ટ્વીટ/ મારું અને સરકારનું એક માત્ર આયોજન સંક્રમણને અટકાવવાનું, દીકરાના લગ્ન અંગેના ન્યુઝ જુઠ્ઠા : મુખ્યમંત્રી રૂપાણી

કોરોનાના વધી રહેલા કહેરની વચ્ચે એક તરફ રાજ્ય સરકાર અને તંત્રની ઊંઘ હરામ થઈ ચૂકી છે. તેની વચ્ચે અફવાનું બજાર પણ ગરમ છે.એટલે સુધી કે મુખ્યમંત્રી ના દીકરાના લગ્ન આ અંગે પણ અફવા વહેતી થઇ છે.રાજ્યમાં વધી રહેલા

Top Stories Gujarat
rupani tweet મારું અને સરકારનું એક માત્ર આયોજન સંક્રમણને અટકાવવાનું, દીકરાના લગ્ન અંગેના ન્યુઝ જુઠ્ઠા : મુખ્યમંત્રી રૂપાણી

કોરોનાના વધી રહેલા કહેરની વચ્ચે એક તરફ રાજ્ય સરકાર અને તંત્રની ઊંઘ હરામ થઈ ચૂકી છે. તેની વચ્ચે અફવાનું બજાર પણ ગરમ છે.એટલે સુધી કે મુખ્યમંત્રી ના દીકરાના લગ્ન આ અંગે પણ અફવા વહેતી થઇ છે.રાજ્યમાં વધી રહેલા કોરોના સંક્રમણના કારણે હાઇકોર્ટે રાજ્ય સરકારને લોકડાઉન ની જરૂર હોવાના નિર્દેશ કર્યા હતા જોકે આ નિર્દેશ પર વિચારણા કર્યા બાદ રાજ્ય સરકાર દ્વારા દિવસના લોકડાઉનની જાહેરાતો ન કરવામાં આવી પરંતુ રાજ્યના 20 શહેરોમાં રાત્રે આઠથી સવારે છ સુધી કરફ્યુ જાહેર કરવામાં આવ્યું છે.ત્યારે આ નિર્ણય મુખ્યમંત્રીના દીકરાના લગ્ન હોવાથી લેવામાં આવ્યો નથી એ પ્રકારના મુખ્યમંત્રીના નામથી મેસેજ ફરી રહ્યા હતા.આ અફવા ફેલાયા બાદ મુખ્યમંત્રીએ ખુલાસો કરવાની ફરજ પડી છે.

vijay rupani. મારું અને સરકારનું એક માત્ર આયોજન સંક્રમણને અટકાવવાનું, દીકરાના લગ્ન અંગેના ન્યુઝ જુઠ્ઠા : મુખ્યમંત્રી રૂપાણી

મોટા સમાચાર / મહારાષ્ટ્ર માં કોરોના બેકાબૂ , 24 કલાકમાં 322 લોકોના થયા મોત

રાજ્ય સરકાર દ્વારા વિકેન્ડ લોકડાઉન થશે તેવી અટકળો કરવામાં આવી રહી હતી તેની વચ્ચે માત્ર રાત્રી કર્ફ્યુ નોસમય લંબાવવામાં આવ્યો હતો.મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવેલી આ જાહેરાત બાદ સોશિયલ મીડિયામાં કેટલાક મેસેજ ફરતા થયા હતા, જેમાં એવું લખવામાં આવ્યું હતું કે દિવસનું લોકડાઉન નહીં થાય કારણ કે મારા દિકરાના લગ્ન છે એટલે કે મુખ્યમંત્રીના દીકરાના લગ્ન હોવાથી લોકડાઉન જાહેર નથી કરવામાં આવી રહ્યું. આ વાતને મુખ્યમંત્રીએ રદિયો આપ્યો છે

આસ્થા અને મુંજવણ / કર્ફ્યું નો સમય વધતા મુસ્લિમ સમાજ ની રમજાનની તરાવિહ પર પડશે અસર ?

મુખ્યમંત્રી સુધી આ વાત પહોંચતા તેમણે ટ્વિટરના માધ્યમથી ખુલાસો કર્યો હતો,આ પ્રકારના મેસેજ સતત વાયરલ થયા બાદ આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ટ્વીટ કરીને સ્પષ્ટતા કરવામાં આવી છે કે મે મહિનામાં મારા દિકરાના લગ્ન હોવાની વાત ફેક ન્યુઝ છે આવું કોઈ જ આયોજન છે નહીં. હાલ તેમનું અને તેમની સરકારનું ધ્યાન રાજ્યમાં કોરોના નું સંક્રમણ અટકાવવા પર કેન્દ્રિત છે.

કોરોના વિસ્ફોટ / છેલ્લાં 24 કલાકમાં 3575 નવા કોરોના કેસ ,22 ના મોત

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…