Not Set/ કચ્છ: 7 વર્ષની માસૂમ બાળકી ઉપર દુષ્કર્મનો મામલો, આરોપીને આજીવન કેદની સજા

કચ્છ, સાત વર્ષની માસૂમ બાળકી ઉપર દુષ્કર્મ ગુજારવાના પાંચ વર્ષ જૂના કેસમાં અંજારની સેશન્સ કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે. 9મી જૂન 2013નાં રોજ ભચાઉના ચોપડવા સીમમાં આવેલી અંકુર સોલ્ટ ફેક્ટરીની લેબર કોલોનીમાં બન્યો હતો. રાત્રે માસુમ દીકરી છાપરાના આગળ ખુલ્લી જગ્યામાં ખાટલા પર સૂતી હતી. ત્યારે આરોપી રામજતન ઊર્ફે લોથુ સાબીત રાઉતમંડલે દુષ્કર્મ […]

Top Stories Gujarat Others
mantavya 406 કચ્છ: 7 વર્ષની માસૂમ બાળકી ઉપર દુષ્કર્મનો મામલો, આરોપીને આજીવન કેદની સજા

કચ્છ,

સાત વર્ષની માસૂમ બાળકી ઉપર દુષ્કર્મ ગુજારવાના પાંચ વર્ષ જૂના કેસમાં અંજારની સેશન્સ કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે. 9મી જૂન 2013નાં રોજ ભચાઉના ચોપડવા સીમમાં આવેલી અંકુર સોલ્ટ ફેક્ટરીની લેબર કોલોનીમાં બન્યો હતો.

રાત્રે માસુમ દીકરી છાપરાના આગળ ખુલ્લી જગ્યામાં ખાટલા પર સૂતી હતી. ત્યારે આરોપી રામજતન ઊર્ફે લોથુ સાબીત રાઉતમંડલે દુષ્કર્મ આચર્યું હતું મૂળ બિહારનો આ આરોપી દુષ્કર્મ આચર્યાં બાદ નાસી ગયો હતો.

આ ઘટનાની જાણ થતાં જ ભચાઉ પોલીસે આઈપીસી 376, એટ્રોસીટી એક્ટ અને પોક્સો તળે ફરિયાદ નોંધી રામજતનને ઝડપી પાડ્યો હતો. આ કેસમાં અંજારના પાંચમા અધિક ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ ડી.એમ.પંચાલે 29 સાક્ષીઓ અને 23 દસ્તાવેજી પુરાવાને ધ્યાને રાખી આરોપીને આજીવન કેદ ફટકારી છે. તેમજ 15 હજારનો દંડ ફટકાર્યો છે.

આ કેસમાં મદદનીશ જિલ્લા સરકારી વકીલ આશિષ પી. પંડ્યાએ ફરિયાદી પક્ષ વતી તર્કબધ્ધ દલીલો અને પુરાવા પેશ કરી નરાધમને તેના ગુના બદલ કડક સજા અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.