Not Set/ ગુજરાત/ પોલીસ વિભાગનું ઉપરાષ્ટ્રપતિના હસ્તે સન્માન, નિશાન એવોર્ડ મેળવનારું સાતમુ રાજ્ય બન્યું

ગુજરાત પોલીસ માટે આજે 15 ડીસેમ્બર ગર્વનો દિવસ બન્યો છે. ગુજરાત પોલીસને નિશાન એવોર્ડ મળ્યો છે. આજથી ગુજરાત પોલીસને પ્રેસિડેન્ટસ એવોર્ડ મળ્યો છે. ગુજરાત પોલીસ આ સન્માન મેળવનારું દેશનું સાતમું રાજ્ય બન્યું છે. ગુજરાત પોલીસને ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂના હસ્તે નિશાન એવોર્ડ  આપવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી વિજય રૂપાણી […]

Top Stories Gujarat
winter 10 ગુજરાત/ પોલીસ વિભાગનું ઉપરાષ્ટ્રપતિના હસ્તે સન્માન, નિશાન એવોર્ડ મેળવનારું સાતમુ રાજ્ય બન્યું

ગુજરાત પોલીસ માટે આજે 15 ડીસેમ્બર ગર્વનો દિવસ બન્યો છે. ગુજરાત પોલીસને નિશાન એવોર્ડ મળ્યો છે. આજથી ગુજરાત પોલીસને પ્રેસિડેન્ટસ એવોર્ડ મળ્યો છે. ગુજરાત પોલીસ આ સન્માન મેળવનારું દેશનું સાતમું રાજ્ય બન્યું છે. ગુજરાત પોલીસને ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂના હસ્તે નિશાન એવોર્ડ  આપવામાં આવ્યો છે.

આ કાર્યક્રમમાં ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાત સરકારના ગૃહવિભાગે 21 ફેબ્રુઆરી, 2019માં રાષ્ટ્રપતિના નિશાન માટેની દરખાસ્ત ભારત સરકારના ગૃહ વિભાગને મોકલી હતી. 7 માર્ચ 2019ના દિવસે રાષ્ટ્રપતિના નિશાનના એવોર્ડ અંગે ગુજરાત પોલીસને જાણ કરવામાં આવી હતી. રાષ્ટ્રપતિ તરફથી મળતા આ ચોક્કસ સન્માનને પ્રેસિડેન્ટ કલર્સ તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાત પોલીસને એનાયત થયેલું આ સન્માન પ્રતિક ગુજરાત પોલીસના તમામ અધિકારીઓ અને જવાનોના યુનિફોર્મની ડાબા હાથની સ્લીવમાં પણ જોવા મળશે. ગાંધીનગર કરાઈ પોલીસ એકેડેમી ખાતે આ કાર્યકમનું આયોજન કરવામાં આવ્યું હતું.

અત્યાર સુધી મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, દિલ્હી, તમિલનાડુ, ત્રિપુરા અને આસામ રાજ્ય ને આ સનમન મળી ચુક્યું છે. અને હવે તેમાં ગુજરાત રાજ્ય નો ઉમેરો થયો છે. આ ઉપરાંત રાષ્ટ્રગીતની જેમ ગુજરાત પોલીસને એક એન્થમની મંજુરી મળી છે. ગુજરાત પોલીસ માટે આ એન્થમ શંકર મહાદેવન દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે.

આ પ્રસંગે સંબોધનમાં ઉપરાષ્ટ્રપતિ વૈંકેયા નાયડુએ ગુજરાત પોલીસને આ ગર્વ આપતા કહ્યું હતું કે, ગુજરાત પોલીસ દરેક તબક્કે સારી કામગીરી કરી રહી છે. ભારત-પાક યુદ્ધ, અક્ષરધામ આતંકી હુમલા અને બૉમ્બ બ્લાસ્ટ એદરેક સમયે ગુજરાત પોલીસની  કામગીરી અવિસ્મરણીય રહી છે. નવા જમાના સતાહે તાલમેલ સાધવામાં પણ ગુજરાત પોલીસ અગ્રેસર છે. રાજ્યના સામાજિક-આર્થિક વિકાસમાં ગુજરાત પોલીસનો મોટો ફાળો છે. વધતી હિંસા, સાયબર હુમલા, આતંકી હુમલા વિગેરેમાં ઘટનાઓમાં પોલીસની કામગીરી બહુ મુશ્કેલ બની હોય છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીનું સંબોધન…

આ પ્રસંગે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, ગુજરાતની સ્થાપનાના ૬  દાયકા બાદ ગુજરાત પોલીસને આ સન્માન મળ્યું છે. ગુજરાત પોલીસ માટે આ ગૌરવની ક્ષણ છે. ગુજરાત પોલીસે પોલ્તાની કુનેહ, અત્યાઆધુનિક હથિયાર, સંદેશાવ્યવહાર સાથે રાજ્યની અને રાજ્યના લોકોની સતત રક્ષા કરી છે. જવાનોમાં એક નૈતિક બળ પૂરૂ પાડીને નાગરિકોને સુરક્ષા આપી છે. આ પ્રસંગે આપણા જે પોલીસકર્મીઓ શહીદ થયા છે તેમને પણ આજે યાદ કરવા પડે.

1971ના યુદ્ધ હોય કે 2002ના આતંકી હુમલો કે પછી 2008ના બૉમ્બ બ્લાસ્ટ દરેક સમયે ગુજરાત પોલીસે સરાહનીય કામગીરી કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.