Not Set/ કચ્છ : 21 હજાર,121 રુદ્રાક્ષના શિવલિંગ તૈયાર કરાયા

કચ્છના લખપત તાલુકાના વર્માનગર ખાતે શ્રાવણ માસ દરમિયાન શિવજીને અનેકવિધ શણગાર કરવામાં આવે છે. ભાવિકોને પણ અલગ અલગ સ્વરૂપના શિવલીંગના દર્શનનો લાભ મળે છે. ત્યારે શ્રાવણ માસના અંતિમ સોમવારે શિવજીને વિશેષ શણગાર અને મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા 4 વર્ષથી કોઠારા કામેશ્વર મહાદેવ ગ્રુપ દ્વારા અહીં સેવા આપવામાં આવે છે. આજે સવારે ધ્વજારોહણ, […]

Top Stories Gujarat Others Navratri 2022
0shivling કચ્છ : 21 હજાર,121 રુદ્રાક્ષના શિવલિંગ તૈયાર કરાયા

કચ્છના લખપત તાલુકાના વર્માનગર ખાતે શ્રાવણ માસ દરમિયાન શિવજીને અનેકવિધ શણગાર કરવામાં આવે છે. ભાવિકોને પણ અલગ અલગ સ્વરૂપના શિવલીંગના દર્શનનો લાભ મળે છે. ત્યારે શ્રાવણ માસના અંતિમ સોમવારે શિવજીને વિશેષ શણગાર અને મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું.

છેલ્લા 4 વર્ષથી કોઠારા કામેશ્વર મહાદેવ ગ્રુપ દ્વારા અહીં સેવા આપવામાં આવે છે. આજે સવારે ધ્વજારોહણ, મહાઆરતી કરવામાં આવી હતી. પવિત્ર શ્રાવણ માસના અંતિમ સોમવારે 21 હજાર 121 રુદ્રાક્ષના શિવલીંગ તૈયાર કરાયા હતા. અદભુત શિવલિંગ નિહાળી ભાવિકોએ ધન્યતા અનુભવી હતી. વર્માનગર, એકતાનગર,પાંધ્રો, બાલાપર, કોરિયાણી, મોટીછેર, બૈયાવો, સોનલનગર, નવા નગર સહિતના વિસ્તારોના રહીશોએ મહાદેવના દર્શન કર્યા હતા.

કચ્છનાં સરહદી લખપત તાલુકાના વર્માનગર ખાતે આવેલા પ્રસિદ્ધ અભયેશ્વર મહાદેવના મંદિરે શ્રાવણના ચોથા સોમવારે ભાવિકોએ 21 હજાર 121 રુદ્રાક્ષના શિવલિંગના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.