Manipur/ બિરેન સિંહ આજે મણિપુરના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે, બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા પણ હાજરી આપશે

એન બિરેન સિંહ મણિપુરમાં સતત બીજી વખત મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે. બિરેન સિંહ આજે બપોરે 3 વાગ્યે રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે.

Top Stories India
એન બિરેન સિંહ

એન બિરેન સિંહ મણિપુરમાં સતત બીજી વખત મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે. બિરેન સિંહ આજે બપોરે 3 વાગ્યે રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. ભાજપ તરફથી કેન્દ્રીય નિરીક્ષક તરીકે આવેલા નિર્મલા સીતારમણે જાહેરાત કરી હતી કે બિરેન સિંહ મણિપુરના મુખ્યમંત્રી તરીકે યથાવત્ રહેશે. નિર્મલા સીતારમણે આ દરમિયાન જણાવ્યું કે, વિધાનમંડળ પક્ષે તેમને તમામ સન્માન સાથે પોતાના નેતા તરીકે પસંદ કર્યા છે.

આ પણ વાંચો:ગુલામ નબી આઝાદ અને પ્રો. શાસ્ત્રીને આજે પદ્મશ્રીથી સન્માનિત, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આપશે સન્માન

નિર્મલા સીતારમણે વધુમાં કહ્યું કે, આ પ્રતિષ્ઠિત લોકો દ્વારા લેવામાં આવેલો સારો નિર્ણય છે જે સુનિશ્ચિત કરશે કે રાજ્યમાં એક સ્થિર અને જવાબદાર સરકાર હશે. આપને જણાવી દઈએ કે, આજે યોજાનાર શપથ ગ્રહણ સમારોહમાં બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા પણ હાજરી આપશે. આ સિવાય ઘણા મોટા નેતાઓ પણ હાજરી આપવાના છે.

ભાજપે બહુમતીનો આંકડો પાર કર્યો

આપને જણાવી દઈએ કે, મણિપુર વિધાનસભા ચૂંટણીના પરિણામો 10 માર્ચના રોજ જાહેર કરવામાં આવ્યા હતા, જેમાં સત્તારૂઢ ભાજપે 32 બેઠકો પર કબજો કરીને બહુમતનો આંકડો પાર કર્યો હતો. આ દરમિયાન NCPને 7, કોંગ્રેસને પાંચ, NPFને પાંચ બેઠકો મળી હતી. વર્ષ 2017 માં, ભાજપે રાજ્યમાં પ્રથમ વખત સરકાર બનાવી, જે દરમિયાન પાર્ટીએ 21 બેઠકો જીતી. એનસીપી અને એનપીએફને ચાર-ચાર બેઠકો મળી છે. બીજેપીએ અન્ય એક અપક્ષ ટીએમસી ધારાસભ્યના સમર્થનથી સરકાર બનાવી છે.

આ પણ વાંચો:દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 1,549 નવા કેસ, ગઈકાલ કરતાં 12% ઓછા

આ પણ વાંચો:સાહિલ પોટલો નામના બુટલેગરની હત્યા, મહિધરપુરા પોલીસ દોડતી થઈ