પહેલા રિપોર્ટ જમા કરાવવાનો આદેશ આપ્યો છે.
આ પણ વાંચો:જયપુરમાં ભયંકર આગ દુર્ઘટનામાં 5 લોકોના મોત નિપજયા, CM ભજનલાલ શર્માએ દુઃખદ ઘટના પર શોક વ્યક્ત કર્યો
આ પણ વાંચો:આ વખતે સોનિયા, રાહુલ અને પ્રિયંકા પોતાની પાર્ટી કોંગ્રેસને વોટ નહીં આપી શકશે, જાણો કારણ
આ પણ વાંચો:પતંજલિએ સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરી અને ગેરમાર્ગે દોરનારી જાહેરાતના કેસમાં બિનશરતી માફી માંગી
આ પણ વાંચો:પાડોશીઓ બારી ખોલીને સંભોગ કરે છે, તેઓને ના પાડવા છતા સાંભળતા નથી, મહિલાએ પોલીસમાં કરી ફરિયાદ