Not Set/ પી.ચિદમ્બરમને મોટો ફટકો, સુપ્રિમ કોર્ટે ધરપકડ પર રોકની અરજી ફગાવી

આઈએનએક્સ મીડિયા કેસમાં સુપ્રીમ કોર્ટમાં પૂર્વ નાણાં મંત્રી પી. ચિદમ્બરમની અરજીની સુનાવણી થઈ. પરંતુ તેમને કોર્ટ તરફથી રાહત મળી ન હોતી. કોર્ટે સ્પષ્ટ કર્યું કે, દિલ્હી હાઇકોર્ટે તેમની વિરુદ્ધ કરેલી ટિપ્પણીમાં દખલ કરવામાં આવશે નહી. આ સાથે તેમણે એમ પણ કહ્યું હતું કે, જો ચિદમ્બરમ જામીન માંગે છે, તો તેમણે નીચલી અદાલત જવુ પડશે. જેનો […]

Top Stories India
media handler 2 પી.ચિદમ્બરમને મોટો ફટકો, સુપ્રિમ કોર્ટે ધરપકડ પર રોકની અરજી ફગાવી

આઈએનએક્સ મીડિયા કેસમાં સુપ્રીમ કોર્ટમાં પૂર્વ નાણાં મંત્રી પી. ચિદમ્બરમની અરજીની સુનાવણી થઈ. પરંતુ તેમને કોર્ટ તરફથી રાહત મળી ન હોતી. કોર્ટે સ્પષ્ટ કર્યું કે, દિલ્હી હાઇકોર્ટે તેમની વિરુદ્ધ કરેલી ટિપ્પણીમાં દખલ કરવામાં આવશે નહી. આ સાથે તેમણે એમ પણ કહ્યું હતું કે, જો ચિદમ્બરમ જામીન માંગે છે, તો તેમણે નીચલી અદાલત જવુ પડશે. જેનો સીધો અર્થ છે કે ચિદમ્બરમ સીબીઆઈની કસ્ટડીમાં જ રહેશે. કોર્ટે કહ્યું કે સીબીઆઈ વિરુદ્ધ અરજી પર સુનાવણી આ તબક્કે શક્ય નથી.

આ અગાઉ ચિદમ્બરમનાં વકીલ કપિલ સિબ્બલે ન્યાયાધીશ ભાનુમતીની ખંડપીઠમાં કેસની લિસ્ટિંગને મેંશન કરવામા આવ્યો હતો. પરંતુ ન્યાયાધીશ ભાનુમતી કહે છે કે, સીજેઆઈનાં આદેશ બાદ જ આ કેસની લિસ્ટિંગ થઈ શકે છે. કોર્ટનું કહેવું છે કે, આ અંગે રજિસ્ટ્રી યોગ્ય પગલા લેશે. આ વચ્ચે ઇડીએ સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું આપ્યું છે. ઇડી અનુસાર, ચિદમ્બરમ અને અન્ય કાવતરાખોરોની આર્જેન્ટિના સહિતનાં અન્ય દેશોમાં કિંમતી સંપત્તિ છે.

ન્યાયાધીશ ભાનુમતીએ આ મામલે કહ્યુ કે, એસસીની બંધારણીય બેંચે નિર્ણય લીધો છે કે, એકવાર ધરપકડ થઈ જાય પછી આગોતરા જામીન માટેની અરજી રદ કરવામાં આવે છે. આ અંગે પી ચિદમ્બરમ વતી કેસની રજૂઆત કરી રહેલા કપિલ સિબ્બલે કોર્ટને ખાતરી આપવાનો પ્રયાસ કરતાં કહ્યું કે, સીબીઆઈ કેસની હજી સુનાવણી થઇ શકે છે. આ માટે, તેમણે આર્ટિકલ 21 ટાંકીને કહ્યુ હતુ.

કપિલ સિબ્બલે કહ્યું કે, જો આ કેસ સુપ્રીમ કોર્ટ સમક્ષ સુનાવણી માટે સૂચિબદ્ધ ન થઈ શકે, તો તે અમારી ભૂલ નથી. હાઈકોર્ટનાં આદેશ વિરુદ્ધ અમે તે જ દિવસે સુપ્રીમ કોર્ટમાં ગયા હતા, કોર્ટે તે દિવસે સુનાવણી કરી નહોતી. ગુરુવારે પણ અમારો કેસ સુનાવણી માટે આવી શક્યો નહી. આ અંગે ન્યાયાધીશ ભાનુમતિએ કહ્યું કે, નીચલી કોર્ટ દ્વારા સીબીઆઈ રિમાન્ડ પર મોકલવાનાં આદેશને પડકારતી અરજીની સૂચીની રાહ જોઈ રહી છે.

આ કેસમાં જે માહિતી બહાર આવી રહી છે તે અનુસાર આ મામલે સુનાવણી માટે હજી સૂચિબદ્ધ કરાઈ નથી. ઇડીએ આ કેસમાં વાંધો નોંધાવ્યો છે. તે અગાઉ સીબીઆઈની કસ્ટડીમાં છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટનું કહેવું છે કે ચિદમ્બરમ સામે મજબૂત પુરાવા છે. તપાસ એજન્સી સ્પષ્ટપણે માને છે કે ચિદમ્બરમને રાહત થવી જોઈએ નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.