CM અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીનો પરચમ દિલ્હીની ગાંદી પર બુલંદ થઇ ચૂક્યો છે. કેજરીવાલની જીત કરતા પણ દેશનાં તમામ બીન-ભાજપી પક્ષોમાં અને ખાસ કરીને વિરોધપક્ષોમાં હાલ ખુશીની લખલખી વ્યાપી જાવ પામી છે. ભાજપનાં આક્રમક અને રાષ્ટ્રવાદની તર્જ પરનાં પ્રચારને ખાળવામાં વિકાસની લાઠી અક્સીર નિકળી છે. વિકાસનાં નામે જે ભાજપ દેશમાં સત્તા પર આવી હતી, તે જ વિકાસનાં મુદ્દાને કારણે ભાજપ દેશની સત્તાનાં કેન્દ્ર અને રાજઘાની દિલ્હીમાંથી સત્તા વિમુખ થઇ છે. ત્યારે ભાજપનાં વિરોધપક્ષો દ્વારા આ મામલે જ છુટક છુટક પણ એકસાથે ભાજપ પર પ્રહારોનો મારો ચલાવવામાં આવી રહ્યો છે.
જી હા ભાજપ પર થઇ રહેલા પ્રહારોનાં પ્રવાહમાં મહારાષ્ટ્રના પ્રધાન આદિત્ય ઠાકરેએ પણ જુકાવતા કહ્યું છે કે, ચૂંટણીનાં મુદ્દાઓને બાદ કરતાં, લોકો માટે કામ કરવું જોઇએ અને વચનો પૂરા કરવા જોઈએ. આપણે રાજકારણના સ્તરને ઉપર ઉઠાવતા, વિશે સ્પષ્ટ પણે વિકાસ સાથે આગળ વધવું જોઈએ. હું અરવિંદ કેજરીવાલને અભિનંદન આપું છું. અને નિર્ભયતાથી નિર્ણાયક આદેશ આપવા બદલ હું દિલ્હીને અભિનંદન આપું છું.
આપને જણાવી દઇએ કે, આદિત્ય ઠાકરેની દિલ્હી ચૂંટણી પરિણામો પર પ્રતિક્રિયા આવતા પહેલા મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પણ અરવિંદ કેજરીવાલ અને દિલ્હીની જનતાને આપના વિજય માટે અભિનંદન પાઠવ્યા હતા. ઠાકરેએ પણ કેજરીવાલની ભાષામાં જ PM મોદી અને ભાજપ પર નિશાન તાકતા કહ્યું હતું કે, લોકોએ બતાવ્યું છે કે દેશ ‘મન કી બાત’ નહીં પણ ‘જન કી બાત’ દ્વારા ચાલશે. ઠાકરેએ વધું સ્પષ્ટતા કરતા જણાવ્યુંં હતું કે, ભાજપે કેજરીવાલને આતંકવાદી ગણાવ્યા, પરંતુ તેમને પરાજિત કરી શક્યા નહીં.